Book Title: Bharat ane Bahubali Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ 64 ભગવાન મહાવીરના સમય પહેલાની થાઓ બંનેએ દ્વન્દ્વયુદ્ધના નિયમો જાણ્યા અને કબૂલ થયા. યુદ્ધનો દિવસ આવી પહોંચ્યો. ભરતે જાતજાતના શસ્ત્રોથી બાહુબલિને હંફાવવા પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. ભરતને પોતાની બહાદુરીનું ખૂબ જ અભિમાન હતું. તેથી પરાજય કેટલો શરમજનક લાગશે તેવું વિચારવા લાગ્યો. જો તે હારી જશે તો આખા વિશ્વપર રાજ્ય કરવાની તેની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ નહિ થાય. તે ખૂબ જ હતાશ થઈ ગયો. તેણે તેના અલૌકિક શસ્ત્ર ચક્રરત્નનો ઉપયોગ કર્યો, અને જાણી જોઈને યુદ્ધના નિયમનો ભંગ કર્યો. પરંતુ તે શસ્ત્રની મર્યાદા હતી કે લોહીનો સંબંધ હોય તેને નુકસાન ન કરી શકે. તેથી છોડેલું ચક્ર ભરત પર પાછું આવ્યું અને બાહુબલિ બચી ગયા. ON SOS SOI C રાજા ભરત અને રાજા બાહુબલિના જીવનના પ્રસંગો દ્વન્દ્વયુદ્ધના નિયમોના ભંગ બદલ બાહુબલિ ખૂબ જ ગુસ્સે થયા. પોતાના શક્તિશાળી મુક્કાથી મોટાભાઈને છૂંદી નાંખવાનો વિચાર આવ્યો. એ હેતુથી ઉંચકાયેલી મુઠ્ઠી જોઈને લોકો ભરતના ભયાનક મૃત્યુના વિચારથી ડરી ગયા. બાહુબલિ ગુસ્સામાં આવીને મુક્કો ઉગામવા જતા હતા ત્યાં જ મનમાં વિચાર આવ્યો, “અરે! હું આ શું કરું છું? હું ગાંડો તો નથી થઈ ગયોને, જે રાજ્ય મારા પિતાશ્રીએ છોડી દીધું અને મારા બાકીના ભાઈઓએ જતું કર્યું તેને માટે હું મોટાભાઈને મારવા તૈયાર થયો છું?” ભાઈના ભયાનક મૃત્યુના વિચાર માત્રથી તે ધ્રૂજી ઊઠ્યા. તે જ ક્ષણે તેમણે વિચાર બદલ્યો. માન આપવા લાયક ભાઈને મારવાના ખરાબ ળના વિચારે મારવા માટે ઊંચી થયેલી મુઠ્ઠી નીચે કરવાને બદલે પોતાના માથાના વાળ ખેંચી લીધા. (સાધુ દીક્ષા સમયે લોંચ કરે તેમ) અને સર્વસ્વનો ત્યાગ કરીને પોતાની જાતે સાધુ થયા. પણ હજુ બાહુબલિનું અહમ્ અને અભિમાન ગયા ન હતા. જો તેઓ ભગવાન પાસે જાય તો તેમનાથી પહેલા તેમના ૯૮ નાના ભાઈઓ જે સાધુ થયા છે તેમને નમસ્કાર કરવા પડે. જે તેમને તેમના અભિમાનના કારણે મંજૂર ન હતું. તેઓએ વિચાર કર્યો કે પોતે જો કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને જો ભગવાન પાસે જાય તો પછી કોઈને પણ નમસ્કાર ન કરવા પડે. તેથી બાહુબલિ પોતાની જાતે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા જ્યાં ઊભા હતા ત્યાં જ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા. તે ધ્યાનમાં એવા ઊંડા ઉતરી ગયા કે કેટલો સમય પસાર થઈ ગયો તે પણ તેમને ખબર ન પડી. ભોંય પરના વેલાઓ તેમના પગ પર ચઢવા લાગ્યા. જૈન થા સંગ્રહPage Navigation
1 2 3 4