Book Title: Bharatni Yogvidya ane Jivan ma Dharm Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 7
________________ ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ પ્રદાનનો મૂળ હિંદી લેખ ૧૯૪૮માં લખાયેલ છે. નવમા પ્રકરણ ધર્મ અને વિદ્યાનું તીર્થ – વૈશાલીનો મૂળ હિંદી લેખ તો પંડિતજીએ ૧૯૫૩માં વૈશાલીસંઘ દ્વારા આયોજિત ભગવાન મહાવીર જયન્તીના અવસર ઉપર આપેલું અધ્યક્ષીય વ્યાખ્યાન છે. પંડિતજી સત્યશોધક હતા તેમ જ સત્યને જીવનમાં ઉતારનાર પણ હતા. તેમણે ધર્મોનો અભ્યાસ સત્યશોધકની દૃષ્ટિથી તેમ જ ધર્મને સત્ત્વને જીવનમાં ઉતારવાના આશયથી કર્યો. ઉદાર અને સમન્વયગામી દષ્ટિ ખીલે એ ખાતર તુલનાત્મક પદ્ધતિથી ઐતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ કરવાનું તેમણે પસંદ કર્યું. ધર્મ એમને મન જીવવાની વસ્તુ હોઈ, વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સંદર્ભમાં તેમણે ધર્મની વિચારણા કરી છે તેમ જ વર્તમાન સમસ્યાઓમાં ધર્મનો વિનિયોગ કેમ કરવો તેનું પ્રગટ દિશાસૂચન તેમણે કરેલ છે. ધર્મનાં વિવિધ પાસાંઓ પર તેમણે વિચારપૂત અને મૌલિક લખ્યું છે. અનેક મુદ્દાઓ પર સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વકનું અને અનુભવના રણકારવાળું તેમનું લખાણ હૃદયસોંસરું નીકળી જાય તેવું છે. એમનાં લખાણોમાં અભ્યાસ, અવલોકન, પૃથક્કરણ, કલ્પના સામર્થ્ય, હૃદયમંથન, નીડરપણું અને માનવતાના ઉત્કર્ષ માટેની ઝંખના પદે પદે દૃષ્ટિગોચર થાય છે. ધર્મ વિશે તેમણે જે અધ્યયન-ચિંતન કરેલું છે, તેમાંનું ઘણું તેમના ગુજરાતી દર્શન અને ચિત્તન’ અને હિંદી ‘ર્શન સૌર વિન્તનમાં સંગૃહીત થયેલું છે. આ પ્રસ્તાવનાનો આધાર તે છે. ધર્મના બે રૂપ – બાહ્ય અને આભ્યન્તર ધર્મના બે રૂપ છે – બાહ્ય અને આભ્યન્તર. આભ્યન્તર રૂપને પંડિતજી પારમાર્થિક ધર્મ, ધર્મનો આત્મા ગણે છે, જયારે બાહ્ય રૂપને વ્યાવહારિક ધર્મ, ધર્મનો દેહ ગણે છે. સત્યની તાલાવેલી, વિવેકી સમભાવ અને એ બે તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર એ જ પારમાર્થિક ધર્મ છે. પારમાર્થિક ધર્મ એ સદ્ગુણોના વિકાસરૂપ છે. ૧. ‘દર્શન અને ચિત્તન', ભાગ-૧, પૃ.૨૮, પર-પ૩, ૧૨૨. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 160