Book Title: Chaiyavandanmahabhasam Author(s): Shantisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ કરે છે, અને છેલ્લા ભવમાં કેવળજ્ઞાન થતાની સાથે જ અરિહંતના જીને તીર્થકર નામકર્મને વિપાક ઉદય શરૂ થાય છે, તેના પ્રભાવે પ્રભુ તીર્થસ્થાપના કરે છે અને જીંદગીને છેડા સુધી ગામે ગામ વિચરી અનેક ભવ્યાત્માઓને પ્રતિબંધ કરે છે. કેવલજ્ઞાનની સાથે અરિહંત પરમાત્માઓ અષ્ટ પ્રાતિહાર્યથી સુભિત બને છે. વિહારમાં પણ છત્ર ચામર સિંહાસન દવજ વગેરે સાથે જ ચાલે છે. જઘન્યથી પણ કરેડ દેવતા સાથે જ હોય છે. પૃથ્વી તલ પર દેવે મુલાયમ એવા સુવર્ણ કમળને રચે છે, તેના પર પદન્યાસ કરતા પ્રભુ ચાલે છે, ત્યારે વૃક્ષે પ્રણામ કરે છે, પક્ષીઓ પ્રદક્ષિણા દે છે, વાયુ અનુકૂળ થાય છે, છએ ઋતુની સમૃદ્ધિ પ્રગટ થાય છે. આવા દેવાધિદેવનું એશ્વર્ય અનતુ છે, અલૌકિક છે, વર્ણનાતીત છે. પરમાત્માને ઉપકાર વિશ્વના સર્વે જીવો પર અનંત છે. પરમાત્માને પ્રભાવ પણ અલૌકિક કેટીને છે. દેવપાળ જેવા કંઈક ઢોર ચરાવતા રબારીઓ તથા ધન્ય જેવા નેકરે પરમાત્માની ભક્તિથી મહાન રાજ્યને તથા દેવલોકના સુખ ભોગવીને તીર્થંકર પદને પ્રાપ્ત કરી ગયા. નાગકેતુ જેવા કઈક છે પરમાત્માની પૂજા કરતા કેવલજ્ઞાન પામી ગયા, દેવાધિદેવની પૂજા ભક્તિથી સંખ્યાબંધ આત્માઓના વિદનો નાશ પામ્યા છે, આપત્તિઓ દર થઈ છે. વિપુલ સંપત્તિ પ્રાપ્ત કરવા પૂર્વક પરમાત્મદશાને પામ્યા છે, આવા દેવાધિદેવની ભક્તિ ભાગ્યવાન આત્માઓને જ પ્રાપ્ત થાય છે, આવા દેવાધિદેવને ભાવપૂર્વક વંદના કરવી એ જીવનનું મહત્વનું કર્તવ્ય છે. દેવાધિદેવને કરાતી આ વંદના ચિતામણિથી અધિક છે. . . દેવાધિદેવને કરાતી આ વંદના કલ્પવૃક્ષથી ચઢિયાતી છે. દેવાધિદેવને કરાતી આ વંદના ભદધિમાં અત્યંત દુર્લભ છે. દેવાધિદેવને કરાતી આ વંદના સઘળા કલ્યાણનું કારણ છે. માટે જ આનાથી બીજું અધિક કર્તવ્ય નથી, માટે જ ચૌદસે ચુમ્માલીસ શાસ્ત્રગ્રંથના રચયિતા આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ લલિતવિસ્તરામાં જણાવે છે કે, मिथ्यात्वजलनिलयानेककुग्रहनक्रचक्राकुले भवाब्धावनित्यत्वात् त्वायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं अधःकृतचिंतामणि कल्पद्रुमोपमम्Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 192