Book Title: Bharat ane Bahubali Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 1
________________ ભરત અને બાહુબલિ ૧૩. ભરત અને બાહુર્માલ ભગવાન ઋદૈવ અથવા આદિનાથ સંસારને છોડ્યા પહેલાં રાજા પભુદેવ તરીકે ઓળખાતા હતા. તેમને સુમંગલા અને સુનંદા નામે બે રાણી હતી. સુમંગલાથી ૯૯ પુત્રો થયા હતા. જેમાં ભરત સૌથી મોટો અને સુવિખ્યાત હતો તથા બ્રાહ્મી નામે એક દીકરી હતી. સુનંદાને બાહુબલિ નામે એક દીકરો અને સુંદરી નામે એક દીકરી હતી. સહુને તમામ પ્રકારના વ્યવસાય અને કળામાં યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. ભરત મહાન યોદ્ધો અને કુશળ રાજકારણી બન્યો. બાહુબલિ ઊંચો મજબૂત બાંધાનો સંસ્કારી યુવક હતો. બાહુ એટલે બાવડા અને બિલ એટલે તાકાતવાન. જેના બાવડામાં ખૂબ જ તાકાત છે તે બાહુબલિ. બ્રાહ્મી સાહિત્યિક કળામાં ખુબ જ પ્રવીણ હતી. તેણે બ્રાહ્મી નામની લિપિ પ્રચલિત કરી હતી. સુંદરી ગતિ વિદ્યામાં કાબેલ હતી. ભગવાન ઋષભદેવ સર્વજ્ઞ બન્યા એટલે બંને દીકરીએ પણ સંસારનો ત્યાગ કરી તેમની શિષ્યા થઈ ગઈ. રાજા તરીકે ઋષભદેવના માથે વિશાળ રાજ્યની જવાબદારી હતી. સર્વજ્ઞ થયા પછી વિનિતા શહેર જે પછીથી અયોધ્યા તરીકે ઓળખાતું તે ભરતને આપ્યું અને તક્ષશિલા (દિગંબર હસ્તપ્રત પ્રમાણે પોતનપુર) બાહુબલિને આપ્યું. બાકીના દીકરાઓને વિશાળ રાજ્યના જુદા જુદા ભાગો આપ્યા. ભરત ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતો. તે આખા વિશ્વનો સમ્રાટ બનવા માંગતો હતો. આ હેતુથી તેણે સુદ્દઢ સૈન્ય વિકસાવ્યું અને યુદ્ધ માટેના આધુનિક સાધનો વિકસાવ્યા. તેની પાસે ચક્રરત્ન નામનું અલૌકિક સાધન હતું જે કદાપિ નિશાન ચૂકતું નહિ. કોઈની પાસે તેના જેવું કસાયેલું સૈન્ય ન હોવાથી તેણે એક પછી એક વિનિતાની આજુબાજુના રાજ્યો સહેલાઈથી જીતી લીધા. તેના ૯૮ ભાઈઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા સમજાવ્યા. તેઓ ભગવાન ઋષભદેવ પાસે શું કરવું તેની સલાહ માટે મળ્યા. ભગવાને સમજાવ્યું કે બહારના દુશ્મનોને જીતવાનો કોઇ અર્થ નથી, ખરી જીત તો અંદરના દુશ્મનો ઉપર મેળવવાની છે. સાચું સામ્રાજ્ય મુક્તિમાં રહેલું છે તેમ સમજાવ્યું. ભાઈ સાથેના યુદ્ધની નિરર્થકતા તેઓને સમજાઈ ગઈ, અને પોતાના તમામ રાજ્યો ભરતને સુપ્રત કરી દીધા. રાજપાટ તેમજ સંસાર છોડીને તેઓ ભગવાન ઋષભદેવના શિષ્ય બની ગયા. હવે એકલા બાહુબલિને જ જીતવાનો બાકી હતો. તે કોઈપણ સંજોગોમાં તાબે થવા તૈયાર ન હતો. પિતા તરફથી મળેલું રાજ્ય યોગ્ય રીતે ચલાવવા તેના આગવા દૃષ્ટિકોણ હતા. તેનામાં દુશ્મનો સામે લડવાની તાકાત અને શક્તિ હતાં. તેથી જ્યારે ભરત તરફથી આશ્રિત રાજવી તરીકે રહેવાનું કહેણ આવ્યું તો તે ન સ્વીકારતા યુદ્ધ કરવાની તૈયારી કરી. બંને ભાઈઓ તાકાતવાન હતા, તેથી યુદ્ધ લાંબુ ચાલશે અને મોટા પાયે લોહી રેડાશે તેવી આશંકાથી બંને પક્ષના સલાહકારોએ આ મહાન સંગ્રામ અટકાવવા ઘણાં પ્રયત્નો કર્યા પણ બેમાંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર ન હતા. છેલ્લા પ્રયત્ન રૂપે તેમના સલાહકારોએ સૂચવ્યું કે તમારા બેમાંથી કોણ શ્રેષ્ઠ છે એ જ જો નક્કી કરવાનું હોય તો બીનજરૂરી લોહી વહેવડાવ્યા વિના તમે બંને લડાઈ કરો અને વિજેતાને સર્વોપરિ બનાવો. બંનેને લાગ્યું કે આ ઉત્તમ વિચાર છે અને તેથી બંને સહમત થયા. દ્વંદ્વયુદ્ધથી વિજેતા સારી રીતે નક્કી થશે. જૈન થા સંગ્રહ 63Page Navigation
1 2 3 4