Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ ‘હજૂર ! અમને એમાં વધુ ઠા (ખબર) ન પડે.” ‘વારુ વારુ ! આપણે તો દૂધ સાથે કામ છે, પાડાપાડીની પંચાત નથી.’ ‘અહીં રાતની રાત કાઢવી છે, ક્યાં જન્મારો ગાળવો છે ?’ વિજયસિંહે વાતનો ઉપસંહાર કર્યો. ને જયસિંહે ઘોડાને એડી મારી. એક અધે બબે અશ્વારોહીનાં વજન સાથે શક્ય તેટલો વેગ વધાર્યો. ભોમિયાની ઝડપ અશ્વને આંટે તેવી હતી. હોઠને ઉતાવળે અડાડ્યું. પણ તેને તરત જ ખબર પડી કે પ્યાલું તો હતું તેટલું જ ભરેલું હતું ! ભાઈએ બિંદુ પણ ઓછું કર્યું નહોતું. પણ હવે તો એ જૂઠું* થયું હતું. મોટા ભાઈનું બોટેલું જળ નાનો ભાઈ પીવે, નાના ભાઈનું એઠું જળ મોટા ભાઈને ન અપાય ! વિવેકસાગરે પણ માનવજીવનને કેવી કેવી મર્યાદાથી બાંધ્યું છે ? | ‘મોટા ભાઈ ! આવો દગો ?' જયસિંહે મમતાથી કહ્યું. | ‘હા, દગો, દશ વાર દગો. આવો દગો હરહંમેશ થશે. એ ખમવાની તાકાત ન હોય તો હજી અહીંથી રામરામ કરી લઈએ. હજી દૂધનું દહીં નથી થયું, મેળવણ નાખવું બાકી છે.' વિજયસિંહના શબ્દોમાં વાત્સલ્યના રણકાર હતા. ‘તો તો બાપનું કમોત થાય. મારે એમનું મોત સુધારવું છે. મોટા ભાઈ ! માર્ગમાં ભગવાને આ માણસને મેળવી આપ્યો. મારવાડનો મીણો છે. એ કહે છે કે પાસે એક દેવળ છે, ને એક સારી ધર્મશાળા પણ છે. રાતવાસાની સારી સોઈ છે. એ આપણો ભોમિયો થવા તૈયાર છે. વળી ત્યાંથી સવારી માટે ઘોડો કે ઊંટ પણ મળી રહેશે.” આ ભૂખડી બારસ રાજવંશીખોનો ભોમિયો ?' | ‘હા જ તો. આપણે રાજવંશીઓએ જ આપણા દિનપ્રતિદિન વધતા મોજ શોખ માટે એમને નાગા ભૂખ્યા કર્યા છે ને ! મોટા ભાઈ ! આપણા રૂપાળા અલંકારોની ભીતરમાં એની ભૂખનાં ગીત ભર્યા છે.' અરે ! આ તો જ્ઞાનવાર્તા થઈ, એ તો દરે-દેવળે જ ઈએ ત્યારે કરીએ અથવા કોઈ જનકવિદેહી માટે રાખી મૂકીએ. એ મળ્યો તે ઠીક થયું. આ તો રોતી હતી ને પિયરિયાં મળ્યાં જેવું. ચાલો પહેલાં દેન દેવાનું કામ પતાવી લઈએ.’ ત્રણે જણાએ મળીને મરેલાં જીવને દેન દીધાં, પછી બંને ભાઈ એક ઘોડા પર ચડ્યા. પેલો ભોમિયો એમને પગપાળો અનુસરી રહ્યો, અજાણ્યા રસ્તે આટલા ભાર સાથે થોડો જોઈતો વેગ કરી શકતો નહોતો. દૂર દૂર ઝાંખા દીવા તબક્યા. વિજયસિંહે ભોમિયાને પૂછવું ; ‘પેલા આકાશના તારા છે કે કોઈ ગામના દીવા ?” ‘દીવા, હજૂર ! આજની રાત આપણે ત્યાં જ ગાળવાની છે !' ‘ત્યાં શું છે ?” ‘શિવ ભગવાનનું દેવળ છે. એને લોકો બૂરો દેવળ કહે છે, હજૂર !' ભોમિયાએ કહ્યું; ‘દેવળ ને વળી બૂરો દેવળ ! અલ્યા; જેમાં દેવ વસે એ તો સારું કહેવાય કે ભૂરું ! 6 n બૂરો દેવળ જય ને વિજય 7

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98