Book Title: Bharat ane Bahubali
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201013/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભરત અને બાહુબલિ ૧૩. ભરત અને બાહુર્માલ ભગવાન ઋદૈવ અથવા આદિનાથ સંસારને છોડ્યા પહેલાં રાજા પભુદેવ તરીકે ઓળખાતા હતા. તેમને સુમંગલા અને સુનંદા નામે બે રાણી હતી. સુમંગલાથી ૯૯ પુત્રો થયા હતા. જેમાં ભરત સૌથી મોટો અને સુવિખ્યાત હતો તથા બ્રાહ્મી નામે એક દીકરી હતી. સુનંદાને બાહુબલિ નામે એક દીકરો અને સુંદરી નામે એક દીકરી હતી. સહુને તમામ પ્રકારના વ્યવસાય અને કળામાં યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. ભરત મહાન યોદ્ધો અને કુશળ રાજકારણી બન્યો. બાહુબલિ ઊંચો મજબૂત બાંધાનો સંસ્કારી યુવક હતો. બાહુ એટલે બાવડા અને બિલ એટલે તાકાતવાન. જેના બાવડામાં ખૂબ જ તાકાત છે તે બાહુબલિ. બ્રાહ્મી સાહિત્યિક કળામાં ખુબ જ પ્રવીણ હતી. તેણે બ્રાહ્મી નામની લિપિ પ્રચલિત કરી હતી. સુંદરી ગતિ વિદ્યામાં કાબેલ હતી. ભગવાન ઋષભદેવ સર્વજ્ઞ બન્યા એટલે બંને દીકરીએ પણ સંસારનો ત્યાગ કરી તેમની શિષ્યા થઈ ગઈ. રાજા તરીકે ઋષભદેવના માથે વિશાળ રાજ્યની જવાબદારી હતી. સર્વજ્ઞ થયા પછી વિનિતા શહેર જે પછીથી અયોધ્યા તરીકે ઓળખાતું તે ભરતને આપ્યું અને તક્ષશિલા (દિગંબર હસ્તપ્રત પ્રમાણે પોતનપુર) બાહુબલિને આપ્યું. બાકીના દીકરાઓને વિશાળ રાજ્યના જુદા જુદા ભાગો આપ્યા. ભરત ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતો. તે આખા વિશ્વનો સમ્રાટ બનવા માંગતો હતો. આ હેતુથી તેણે સુદ્દઢ સૈન્ય વિકસાવ્યું અને યુદ્ધ માટેના આધુનિક સાધનો વિકસાવ્યા. તેની પાસે ચક્રરત્ન નામનું અલૌકિક સાધન હતું જે કદાપિ નિશાન ચૂકતું નહિ. કોઈની પાસે તેના જેવું કસાયેલું સૈન્ય ન હોવાથી તેણે એક પછી એક વિનિતાની આજુબાજુના રાજ્યો સહેલાઈથી જીતી લીધા. તેના ૯૮ ભાઈઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા સમજાવ્યા. તેઓ ભગવાન ઋષભદેવ પાસે શું કરવું તેની સલાહ માટે મળ્યા. ભગવાને સમજાવ્યું કે બહારના દુશ્મનોને જીતવાનો કોઇ અર્થ નથી, ખરી જીત તો અંદરના દુશ્મનો ઉપર મેળવવાની છે. સાચું સામ્રાજ્ય મુક્તિમાં રહેલું છે તેમ સમજાવ્યું. ભાઈ સાથેના યુદ્ધની નિરર્થકતા તેઓને સમજાઈ ગઈ, અને પોતાના તમામ રાજ્યો ભરતને સુપ્રત કરી દીધા. રાજપાટ તેમજ સંસાર છોડીને તેઓ ભગવાન ઋષભદેવના શિષ્ય બની ગયા. હવે એકલા બાહુબલિને જ જીતવાનો બાકી હતો. તે કોઈપણ સંજોગોમાં તાબે થવા તૈયાર