Book Title: Bhavna Bhav Vinashini ane Panch Parmeshthi Gun Darshan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 15
________________ ખૂબ જ સારી રીતે પોતાનાં અંગઉપાંગને સંકોચીને બેસનારા આચાર્ય ભગવંતો કાયાની દુષ્ટપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરે છે. (શ્રી ઉપાધ્યાય ભગવંતોના પચીસ ગુણો (૫૭) શ્રી આચારાંગ સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૫૮) શ્રી સૂયગડાંગ સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (પ) શ્રી ઠાણાંગ સૂત્રોના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૦) શ્રી સમવાયાંગ સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૧) શ્રી ભગવતી સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૨) શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૩) શ્રી ઉપાસકદશાંગ સૂત્રોના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૪) શ્રી અંતગડદશાંગ સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૫) શ્રી અનુત્તરોપપાતિક સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૬) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૭) શ્રી વિપાક સૂત્રોના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ શ્રીમદ્ ગણધર ભગવંતોએ સૂરાથી ગૂંથેલાં બાર અંગમાંથી આજે માત્ર અગિયાર અંગ જ વિદ્યમાન છે. બારમા અંગની અપેક્ષાએ વિદ્યમાન એ અંગોની કોઇ ગણના ન હોવા છતાં આપણા માટે એ અગિયાર અંગોનું જ્ઞાન અગાધ છે. એ અગિયાર અંગના સમર્થજ્ઞાતા ઉપાધ્યાય ભગવંતો યોગ્ય જીવોને ખૂબ ૫૫ પક જ અપ્રમત્તપણે મુખ્યતાએ સૂત્રનું અધ્યયન કરાવતા હોય છે. (૬૮) શ્રી ઉવવા સૂત્રોના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૯) શ્રી રાયપાસેણી સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૦) શ્રી જીવાભિગમ સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમ: (૭૧) શ્રી પન્નવણા સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમ: (૭૨) શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રના જ્ઞાતા એવા | ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૩) શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૪) શ્રી સૂરપન્નત્તિ સૂત્રોના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૫) શ્રી કપ્પિયા સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૬) શ્રી કષ્પવયંસિયા સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમ: (૭૭) શ્રી પુફિયા સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમ: (૭૮) શ્રી પુફચૂલિયા સુત્રોના જ્ઞાતા એવા | ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૯) શ્રી વનિદશાંગ સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ અંગમાં જણાવેલા અર્થનું નિરૂપણ કરવા માટે પૂર્વાચાર્યોએ રચેલાં બાર ઉપાંગોના સમર્થ જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતો યોગ્ય જીવોને એ ઉપાંગો ખૂબ જ સુંદર રીતે ભણાવવામાં તત્પર હોય છે. (૮૦) ચરણસિત્તરીના વિશુદ્ધ પાલનને કરનારા ઉપાધ્યાય ભગવંતને નમઃ પાંચ મહાવ્રતો : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી સર્વથા વિરામ પામવું તે. ૫૭. ૫૮

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18