________________
---- દિપ્રભા
-
-- તા. ૨૦-૧૨-૧૯
મ નન મધુ
પૂ. પંન્યાસજી મહારાજશ્રી કનકવિજય ગણિવર
(કેટલાક વાક્ય એવા મનન-ચિંતનના ગંભીર પરિપાકરૂપે હેપ છે કે વાંચનારને વાંચતા કે સાંભળનારને સાંભળતા હૈયા સાંસરવા ઉતરી અદ્ભુત અસર કરનારા હોય છે. તેવા ઉબેધક વાક પૂ પન્યાસજી મહારાજ શ્રી અહીં રજુ કરે છે.)
પવિત્રતાને ગાવે, માનવ મનને પામર તથા પંગુ બનાવે, એ પ્રેમ ન હોય, એ ગણાય કેવળ મનની ચંચળતા કે મોહની મૂઢતા !..
માનવીનું મોટું દુશ્મનપણે તેનું અજંપશું છે તે ઘવાતા માનવની મહત્તા ઢંકાઈ જતાં તેની શુદ્ધતા બહાર આવે છે.
તમારા જીવનને એવું ભવ્ય બનાવો કે તે ભવ્યતાને શોભાવનારૂં મૃત્યુ અમર બની જાય. કાર્ય સિદ્ધિનાં ફલે કુરબાનીની વેલ પર પાંગરે છે, એ ભુલશો નહિ
વાણી તે શબ્દને વિલાસ માત્ર બની શકે છે પણ એને સાક્ષાત વિકાસ તે મદ્દવર્તન પર જ આધાર રાખે છે.
વિશાળ મહેલમાં અને ભવ્ય પ્રાસાદમા મડાલનારાઓના મનની સંકડાશ જોઈને કેટલી વખત મનને થઈ આવે છે કે, શું દીવા પાછળ અંધારું તે આનું નામ હશે ? “
તમારે દુશ્મન ન હોય એવું જોઈએ છે? તે આટલું કરો, અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવા તેપાર બને.
સંહાર કરનાર બલ તે આસુરી શક્તિ છે, સર્જન કે રક્ષણ માટે ઉપયોગમાં આવતી તાકાત એનું જ નામ દૈવી શક્તિ.
તમારા સંયમને માપવા માટે તમારી પાસે સુખ આવે છે, અને શક્તિની કસોટી કરવા દુઃખ આવે છે, માનવ ! સાવધ રહેજે ! રમે ગોથું ખાઈ જતા.
એ સાચા શુર છે, જેનું હાસ્ય અને કેનાં આંસુ લૂછી શકે છે. સૌન્દર્ય-
સોની બૂમો શું મારો છે? સન્દર્ય તમારા આત્મામાં પડ્યું છે જેના ચિત્તમાં સંયમ છે ચક્ષુમાં પવિત્રતા છે અને વાણીમાં માધુર્ય છે તે સંસારમાં ડગલે ને પગલે સર્ષનાં દર્શન કરી શકે છે.
યૌવન નાવને સંસાર સાગરમાં વહેતું મૂકનાર એ નવયુવાન ! જરા સંભાળીને આગળ વધજે સંયમ અને સાવિતાના સઢ કે સુકાન વિના તારી નાવને તેકાના ખડકામાં અથડાઈ જતાં વાર નહિ લાગે !