________________
વાદળી જેવા મોં સામે જોયું ને ઘોડો થોભાવ્યો; સુરાહી પર રહેલા નકશીદાર પ્યાલામાં પાણી કાઢી મોટા અસવારને આપ્યું.
‘જયસિંહ ! તેં દર વખતે અર્ધો અર્ધો પ્યાલો પાણી લીધું, ને મને પ્યાલો ભરી ભરીને આપ્યો. આ કંઈ રાજપાટની વહેંચણી નથી ! રેતના રણમાં જળનો પ્યાલો રાણાના રાજપાટ કરતાંય મોંઘો હોય છે!' બેમાંથી મોટા લાગતા અસવારે પાણીનો પ્યાલો લેતાં કહ્યું.
‘મોટા ભાઈ ! એક વાર ધરાઈને પાણી પી લીધું, પછી વારંવાર પીવાની મને જરૂર પડતી નથી !'
‘મારવાડના ઊંટ જેવું તારું પેટ હશે કાં !' મોટા ભાઈએ હસતાં હસતાં કહ્યું ને પાણી પીને પ્યાલો પાછો આપ્યો.
નાના અસવારે ભાઈ પાસેથી ખાલી પ્યાલું લઈ સુરાહીને ભરાવતાં કહ્યું : ‘સાંજ તો પડી ગઈ ને પંથ હજી ઘણો ખેડવો બાકી છે !'
‘કંઈ મરીને માળવો લેવાશે નહિ, જયસિઁહ ! ઘોડાંની દશા તો જો !' મોટા અસવારે કહ્યું, ‘મોંમાંથી ફીણના ઢગ છૂટે છે ! અબોલ જાનવરને શું મારી નાખવું ?’ ‘પણ ઘેર બાપુ તમારા નામની માળા લઈને બેઠા હશે !' નાના અસવારે કહ્યું. આ શબ્દો કંઈ બીજા ભાવાર્થથી તો બોલાયા નથી ને, એ જોવા મોટા ભાઈએ નાના ભાઈના મોં સામે જોયું; પણ ત્યાં એ જ સરળ સાદી સૌમ્યતા નીતરતી હતી.
‘બાપુ તો પહેલેથી ધોહવાળા છે, જે મનમાં આવ્યું એ કર્યું છૂટકો. જયસિંહ, ભઈલા, એક રાતમાં કંઈ ખાટું-મોળું થવાનું નથી !' મોટા ભાઈએ બેપરવાઈથી કહ્યું .
‘મોટા ભાઈ ! બાપુ તો જાણે મરણસજ્જામાં બેઠા હોય એમ વર્તે છે. કહે છે કે મારી તો પળ લાખેણી જાય છે. રિસાયેલ દીકરાને મનાવી લઉં અને સગે હાથે એનો રાજ્યાભિષેક ઊજવી લઉં, પછી ભલે મોત આવે. અરે, મોત બાપડું મને ક્ષત્રિયને શોધતું શું આવે ? હું જ પાણીનો કળશિયો લઈ સામે પગલે એને વધાવવા જઈશ.'
“બાપુ તો બાપુ છે ! જે તરફ વળ્યા એ તરફ વળ્યા !' ને મોટા ભાઈએ ઘોડાને એડ મારી. નાના ભાઈએ તેનું અનુકરણ કર્યું !
રેતાળ ધરતી પરથી સંધ્યા પોતાની તમામ ભવ્યતા સાથે કરમાતી હતી. પાસેની ખેરની ઝાડીમાં રમતા નરતતરે માળામાં આવી માદાના ખોળામાં વિસામો લીધો હતો, આસમાની આકાશમાં મારવાડનું શુનિયાળ પંખી માલેલી એકલદોકલ ઊડતું હતું.
તીરવેગે વહી જતા અશ્વોએ આકાશના પટ પર સરતી સંધ્યા સાથે જાણે હોડ 2 D બૂરો દેવળ
બકી હતી : રે કોણ વહેલું ઘેર પહોંચે છે ! સલૂણી સંધ્યા કે સ્વામિભક્ત અશ્વ !