ન હતો. પિતા તરફથી મળેલું રાજ્ય યોગ્ય રીતે ચલાવવા તેના આગવા દૃષ્ટિકોણ હતા. તેનામાં દુશ્મનો સામે લડવાની તાકાત અને શક્તિ હતાં. તેથી જ્યારે ભરત તરફથી આશ્રિત રાજવી તરીકે રહેવાનું કહેણ આવ્યું તો તે ન સ્વીકારતા યુદ્ધ કરવાની તૈયારી કરી. બંને ભાઈઓ તાકાતવાન હતા, તેથી યુદ્ધ લાંબુ ચાલશે અને મોટા પાયે લોહી રેડાશે તેવી આશંકાથી બંને પક્ષના સલાહકારોએ આ મહાન સંગ્રામ અટકાવવા ઘણાં પ્રયત્નો કર્યા પણ બેમાંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર ન હતા. છેલ્લા પ્રયત્ન રૂપે તેમના સલાહકારોએ સૂચવ્યું કે તમારા બેમાંથી કોણ શ્રેષ્ઠ છે એ જ જો નક્કી કરવાનું હોય તો બીનજરૂરી લોહી વહેવડાવ્યા વિના તમે બંને લડાઈ કરો અને વિજેતાને સર્વોપરિ બનાવો. બંનેને લાગ્યું કે આ ઉત્તમ વિચાર છે અને તેથી બંને સહમત થયા. દ્વંદ્વયુદ્ધથી વિજેતા સારી રીતે નક્કી થશે. જૈન થા સંગ્રહ 63 Page #2 -------------------------------------------------------------------------- ________________ 64 ભગવાન મહાવીરના સમય પહેલાની થાઓ બંનેએ દ્વન્દ્વયુદ્ધના નિયમો જાણ્યા અને કબૂલ થયા. યુદ્ધનો દિવસ આવી પહોંચ્યો. ભરતે જાતજાતના શસ્ત્રોથી બાહુબલિને હંફાવવા પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. ભરતને પોતાની બહાદુરીનું ખૂબ જ અભિમાન હતું. તેથી પરાજય કેટલો શરમજનક લાગશે તેવું વિચારવા લાગ્યો. જો તે હારી જશે તો આખા વિશ્વપર રાજ્ય કરવાની તેની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ નહિ થાય. તે ખૂબ જ હતાશ થઈ ગયો. તેણે તેના અલૌકિક શસ્ત્ર ચક્રરત્નનો ઉપયોગ કર્યો, અને જાણી જોઈને યુદ્ધના નિયમનો ભંગ કર્યો. પરંતુ તે શસ્ત્રની મર્યાદા હતી કે લોહીનો સંબંધ હોય તેને નુકસાન ન કરી શકે. તેથી છોડેલું ચક્ર ભરત પર પાછું આવ્યું અને બાહુબલિ બચી ગયા. ON SOS SOI C રાજા ભરત અને રાજા બાહુબલિના જીવનના પ્રસંગો દ્વન્દ્વયુદ્ધના નિયમોના ભંગ બદલ બાહુબલિ ખૂબ જ ગુસ્સે થયા. પોતાના શક્તિશાળી મુક્કાથી મોટાભાઈને છૂંદી નાંખવાનો વિચાર આવ્યો. એ હેતુથી ઉંચકાયેલી મુઠ્ઠી જોઈને લોકો ભરતના ભયાનક મૃત્યુના વિચારથી ડરી ગયા. બાહુબલિ ગુસ્સામાં આવીને મુક્કો ઉગામવા જતા હતા ત્યાં જ મનમાં વિચાર આવ્યો, “અરે! હું આ શું કરું છું? હું ગાંડો તો નથી થઈ ગયોને, જે રાજ્ય મારા પિતાશ્રીએ છોડી દીધું અને મારા બાકીના ભાઈઓએ જતું કર્યું તેને માટે હું મોટાભાઈને મારવા તૈયાર થયો છું?” ભાઈના ભયાનક મૃત્યુના વિચાર