Book Title: Bharat ane Bahubali
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 4
________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ આ બનાવની સ્મૃતિમાં દક્ષિણ ભારતમાં બેંગલોર નજીક શ્રવણ બેલગોડામાં બાહુબલિની પ૭ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ બનાવવામાં આવી. જેના ઉપર દર 12 વર્ષે મહાઅભિષેક કરવા દેશ-પરદેશથી હજારો જૈનો ત્યાં આવે છે. આ શિલ્પ એકજ પથ્થરમાંથી બનાવેલું લગભગ 1000 વર્ષ જૂનું છે. યાત્રીઓ અને મુલાકાતીઓ આ અદ્દભુત મૂર્તિને જોવા આવે છે. ખુલ્લા આકાશ નીચે હોવા છતાં હજુ આ મૂર્તિ અણીશુદ્ધ ઊભી છે. આ સમય દરમિયાન ભારત વિશ્વના ચક્રવર્તી બન્યા. આ અવસર્પિણી કાળના તે પ્રથમ ચક્રવર્તી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન પ્રજા સુખી હતી. ભારત તે સમયે ભારતવર્ષ (ભરતવર્ષ) તરીકે જાણીતું બન્યું. ભરત પણ બધી જ રીતે સુખી હતા. તેમણે ઘણો લાંબો સમય રાજ્ય કર્યું. એકવાર એમના હાથની આંગળી પરથી વીંટી નીકળીને નીચે પડી ગઈ. વીંટી વિનાની આંગળી શોભતી નહોતી. જિજ્ઞાસા ખાતર તેમણે શોભા આપતા બધા જ આભૂષણો તથા રાજમુગટ કાઢી નાંખ્યા. અરીસામાં જોયું તો તે પહેલાં જેવા સુંદર નહોતા લાગતા. આથી એમના મગજમાં વિચારની હારમાળા ચાલવા લાગી. “હું મારી જાતને સુંદર અને સશક્ત માનું છું પણ એ શોભા તો આ દાગીનાના પ્રતાપે છે, જે શરીરનો ભાગ નથી અને શરીર પણ કેવળ હાડ-માંસનું જ બનેલું છે. તો પછી એ શરીરની આટલી બધી માયા શા માટે? આ શરીર કાયમ રહેવાનું નથી. બધું પાછળ છોડી જ દેવાનું છે. કાયમ રહે એવો તો એક આત્મા જ છે.” એમણે એક મહત્ત્વનો નિર્ણય કર્યો. “આ ક્ષણભંગુર નાશવંત વસ્તુઓનો ત્યાગ કરી પિતાની જેમ શાશ્વત આત્માને જ કેમ ન આરાધું?” આમ દુન્યવી સુખો પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ. શ્વેતાંબર પરંપરા પ્રમાણે એમની વિચારધારા ઉત્તરોત્તર શુદ્ધ થતાં એમને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તે જ સમયે તેમને કેવળજ્ઞાન આરીસાભુવનમાં થયું. દિગંબર પરંપરા પ્રમાણે સંસારનો ત્યાગ કરી સાધુ થયા અને તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને આયુષ્ય પૂરુ થતાં મુક્તિ મળી ગઈ. અહંકાર અને ગ્રાહ્મસાક્ષાત્કાર પર પ્રકાશ પાડતી આ વાત છે. અભિમાન અન્ને સ્મહંકારથી માણસ નકારાત્મક કમ બાંધે છે અને તે આ વાતમાં બતાવ્યા પ્રમાણે સંહારક વર્તણૂંક કરૅ છે. અહંકાર ગુરક્ષાનું કારણ બને છે અને તે અબૌદ્ધિક કાર્યો કરવા પ્રેર્જે છે. આત્મસાક્ષાત્કાર અને સવૅતાના માર્ગ પર અહંકાર અને અભિમાન પર વિજય મેળવવો પડે છે. જૈનધર્મનો પાયાનો સિદ્ધાંત નમ્રતાનો ગુણ સહુઍ કેળવવો જોઈએ. 66 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4