Book Title: Bhavna Bhav Vinashini ane Panch Parmeshthi Gun Darshan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 11
________________ (૬) ભામંડલસ્વરૂપ છઠ્ઠા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ દેવાધિદેવના મુખકમલને સારી રીતે જોઈ શકાય એ માટે તેઓશ્રીના મસ્તકની પાછળ અત્યંત તેજસ્વી એવું મંડળ દેવતાઓ રચે છે. દુંદુભિ સ્વરૂપ સાતમા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ સમવસરણમાં દેવતાઓ દુંદુભિના નાદથી; દેવાધિદેવના ટોણ જગતના સામ્રાજ્યને જણાવતા ન હોય- એવું લાગે છે. છત્ર સ્વરૂપ આઠમા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ સમવસરણમાં ચારે દિશામાં શ્રી અરિહંત પરમાત્માના મસ્તક ઉપર ત્રણ ઉજજવળ છત્રો દેવતાઓ રચે છે. (૯) અપાયાપગમાતિશયથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ દેવાધિદેવના વિહાર વખતે કુલ સવાસો યોજન જેટલા ક્ષેત્રમાં મારી મરકી વગેરે ઉપદ્રવો નષ્ટ થાય છે, દુષ્કાળ વગેરે થતા નથી અને દેવાધિદેવ સર્વ દોષોથી રહિત હોય છે. (૧૦) જ્ઞાનાતિશયથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ પંચમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવાથી દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા સર્વથા અજ્ઞાનથી રહિત અને સમગ્ર જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. (૧૧) પૂજાતિશયથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી દેવાધિદેવની ૬૪ ઇન્દ્રાદિ દેવતાઓ, અસુરો અને રાજા-મહારાજાઓ જે પૂજા કરે છે તેને પૂજાતિશય કહેવાય છે. (૧૨) વચનાતિશયથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમ: ૩૯ ४० દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતની વાણીને દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજે છે એ શ્રી વીતરાગ પરમાત્માનો વચનાતિશય છે... શ્રી સિદ્ધપરમાત્માના આઠ ગુણો (૧૩) અનંત જ્ઞાનથી શોભતા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ જ્ઞાનાવરણીયકર્મના સંપૂર્ણ ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અનંતજ્ઞાન પ્રાપ્ત થયેલું છે. (૧૪) અનંત દર્શનથી શોભતા શ્રી સિદ્ધ પરમાત્માઓને નમઃ | દર્શનાવરણીયકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અનંતદર્શન પ્રાપ્ત થયેલું છે. (૧૫) અવ્યાબાધ સુખના સ્વામી શ્રી સિદ્ધ પરમાત્માઓને નમ: વેદનીયકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થઈ છે. (૧૬) અનંત ચારિત્રથી શોભતા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ મોહનીયકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અનંત ચારિત્ર મળે છે. જે પોતાના ગુણમાં સ્થિરતા છે-તે જ અહીં ચારિત્ર છે. (૧૭) અક્ષયસ્થિતિને પામેલા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ આયુષ્યકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અક્ષય-સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેથી જન્મ-મરણાદિનાં દુ:ખોથી તેઓ સર્વથા મુક્ત છે. (૧૮) અરૂપી એવા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ નામકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓ રૂપરહિત, રસરહિત ૪૧ ૪૨

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18