Book Title: Bharat ane Bahubali
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ ભરત અને બાહુબલિ આમને આમ એક વર્ષ પસાર થઈ ગયું. પણ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ કારણ કે અભિમાન છોડ્યા વગર કેવળજ્ઞાન થાય નહિ. તેમને સાચા રસ્તે લાવવા માટે આખરે ભગવાન ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરીને મોકલ્યાં. તેઓએ જોયું તો બાહુબલિ એક ખડક જેમ અચળ ઊભા ઊભા ધ્યાન કરી રહ્યા છે. બંને બહેનોએ શાંતિથી બાહુબલિને સમજાવ્યું કે હાથી પર સવાર થવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય. તે માટે તો નીચે ઉતરવું પડે. બહેનોનો પરિચિત અવાજ કાને પડતાં જ તેણે આંખો ખોલી. તે હાથી પર તો બેઠા જ હતા નહિ. ઘડીવાર તો તેમને બહેનોની વાત સમજાઈ નહિ પછી તેમને ખ્યાલ આવ્યો કે અભિમાન રૂપી હાથીની આ વાત છે. તરત જ મનમાંથી અભિમાન કાઢી નાંખ્યું અને ભગવાન ઋષભદેવ પાસે જઈ ૯૮ નાના ભાઈઓને વંદન કરવાનું વિચાર્યું. હવે અભિમાન ઓગળી ગયું. અને નમ્રતાએ તેનું સ્થાન લીધું. કેવળજ્ઞાનની તરત જ પ્રાપ્તિ થઈ અને તેઓ સર્વજ્ઞ બન્યા. દિગંબર પરંપરા પ્રમાણે આ યુગમાં સંસારથી મુક્તિ મેળવનારા બાહુબલિ પ્રથમ હતા. (શ્વેતાંબર માન્યતા પ્રમાણે ઋષભદેવના માતા મરુદેવીએ સૌ પ્રથમ સંસારમાંથી આ યુગમાં મુક્તિ મેળવી હતી.) શ્રવણ બેલમોડામાં બાહુબલિની મૂર્તિ જૈન કથા સંગ્રહ 65

Loading...

Page Navigation
1 2 3 4