Book Title: Bodhamrut Part 2 Author(s): Govardhandas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ જેને આપેલ તે પૂશ્રી બ્રહ્મચારીજીનાં શ્રીમુખેથી આ૫ને પરમકૃપાળુદેવનાં વચનામૃતનું થોડુંક વિવેચન ખાજાની ભૂકરીની જેમ સાંપડયું તે આપણું પરમ સદ્ભાગ્ય છે. તેઓશ્રી પરમકૃપાળુદેવનાં વચનામૃત સંબંધી જણાવે છે – “મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. કૃપાળુદેવનું જીવન તે ઘણાં જીવનચરિત્રો જેવું છે. એક ભવમાં ઘણા ભવને સરવાળો થયેલ છે. ખરું જીવન તે એમના પત્રો છે. આ કાળમાં એવા ગંભીર ભાવે કઈ લખી શક્યા નથી. એક એક પત્રમાં આ મોક્ષમાર્ગ મૂકી દીધું છે. એ સમજાય તે આપણું જીવન ઉત્તમ થાય.” સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.” જેમ જેમ ગરજ વધશે તેમ તેમ સમજાશે.” (પૃ. ૩૧૫, બોધામૃત). કૃપાળુદેવ મને જ કહે છે એ લક્ષ રાખીને “વચનામૃત” વાંચવું. મારે ઘેર જ કૃપાળુદેવ આવ્યા છે, એમ જાણવું.” (પૃ. ૧૪૩, બોધામૃત). ટૂંકામાં, આ “વચનામૃત-વિવેચન”ની અવગાહનાથી સતત અને સત્સમાગમની જે બલિહારી છે તે હૃદયંગમ થઈ વિવેચનની સાર્થકતા સમજાશે કે “સત્કૃતનાં વચન જ્ઞાનીનાં વચને છે. જીવને હિતકારી હોય તે જ કહે છે. શાસ્ત્રોમાં તે સામાન્યપણે હોય છે; પણ સત્કૃત તે એને જેવાં વચને જોઈએ તેવાં કહે છે, તેથી વધારે હિતકારી છે. મહાપુરુષનાં વચને, તેમનું ક્રિયાષ્ટિતપણું, સપુરુષની વૃત્તિ એ બધાનું સત્સમાગમમાં વિશેષપણું છે. શાસ્ત્રોમાં બધાને માટે સામાન્યપણે કહેવાયું હેય છે, પણ પ્રત્યક્ષ પુરુષના યેગે જે વચને કહેવાય છે તે ખાસ પિતાને માટે કહેવાય છે. શામાં પિતાની વૃત્તિ ઉપર આધાર છે. જે અર્થ થાય તેવે કરે. અને પુરુષના વચને હોય તેમાં પુરુષને આધારે સમજવાનું હોય છે. શાસ્ત્ર ગુરુપરંપરાથી સમજવાયેગ્ય છે.” (પૃ. ૩૪૯, વચનમૃત-વિવેચન). પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના બેધસંગ્રહમાંથી ઉપલબ્ધ આ છૂટક વિવેચન શ્રીમદ્ સજચંદ્ર વચનામૃત સમજવામાં ઉપયેગી હોવાથી અગાસ-આશ્રમ-પ્રકાશિત “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની આવૃત્તિના આંક અનુસાર તેને ક્રમ ગોઠવ્યું છે. છતાં સાથે બોધ જ્યાં થયેલ હોય તે સ્થળ અને મિતિ પણ મૂકેલ છે. ફચિત એકથી વધુ દિવસ ચાલેલું એક આંકનું વિવેચન હોય ત્યાં મુખ્ય એક મિતિ મૂકી છે. એથી આ વિવેચન-વિભાગ સાથે મૂળ વચનામૃત વાંચી વિચારવું સુગમ પડશે. આ વિભાગમાં સં. ૨૦૦૮ થી ૨૦૧૦ સુધીનું બધું વિવેચન શ્રી #કારે કરેલી નેંધમાંથી છે. તે અગાઉનું જે હોય તે અન્ય મુમુક્ષુઓએ કરેલી ધમાંથી છે એમ સમજવું. * * મોક્ષમાળાના ૧૦૮ પાઠનું વિવેચન આ પુસ્તકની પૂર્તિરૂપે જરા સુધારા વધારા સાથે જુદા પુસ્તકરૂપે હવે પછી પ્રગટ કરવામાં આવશે. –શાન્તિ પટેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 416