માત્રથી તે ધ્રૂજી ઊઠ્યા. તે જ ક્ષણે તેમણે વિચાર બદલ્યો. માન આપવા લાયક ભાઈને મારવાના ખરાબ ળના વિચારે મારવા માટે ઊંચી થયેલી મુઠ્ઠી નીચે કરવાને બદલે પોતાના માથાના વાળ ખેંચી લીધા. (સાધુ દીક્ષા સમયે લોંચ કરે તેમ) અને સર્વસ્વનો ત્યાગ કરીને પોતાની જાતે સાધુ થયા. પણ હજુ બાહુબલિનું અહમ્ અને અભિમાન ગયા ન હતા. જો તેઓ ભગવાન પાસે જાય તો તેમનાથી પહેલા તેમના ૯૮ નાના ભાઈઓ જે સાધુ થયા છે તેમને નમસ્કાર કરવા પડે. જે તેમને તેમના અભિમાનના કારણે મંજૂર ન હતું. તેઓએ વિચાર કર્યો કે પોતે જો કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને જો ભગવાન પાસે જાય તો પછી કોઈને પણ નમસ્કાર ન કરવા પડે. તેથી બાહુબલિ પોતાની જાતે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા જ્યાં ઊભા હતા ત્યાં જ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા. તે ધ્યાનમાં એવા ઊંડા ઉતરી ગયા કે કેટલો સમય પસાર થઈ ગયો તે પણ તેમને ખબર ન પડી. ભોંય પરના વેલાઓ તેમના પગ પર ચઢવા લાગ્યા. જૈન થા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ભરત અને બાહુબલિ આમને આમ એક વર્ષ પસાર થઈ ગયું. પણ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ કારણ કે અભિમાન છોડ્યા વગર કેવળજ્ઞાન થાય નહિ. તેમને સાચા રસ્તે લાવવા માટે આખરે ભગવાન ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરીને મોકલ્યાં. તેઓએ જોયું તો બાહુબલિ એક ખડક જેમ અચળ ઊભા ઊભા ધ્યાન કરી રહ્યા છે. બંને બહેનોએ શાંતિથી બાહુબલિને સમજાવ્યું કે હાથી પર સવાર થવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય. તે માટે તો નીચે ઉતરવું પડે. બહેનોનો પરિચિત અવાજ કાને પડતાં જ તેણે આંખો ખોલી. તે હાથી પર તો બેઠા જ હતા નહિ. ઘડીવાર તો તેમને બહેનોની વાત સમજાઈ નહિ પછી તેમને ખ્યાલ આવ્યો કે અભિમાન રૂપી હાથીની આ વાત છે. તરત જ મનમાંથી અભિમાન કાઢી નાંખ્યું અને ભગવાન ઋષભદેવ પાસે જઈ ૯૮ નાના ભાઈઓને વંદન કરવાનું વિચાર્યું. હવે અભિમાન ઓગળી ગયું. અને નમ્રતાએ તેનું સ્થાન લીધું. કેવળજ્ઞાનની તરત જ પ્રાપ્તિ થઈ અને તેઓ સર્વજ્ઞ બન્યા. દિગંબર પરંપરા પ્રમાણે આ યુગમાં સંસારથી મુક્તિ મેળવનારા બાહુબલિ પ્રથમ હતા. (શ્વેતાંબર માન્યતા પ્રમાણે ઋષભદેવના માતા મરુદેવીએ સૌ પ્રથમ સંસારમાંથી આ યુગમાં મુક્તિ મેળવી હતી.) શ્રવણ બેલમોડામાં બાહુબલિની મૂર્તિ જૈન કથા સંગ્રહ 65 Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પહેલાની