________________
પ્રકાશકીય
યોગ અને ધર્મ એ ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમા વિષયો છે. આ બન્ને વિષયો વગર ભારતીય સંસ્કૃતિની કલ્પના કરવી શક્ય નથી. પ્રાચીનકાળથી જ આ બન્ને વિષયો ઉપર ચિંતન થતું રહ્યું છે. યોગ અને ધર્મ, બન્ને માનવજીવનના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ એ બન્નેને વિશુદ્ધ રૂપે જાણવાની અને સમજવાની આવશ્યકતા છે. તે માટે પ્રાચીન સાહિત્યનો અભ્યાસ અને વિશાળ દૃષ્ટિની પણ આવશ્યકતા છે.
પંડિત સુખલાલજી ભારતીય ધર્મ સાહિત્યના, દર્શનોના મર્મજ્ઞ વિદ્વાન હતા. તેમના વિવિધ વિષયો ઉપરના લેખો જુદા જુદા સ્થળેથી પ્રકાશિત થયેલા છે. બધા જ લેખો દર્શન અને ચિંતન(હિન્દી)માં પણ પ્રકાશિત થયા છે. તેમાંથી યોગ અને ધર્મ ઉપર લખાયેલા લેખોમાંથી ચૂંટી કાઢેલા નવ લેખો અહીં પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે.
“ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ” પુસ્તક પ્રકાશિત કરતા અને આનંદ અનુભવીએ છીએ. આ પુસ્તકમાં યોગ અને ધર્મ ઉપર ચિંતનાત્મક, સંશોધનાત્મક અને તુલનાત્મક દૃષ્ટિથી લખાયેલ નવ લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
હિન્દી લેખોનો ગુજરાતી અનુવાદ પ્રો. નગીનદાસ જે. શાહે કર્યો છે. પ્રો.નગીનદાસ પંડિત સુખલાલના શિષ્ય અને ધર્મ-દર્શનશાસ્ત્રના વિદ્વાન હતા. તેમણે આજીવન વિદ્યાસાધના કરી અનેક ગ્રંથો પ્રકાશિત કર્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org