Book Title: Bhavna Bhav Vinashini ane Panch Parmeshthi Gun Darshan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 12
________________ અને સર્વથા સ્પર્શ વગેરેથી રહિત અમૂર્ત હોય છે. (૧૯) અગુરુલઘુ અવસ્થાને પામેલા શ્રી સિદ્ધપરમાત્માઓને નમ: ગોત્રકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધ-પરમાત્માઓમાં ભારે અથવા હળવા, ઊંચા અથવા નીચા-આવો વ્યવહાર થતો નથી. (૨૦) અનંત વીર્યથી શોભતા એવા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ અંતરાયકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓ અચિંત્ય અનંત સામર્થ્યના સ્વામી હોય છે. (૨૨) રસનેન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમ: સારા કે ખરાબ રસના અનુભવમાં હર્ષકે વિષાદ આચાર્ય ભગવંતો કરતા નથી. | (૨૩) ધ્રાણેન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમઃ સારા કે ખરાબ ગંધના અનુભવમાં હર્ષકે વિષાદઆચાર્યભગવંતો કરતા નથી. (૨૪) ચક્ષુ-ઇન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમઃ સારા કે ખરાબ રૂપાદિના અનુભવમાં આચાર્યભગવંતો હર્ષ કે વિષાદ કરતા નથી. (૨૫) શ્રવણેન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમઃ સારા કે ખરાબ શબ્દના અનુભવમાં આચાર્ય ભગવંતો હર્ષ કે વિષાદ કરતા નથી. આ રીતે પાંચ ઇન્દ્રિયોને વશ કરનારા આચાર્ય ભગવંતો હોય છે. ( શ્રી આચાર્યભગવંતના છત્રીશ ગણો | (૨૧) સ્પર્શનેન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમઃ સારા કે ખરાબ સ્પર્શના અનુભવમાં હર્ષકે વિષાદ આચાર્ય ભગવંતો કરતા નથી. ૪૩ (૨૬) સ્ત્રીઓ, પશુઓ અને નપુંસકોથી રહિત વસતિ(ઉપાશ્રયાદિ)ને ગ્રહણ કરનારા આચાર્ય ભગવંતને નમઃ ચોથા મહાવ્રતને મલિન કરનારી વસતિનો ત્યાગ કરી નિરવદ્ય વસતિમાં આચાર્ય ભગવંતો રહે છે. (૨૭) રાગાદિથી સ્ત્રીની સાથે વાતોનો ત્યાગ કરનારા આચાર્ય ભગવંતને નમઃ રાગાદિનો ત્યાગ કરવાપૂર્વક કામકથાદિનું વર્જન કરનારા આચાર્ય ભગવંતો ચોથા મહાવ્રતની બીજી વાડ (મર્યાદા)પાલન કરે છે. (૨૮) સ્ત્રીઓએ ગ્રહણ કરેલા આસનાદિ ઉપર બે ઘડી સુધી નહીં બેસવા સ્વરૂપ ચોથા મહાવ્રતની ત્રીજી વાડનું પાલન કરનારા આચાર્ય ભગવંતને નમઃ વિકારના કારણ સ્વરૂપ જગ્યામાં કે આસનાદિ ઉપર બેસવાનો ત્યાગ કરનારા આચાર્ય ભગવંતો ચોથા મહાવ્રતનું વિશુદ્ધ રીતે પાલન કરે છે. (૨૯) રાગને આધીન બની સ્ત્રીના શરીરને નહીં જોનારા આચાર્યભગવંતને નમઃ - સ્ત્રીઓ પ્રત્યેકુષ્ટિનો ત્યાગ કરી ચોથા મહાવ્રતની ચોથી વાડનું આચાર્ય ભગવંતો ખૂબ જ ઉપયોગપૂર્વક પાલન કરે છે. (૩૦) એક જ દિવાલના અંતરે જ્યાં મૈથુનની ક્રિયા વગેરે થતી હોય એવી જગ્યામાં નહીં રહેનારા આચાર્યભગવંતને નમઃ સ્ત્રી-પુરુષના વિલાસાદિને જોવા કે સાંભળવાના નિમિત્તનો ત્યાગ કરી ચોથા મહાવ્રતની પાંચમી વાડનું આચાર્ય ભગવંતો પાલન કરે છે. (૩૧) પૂર્વે સેવેલા કામ-ભોગનું સ્મરણ નહીં કરનારા આચાર્યભગવંતને નમઃ સ્મરણાદિ દ્વારા પણ ચોથા મહાવ્રતની સ્કૂલના ન થાય-એનું આચાર્ય ભગવંતો સતત ધ્યાન રાખે છે. ૪૫ ૪૬

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18