ઘરની મોહિની અજબ છે. સંધ્યા અને અશ્વ તો ઘેર પહોંચે ત્યારે, પણ અસવારોનાં મન તો શીઘ્ર ગતિથી ક્યારનાં ઘેર પહોંચી ગયાં હતાં, ને ધીરે ધીરે વટાવી રહ્યા હતા – એ ગામઝાંપો, એ દરવાજો, એ માળ, એ મેડી, એ બાપુની ડેલી, ને આ આવ્યું બાપુનું બેસણું. ને સહુને સહુ હળવામળવા લાગી ગયાં હતાં ! ઠીક ઠીક ગામોના જાગીરદાર જૈફ પિતા. એમના આ બે પુત્રો — વિજય ને જય. મોટો પુત્ર વર્ષોથી રિસામણે હતો. નાનો પુત્ર આજ્ઞાંકિત હતો, માબાપની સેવામાં હતો. પિતા વૃદ્ધ થયા. મોત ઓશિકે જોયું. મોટા દીકરાની મમતા જાગી. મરતા પહેલાં મોઢું ન જોઉં તો સદ્ગતિએ નહિ જાઉં, એમ કહ્યું. નાનો ભાઈ પિતાની ઇચ્છાને માન આપી મોટા ભાઈને મનાવવા નીકળ્યો હતો; આજે મનાવીને પાછો વળતો હતો.
અરે ! હજી પૂરા ગઢના દરવાજે ન પહોંચ્યા કે મહેલના ઝરૂખે આવીને આઈ ઊભાં. બંને દીકરાને આવતા જોઈ, ભેટી પડવા એકદમ નીચે ધસી આવ્યાં. ને એ ઠેકાણે બે સુંદરીઓ ચાંદા-સુરજની જોડ જેવી-આવીને ઊભી રહી અને રચાયું તારામૈત્રક ! રે દૃષ્ટિમિલનમાં પણ કેવો રસાસ્વાદ છે, એ તે વખતે જણાયો.
સોળે શણગાર સજેલી સુંદરીઓની છાતી આશ્લેષની આતુરતામાં નગારે દાંડી પડે એમ ધ્રૂજતી હતી ! રજપૂતાણી તો આજની રાતમાં માનનારી હોય છે, કાલની રાતમાં એને ભરોસો નથી. કાલ વળી ન જાણે કેવી ઊગે ! રજપૂતનું જીવન તો પાકા ફળ જેવું ! વાયુનો ઝપાટો આવ્યો કે ખરી પડતાં વાર કેવી ! ધરમ સારુ, ધેનુ સારુ, પત સારું પ્રાણવિસર્જન એ તો રજપૂતને મન છોકરાંની રમત.
મા દોડતી આંગણામાં આવી, પણ દીકરા-વહુનું તારામૈત્રક જોઈ થંભી ગઈ ! આ જુવાનિયાંની દુનિયામાં દખલ કરતાં દિલ ન ચાલ્યું, પણ આખરે એય પુત્રને ખોળામાં લેવા તલસી રહેલી મા જ હતી ને ! બધું જોતી છતાં ન જોતી હોય એમ બૂમ પાડતી સામી ધાયી : ‘આવ મારા બાપ ! આવી મારી રામલખમણની જોડ !'
જુવાન દીકરાએ તરત આંખો ચોરી લીધી. ગોરી ગોરી રજપૂતાણીઓ શરમાઈ ગઈ. એ વેળા એમના ગુલાબના ગોટા જેવા મોં પર કેવી લાલચટક ચુમકીઓ ઊપડી આવી હશે !રે ! એ ચમકીઓને દૂર સુદૂરથી ચૂમી લેવા ઊંટ જેવી લાંબી ડોક ન મળ્યાના દુર્ભાગ્યનો જુવાનને ખરેખર ખેદ રહ્યો !
ત્યાં બાપુનો ખોંખારો ! કબૂતર પર ઝપટ મારતા બાજ જેવો ! સજાવેલી સિરોહીની તલવારના વાર જેવો ! અસત્યના અંધકારમાં સત્યની ચોકીદારી જેવો ! બાપુનો ખોંખારો ! બાપુના ખોંખારાની બીક તો જન્મ સાથે મળેલી ! એ બીકે આખી જય ને વિજય Ç 3