Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 5
________________ આવ્યું તેમજ જયભિખ્ખના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના યગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહ માં જયભિખનું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખુ લિખિત ‘બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. | ‘જયભિખુની જન્મશતાબ્દી' નિમિત્તે ‘જયભિખુ : વ્યક્તિત્વ અને વાલ્મય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખું' એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય અકાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા “અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખ્ખની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘શીલભદ્ર સારસ્વત જયભિખ્ખું’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું. જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં જયભિખૂની નવલકથાઓ ‘લોખંડી ખાખનાં ફૂલ' (ભાગ-૧-૨), ‘પ્રેમાવતાર' (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, ‘શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર અને ‘સંસારસેતુ' એમ કુલ છ નવલકથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખુની પ્રસિદ્ધ નવલ કથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી શ્રી ધનવંત શાહે “કૃષ્ણભક્ત કવિ જયદેવ' નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એના કેટલાક નાટ્યાંશો પ્રસ્તુત કર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં જયભિખ્ખના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે. જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખ્ખની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪ ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ પ્રસ્તાવના લોક-ક્રાન્તિની આ નવલકથા છે. સતત, એકધારું પચીસ વર્ષ સુધી રાજા વિના રાજ કેવું ચાલે, એનો જવાબ આપતી આ સુરાજ્ય-સંચાલનની કથા છે. સાથે ઔરંગઝેબ જેવા બાદશાહની સામે, એના જ પુત્ર અકબરે સ્થાપેલી સર્વધર્મપ્રેમી શહેનશાહતના તવારીખી પ્રયોગની, સાવ ભુલાયેલી કહાણી પણ છે. મૂળમાં રાજા રામે, ભગવાન વૃષભધ્વજે કે બાદશાહ નૌશેરવાને જે સંસ્થાનો પાયો નાખ્યો, એ રાજકારણની પવિત્ર દેવમંદિર જેવી સંસ્થાનું કેટલું ઝડપી અધઃપતન થયું. ને પછી એમાં સ્વાર્થી, તકબાજો, લોભી, લુચ્ચા ને દુઃશીલ લોકોએ અડંગા જમાવી, એને કેવું ‘બૂરો દેવળ' બનાવી નાખ્યું, એનો આમાં આછો ચિતાર આપવા પ્રયત્ન કર્યો છે ! સર્જનની પાછળ જેમ અભ્યાસ, અનુભવ અને અવલોકન હોય છે, તેમ કોઈ ને કોઈ જીવનઘડતી દૃષ્ટિ પણ રમતી હોય છે, તો જ તેની સાર્થકતા લેખાય. મારા લેખન પાછળ મારા દિલમાં પણ કોઈ ને કોઈ એવી આછી-પાતળી વિચાર-શ્રેણી રમતી જ રહી છે. સંસ્કૃતિઓના સમન્વયને લક્ષમાં રાખી ‘કામવિજેતા’ રચ્યું. અસ્પૃશ્યોદ્ધારને ‘મહર્ષિ મેતારજ'માં ગૂંચ્યો. મહાન મુમુક્ષુ પણ બીજી રીતે ખૂબ રીતે ખૂબ જ સરાગ માનવીનું જીવન ‘નર કેસરીમાં રજૂ કર્યું. સબળું નબળાંને ખાય એ પાયા પર ઊભી થતી વિશ્વની મસ્ય ગલાગલ સમસ્યાને ‘પ્રેમનું મંદિર માં આકાર આપ્યો. બિનમજહબી હિંદુ-મુસ્લિમ સામ્રાજ્યના એક મહાન પ્રયોગને ખામી ને ખૂબી સાથે ‘વિક્રમાદિત્ય હેમુના ત્રણ ભાગોમાં સ્પષ્ટ કર્યો, ને માનવસંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા ‘ભગવાન ઋષભદેવ’ ત્રણ ભાગમાં આપ્યું. આમ મારી ઘણીખરી નવલ કે નવલિકાઓ કોઈ આદર્શ, હેતુ કે ધ્યેયને નજર સામે રાખીને જન્મી છે ! કથયિતવ્ય વગરનું કથન સામાન્ય રીતે મનને રુચ્યું નથી. આ ‘બૂરો દેવળ’ પણ એક એવી જ નવલકથા છે. એ મૂળે ઐતિહાસિક છે : મારવાડ, મેવાડ ને અંબર રાજના ત્રિભેટા પર, સૂકી નદીને કાંઠે આજે પણ આ “બૂરો દેવળ'ને નામે ઓળખાતી જ ગાનું ખંડેર મોજૂદ છે. એ દેવળ અને એ ભૂમિ રાજ કીય હત્યાઓ ને ભયંકર બનાવો માટે સુપ્રસિદ્ધ છે. સગા બે ભાઈ પણ ત્યાં આવીને હરીફ બની જાય, એવો એ ભૂમિનો પ્રતાપ લેખાય છે. આ બૂરા દેવળને કેન્દ્રમાં રાખી, આ નવલ ગૂંથી છે. એ પાત્રો ને એ સ્થળોનાં વર્ણનો બાળકો ઇતિહાસ-ભૂગોળમાં રોજ વાંચે છે ! એમના જયપરાજય, ખૂબી-ખામી,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98