Book Title: Bhaktamara Sutra
Author(s): Mantungsuri, Yugchandravijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 3
________________ (પ્રકાશકીય) भक्तामरस्तोत्र महाकाव्यम् સંસ્કૃતના અભ્યાસીઓ માટે કાવ્યોનું પઠન-પાઠન અતિ જરૂરી ગણાય, એવા કાવ્યોમાં “ભક્તામર’નું અનુપમ સ્થાન-માન હોવાથી ‘શ્રી Hવનામસ્તોત્રHITA' હાથમાં આવતાં જ આનંદ અનુભવ્યો. આનું સંપાદન-પ્રકાશન વિ.સં. ૨૦૫૧ માં થયું હતું. પ્રકાશક-સંપાદકનો સંપર્ક સાધતાં વધુ નકલો મેળવી શક્ય ન જણાતાં અધ્યાત્મમૂર્તિ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના પ્રશિષ્ય પરાર્થપરાયણ પૂ. પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી ગણિવરની પ્રેરણાથી ઓફસેટ-ઝેરોક્ષ દ્વારા આ કાવ્યના પુનઃ પ્રકાશનનો અમે નિર્ણય લીધો. સિદ્ધહસ્તલેખક સૂરિમંત્ર પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રભાવક શિષ્યરત્ન હૃદયસ્પર્શી પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી યુગચન્દ્રવિજયજી ગણિવરે પૂર્વ સંપાદક તરીકે પુનઃ પ્રકાશન અર્થે અમને ઉદારભાવે અનુમતિ આપવા બદલ અમે તેઓશ્રીના ખૂબ ખૂબ ત્રકણી છીએ. :રયતા : पू. आचार्यवर्या श्री मानतुंगसूरीश्वराः પૂજ્ય પંન્યાસજી મહારાજની પ્રેરણાથી આના પ્રકાશનનો લાભ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ (માંડવી, કચ્છ) પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી લીધો છે. તે બદલ ધન્યવાદને પાત્ર છે. રઘુવંશ આદિ કાવ્યોના પઠન-પાઠનની વર્ષોથી પ્રણાલિકા ચાલતી આવે છે, એના બદલે ભક્તામર જેવા ભક્તિપ્રધાન જૈન કાવ્યોના પઠનપાઠનની પરિપાટી પ્રારંભાય એ વધુ ઈચ્છનીય છે. આવા પ્રારંભ માટેનું પીઠબળ “શ્રી ભક્તામર સ્તોત્ર મહાકાવ્ય'ના પ્રકાશન દ્વારા મળી રહેશે એવો અમારો વિશ્વાસ છે. લિ. ભદ્રંકર પ્રકાશન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 203