Book Title: Buro Deval Author(s): Jaibhikkhu Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 9
________________ 1 જય ને વિજય જ્યાં રાજપાટની તમામ ધનદોલત એક પાણીના પ્યાલા સાથે પણ સાટવી શકાય નહિ, એવું મારવાડનું એ ભૂખરું રણ હતું. એના પરથી વૈશાખ મહિનાની એક ધુસર સંધ્યા ધીરે ધીરે આથમતી હતી. દૂર, દૂર, ખેર ને બાવળનાં વન પાછળ સૂર્યનારાયણ મેર બેસતા હતા. એવે સમયે ઉંમરસુમરાનાં ઉજ્જડ ભૂખરાં મેદાનો પરથી બે ઘોડેસવારો તીરને વેગે વહી જતા હતા. ધરતીને મહામહેનતે છબતા અશ્વોના દાબલા ત્યાં ઠેર ઠેર વેરાયલા કોઈ પથ્થરની શિલાઓ કે ખંડેરના ટુકડાઓ સાથે અથડાતા, ત્યારે એમાંથી તારામંડળના તણખા ઝરતા. એકધારા વેગથી વહી જતા અો કોઈ વાર ધીરા પડતા, કે બંને અશ્વારોહીઓ તરત ચાબુકનો ઉપયોગ કરતા. અરે ! આવાં પૃથ્વીનાં વિમાન જેવાં જાતવંત ઘોડાં પર તે ચાબુકનો પ્રહાર હોય ? પણ અસવારોના મનનો વેગ અશ્વોના વેગ કરતાં પ્રચંડ હોય એમ લાગતો હતો. સંધ્યા ઊતરી આવી હતી, પણ તપેલી ધરતી હજી ઊની ઊની વરાળો કાઢી રહી હતી. ચારે તરફ પથરાના ઢગ વેરાયેલા હતા. કોઈ ઠેકાણે શૂરાપુરાના પાળિયા કે સતીમાતાના પંજા કોતરેલા પથ્થરના ટુકડા વેરાયેલા હતા. અહીંની સમૃદ્ધિમાં ભગ્ન મંદિરો ને ખંડેર મહેલોના એ અવશેષો હતા. એ ખંડેરોને અને પ્રવાસીઓનાં નેત્રોને એક સાથે ભરી દેતી રેતી પવનની લહરીઓ સાથે ઘૂમરી ખાતી ઊડતી હતી. આ બધી સૃષ્ટિ પર સોંસરવી નજર નાખતા, ને મનના દોર પર કંઈ મનસૂબા રચતા બંને અસવારો મૂંગા વહ્યા જતા હતા. બંને જણા લૂખા પડતા હોઠને સૂકી જીભથી પલાળવાનો વારંવાર પ્રયત્ન કરતા. બેમાંથી કંઈક નાના લાગતા અસવારની કમર પર ઠંડા પાણીની સુરાહી લટકતી હતી. એણે મોટા અસવારના ગ્રીષ્મની સૂકીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 98