Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 6
________________ અનુવાદકની પ્રસ્તાવના ભારતીય ધર્મ, દર્શન અને સંસ્કૃતિના સમર્થ ચિન્તક, કુશલ દ્રષ્ટા, પ્રાજ્ઞ પુરુષ પંડિત સુખલાલજીના વિચારપ્રેરક આજ સુધી ગુજરાતીમાં અનૂદિત થયા વિના રહેલા નવ મહત્ત્વના હિંદી લેખોનો સૌપ્રથમ ગુજરાતી અનુવાદ લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દ્વારા પ્રકાશિત થાય છે, એનો મને આનંદ છે. પ્રથમ પ્રકરણ “ધર્મનું બીજ અને તેનો વિકાસનો મૂળ હિંદી લેખ ધર્મ ગૌર સમાન નામના સંગ્રહગ્રન્થ માટે ૧૯૫૧માં લખાયો છે. બીજા પ્રકરણ “ધર્મ અને સંસ્કૃતિનો મૂળ હિંદી લેખ નયા સમાન માટે ૧૯૪૮માં લખાયો છે. ત્રીજા પ્રકરણ “ધર્મ અને બુદ્ધિનો મૂળ હિંદી લેખ પંડિતજીએ મોસવાન નવયુવક માટે ૧૯૩૬માં લખ્યો છે. ચોથા પ્રકરણ “વિકાસનું મુખ્ય સાધન’નો મૂળ હિંદી લેખ પંડિતજીએ સપૂનદ્ મનન્દન ગ્રન્થ માટે ૧૯૫૦માં લખ્યો છે. પાંચમા પ્રકરણ યોગવિદ્યાનો મૂળ હિંદી લેખ યોનિ -યોજાવિદ્ ની ભૂમિકારૂપે ૧૯૨૨માં લખાયો છે. છઠ્ઠા પ્રકરણ “જીવનદષ્ટિમાં મૌલિક પરિવર્તનનો - મૂળ હિંદી લેખ નયા સમાન માટે ૧૯૪૮માં લખાયો છે. સાતમા પ્રકરણ ‘વિશ્વશાન્તિ અને જૈનધર્મનો મૂળ હિંદી લેખ “વિશ્વશક્તિવાહી સત્તના ગૌર જૈન પરમ્પરા' એ શીર્ષકથી ૧૯૪૯માં ભરાયેલા વિશ્વશાન્તિવાદી સમેલન માટે લખાયેલ છે. આઠમા પ્રકરણ “ગાંધીજીનું જૈનધર્મને ૧. આ હિંદી લેખો તેમના હિંદી લેખોના સંગ્રહગ્રન્થ ‘ર્શન ગૌર વિત્તન'માં સંગૃહીત છે. ૨. સર્વત્ર ઈ.સ. સમજવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 160