કથાઓ આ બનાવની સ્મૃતિમાં દક્ષિણ ભારતમાં બેંગલોર નજીક શ્રવણ બેલગોડામાં બાહુબલિની પ૭ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ બનાવવામાં આવી. જેના ઉપર દર 12 વર્ષે મહાઅભિષેક કરવા દેશ-પરદેશથી હજારો જૈનો ત્યાં આવે છે. આ શિલ્પ એકજ પથ્થરમાંથી બનાવેલું લગભગ 1000 વર્ષ જૂનું છે. યાત્રીઓ અને મુલાકાતીઓ આ અદ્દભુત મૂર્તિને જોવા આવે છે. ખુલ્લા આકાશ નીચે હોવા છતાં હજુ આ મૂર્તિ અણીશુદ્ધ ઊભી છે. આ સમય દરમિયાન ભારત વિશ્વના ચક્રવર્તી બન્યા. આ અવસર્પિણી કાળના તે પ્રથમ ચક્રવર્તી હતા. તેમના રાજ્યકાળ દરમિયાન પ્રજા સુખી હતી. ભારત તે સમયે ભારતવર્ષ (ભરતવર્ષ) તરીકે જાણીતું બન્યું. ભરત પણ બધી જ રીતે સુખી હતા. તેમણે ઘણો લાંબો સમય રાજ્ય કર્યું. એકવાર એમના હાથની આંગળી પરથી વીંટી નીકળીને નીચે પડી ગઈ. વીંટી વિનાની આંગળી શોભતી નહોતી. જિજ્ઞાસા ખાતર તેમણે શોભા આપતા બધા જ આભૂષણો તથા રાજમુગટ કાઢી નાંખ્યા. અરીસામાં જોયું તો તે પહેલાં જેવા સુંદર નહોતા લાગતા. આથી એમના મગજમાં વિચારની હારમાળા ચાલવા લાગી. “હું મારી જાતને સુંદર અને સશક્ત માનું છું પણ એ શોભા તો આ દાગીનાના પ્રતાપે છે, જે શરીરનો ભાગ નથી અને શરીર પણ કેવળ હાડ-માંસનું જ બનેલું છે. તો પછી એ શરીરની આટલી બધી માયા શા માટે? આ શરીર કાયમ રહેવાનું નથી. બધું પાછળ છોડી જ દેવાનું છે. કાયમ રહે એવો તો એક આત્મા જ છે.” એમણે એક મહત્ત્વનો નિર્ણય કર્યો. “આ ક્ષણભંગુર નાશવંત વસ્તુઓનો ત્યાગ કરી પિતાની જેમ શાશ્વત આત્માને જ કેમ ન આરાધું?” આમ દુન્યવી સુખો પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ. શ્વેતાંબર પરંપરા પ્રમાણે એમની વિચારધારા ઉત્તરોત્તર શુદ્ધ થતાં એમને સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તે જ સમયે તેમને કેવળજ્ઞાન આરીસાભુવનમાં થયું. દિગંબર પરંપરા પ્રમાણે સંસારનો ત્યાગ કરી સાધુ થયા અને તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને આયુષ્ય પૂરુ થતાં મુક્તિ મળી ગઈ. અહંકાર અને ગ્રાહ્મસાક્ષાત્કાર પર પ્રકાશ પાડતી આ વાત છે. અભિમાન અન્ને સ્મહંકારથી માણસ નકારાત્મક કમ બાંધે છે અને તે આ વાતમાં બતાવ્યા પ્રમાણે સંહારક વર્તણૂંક કરૅ છે. અહંકાર ગુરક્ષાનું કારણ બને છે અને તે અબૌદ્ધિક કાર્યો કરવા પ્રેર્જે છે. આત્મસાક્ષાત્કાર અને સવૅતાના માર્ગ પર અહંકાર અને અભિમાન પર વિજય મેળવવો પડે છે. જૈનધર્મનો પાયાનો સિદ્ધાંત નમ્રતાનો ગુણ સહુઍ કેળવવો જોઈએ. 66 જૈન કથા સંગ્રહ