Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 8
________________ અનુવાદકની પ્રસ્તાવના પારમાર્થિક ધર્મ આંતરિક હોઈ બહાર દેખાતો નથી. વ્યાવહારિક ધર્મમાં શાસ્ત્ર, શાસ્ત્રવ્યાખ્યાતા ગુરુ, તીર્થ, મંદિર, ક્રિયાકાંડો, ઉપાસનાઓ અને ક્રિયાકાંડો તેમ જ ઉપાસનાઓના ઉપર નભનાર વર્ગ સમાવેશ પામે છે. આ વ્યાવહારિક ધર્મ બાહ્ય હોઈ પરપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મને પોષક ન હોય એવો વ્યાવહારિક ધર્મ અવરોધરૂપ છે. જ્યાં સુધી દેહમાં આત્મા હોય કે દેહ દ્વારા આત્મા વ્યક્ત થતો હોય ત્યાં સુધી દેહની સારસંભાળ કરીએ છીએ પરંતુ જેવો દેહમાંથી આત્મા ચાલ્યો જાય તેવો જ આપણે તેને કૂટીબાળીએ છીએ. આવું જ ધર્મદહનું થવું જોઈએ એમ પંડિતજી ભારપૂર્વક કહે છે. ધર્મનો આત્મા ચાલ્યો ગયો હોવા છતાં આત્મા વિના જડ થઈ ગયેલા ક્રિયાકાંડોને આપણે વળગી રહીએ છીએ એ પંડિતજીને મન ધર્મક્ષેત્રમાં મોટી આફત છે. પંડિતજી જણાવે છે કે : “દેહ અનેક અને જુદાજુદા છે જે દ્વારા એક આત્મા વ્યક્ત થાય છે; અથવા એક જ આત્મા અનેક દેહોમાં જીવનને પોષે છે, જીવનને વહાવે છે. તાત્ત્વિક યા પારમાર્થિક ધર્મમાં મતભેદને અવકાશ નથી જયારે વ્યાવહારિક ધર્મમાં મતભેદ અનિવાર્ય છે. પરંતુ જેઓ તાત્ત્વિક અને વ્યાવહારિક ધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજે છે તેમને વ્યાવહારિક ધર્મના મતભેદો ક્લેશવર્ધક તરીકે સ્પર્શી શકતા નથી. બાહ્ય આચારો કે વ્યવહારો, નિયમો કે રીતરિવાજોની ધર્મેતા કે અધર્મતાની કસોટી એ તાત્ત્વિક ધર્મ જ હોઈ શકે.” ધર્મપંથી ધર્મનો આત્મા, જે ધર્મદહો દ્વારા વ્યક્ત થાય છે તે ધર્મપંથો છે. આમ હોય તો પ્રશ્ન ઊઠે છે કે – ધર્મના એક જ આત્માને ધારણ કરવાનો દાવો કરનાર જુદા જુદા ધર્મપંથોના જુદા જુદા દેહો અંદરોઅંદર કેમ લડે છે? આનો ઉત્તર પંડિતજીના પોતાના જ શબ્દોમાં આ રહ્યો : “નિરીક્ષણ કરનાર અને વિચાર કરનારને સ્પષ્ટ જણાશે કે પંથો જયારે આત્મા વિનાના મડદા જેવા થઈ કોહવા માંડે છે અને તેમનામાંથી આત્માનું નૂર ૧. એજન, પૃ.૨૨-૨૪, ૩૬-૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 160