________________
જરા ખીજમાં બોલ્યા : ‘વવા મારે વિન સ્તૂર વસ્તૂર વખતે દો, વો વોવડા વયા જોવા ?' તેમને આ પ્રમાણે બોલતાં પૂ. શાસનસમ્રાટ્ સાંભળી ગયા અને વળતી જ પળે તેઓ બેલ્યા કે : ‘એય વલ્લભ ! શું જેમ ફાવે તેમ બોલો છો ? તું જો-જો એક દિવસ એ બોબડા કસ્તૂરનો સમુદાય ખૂબ વધશે.' અત્યારે પૂજ્ય શાસનસમ્રાટ્ના વચનો જાણે મૂર્તિમંતસ્વરૂપ થયા છે.
પદપ્રાપ્તિ : ગુરુકૃપાથી આગળ વધતા-વધતા તેમણે સં. ૧૯૯૧માં ફાગણ વદ ૨ના દિવસે કદંબગિરિતીર્થમાં પ્રવર્તકપદવી, સં. ૧૯૯૪માં કારતક વદ ૧૧ના દિવસે જામનગર મુકામે ગણિપદવી, સં. ૧૯૯૪માં માગસર સુદ ૨ના દિવસે જામનગર મુકામે પંન્યાસપદવી, સં. ૧૯૯૭માં માગસર સુદ ૩ના દિવસે સુરત મુકામે ઉપાધ્યાયપદવી મેળવી.સં.૨૦૦૧, ફાગણ માસમાં બંને પૂજ્યશ્રી બુરહાનપુરમાં રહ્યા હતાં. ત્યાં એક રાત્રે એકાએક અમદાવાદથી સુશ્રાવક ફુલચંદભાઈ પૂજ્ય શાસનસમ્રાટ્ઝીનો પત્ર લઇને આવ્યા. એકાએક આવેલ પત્રથી બંને પૂજ્યશ્રીઓ વિલ્વલ થઇ ગયા અને વિચા૨માં કરવા લાગ્યા કે : ‘શું ભૂલથી કે પ્રમાદના કારણે કોઈ ભૂલ થઇ ગઇ હશે ? કે અચાનક પૂજ્યશ્રીનો પત્ર આવ્યો.’ ફુલચંદભાઈએ પત્ર આપ્યો. તેમાં લખ્યું હતું કે : ‘ઉપાધ્યાય કસ્તૂરવિજયને આચાર્યપદવી આપવાની છે. જો તમે મારી આજ્ઞા મુજબ ઉપાધ્યાય કસ્તૂરવિજયને આચાર્યપદ નહીં આપો તો તે તમારી ભૂલ ગણાશે. જો કસ્તૂરવિજયજી આચાર્યપદ નહીં લે તો તે તેની ભૂલ ગણાશે.’ બસ પછી તો ગુર્વજ્ઞાને શિરોધાર્ય કરીને તે જ વર્ષે (સં. ૨૦૦૧) ફાગણ વદ ૪ના દિવસે બુરહાનપુરમાં જ તેમની આચાર્યપદવી થઈ. ગ્રંથરચના : પોતે આરંભેલ આ જ્ઞાનયજ્ઞ આચાર્ય થયા પછી પણ જીવનના અંતિમ ક્ષણ સુધી તેમણે ચાલુ જ રાખ્યો. સ્વાધ્યાય-વાંચન-લેખન.......બસ એ જ પ્રવૃત્તિ. જે ગ્રંથ વાંચતા તે ગ્રંથમાં વિશેષ નોંધ કે ટીપ્પણો કરતાં. વાંચેલ ગ્રંથના ગમી ગયેલ પદાર્થોની અંગત નોંધપોથીમાં નોંધ પણ કરતા. તેમણે વાંચેલ હોય-નોંધ કરેલ હોય તેવા ઉત્તરાધ્યયનસૂત્ર, નંદીસૂત્રાદિ આગમિક ગ્રંથો, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, ગુણસ્થાનકક્રમારોહ વગેરે પ્રક૨ણાદિ ગ્રંથો, ગાથાસહસ્રી, ભટ્ટીકાવ્ય જેવા વ્યાકરણ-સાહિત્ય ગ્રંથોમાં તેમના હાથે કરેલ નોંધ જોવા મળે છે. ગીતાજી જેવા અન્યદર્શનના ગ્રંથોમાં પણ પૂજ્યશ્રી વાંચીને નોંધ કરતા.
સમર્થગુરુઃ પોતાના શિષ્યો મુનિ યશોભદ્રવિજયજી, મુનિ શુભંકરવિજયજી, મુનિ કુમુદચંદ્રવિજયજી, મુનિ ચંદ્રોદયવિજયજી, મુનિ બલભદ્રવિજયજી, મુનિ કીર્તિચંદ્રવિજયજી, મુનિ સૂર્યોદયવિજયજી, મુનિ અશોકચંદ્રવિજયજી, મુનિ કલ્યાણચંદ્રવિજયજી, મુનિ કુશલચંદ્રવિજયજી આદિને તથા પોતાના પ્રશિષ્યો મુનિ જયચંદ્રવિજયજી, મુનિ અભયચંદ્રવિજયજી, મુનિ પ્રબોધચંદ્રવિજયજી, મુનિ પ્રમોદચંદ્રવિજયજી, મુનિ અજિતચંદ્રવિજયજી, મુનિ શીલચંદ્રવિજયજી, મુનિ હ્રીઁકારચંદ્રવિજયજી, (મુનિ સોમચંદ્રવિજયજી) આદિને પણ પૂજ્યશ્રીએ જાતે જ ભણાવ્યા. તેમની પાસે અમરકોશ, ભક્તામર-રત્નાકરપંચવિંશિકા-સાર્થ, સોમસૌભાગ્ય, ભટ્ટિકાવ્ય, ભગવદ્ગીતાના કેટલાક ચૂંટેલા અધ્યાય, પ્રાકૃતપાઠમાળા વગેરે અનેક ગ્રંથો ભણવાનો અમને લાભ થયો. આજે પણ તે દિવસો યાદ આવતા પૂજ્યશ્રીની સરળતા અને જ્ઞાનપ્રીતિ યાદ આવે છે. તેમના આ જ્ઞાનગુણથી આકર્ષાયેલ પં. ભગવાનદાસભાઈ હરખચંદ, પ્રો. હીરાલાલ રસિકલાલ