Book Title: Bhairav Padmavati Kalp
Author(s): K V Abhyankar, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા સજીવન કરવા તરફ જાહેર પ્રજાનું ધ્યાન દોર્યું. સાથેસાથે મેં પણું મારા પાંચ પાંચ વર્ષના અષણ અને અભ્યાસ દરમિયાન મારા જાણવામાં આવી તેટલી સાધનસામગ્રીનો ઉપયોગ કરી ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઇતિહાસ” તથા “ચિત્રવિવરણું’ નામના બે સ્વતંત્ર નિબંધ લખીને મેગલ સમય પહેલાંની ગુજરાતની, ખાસ કરીને જૈનોથી આશ્રય પામેલી ચિત્રકળા તરફ સૌથી પ્રથમ ગુજરાતી પ્રજાનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો. આ રીતે ઉપરોક્ત ત્રણ વિભાગો પૈકી (૧)ચિત્રકળા અને (૨) લેખનકળાની સામગ્રી મેં જનતા સમક્ષ રજૂ કરી છે. જ્યારે બાકી રહેલા (૩) મંત્રમંત્રાદિ વિભાગની જેટલી સામગ્રી મને પ્રાપ્ત થઈ છે તેમાંથી કેટલીક ઇ. સ. ૧૯૩૬ની અંતમાં મંત્રાધિરાજ ચિંતામણિ” (કી. રૂા સાડાસાત) નામના ગ્રંથમાં પુરિસાદાણી શ્રી પાશ્વનાથ પ્રભુને લગતી મળી આવી તેટલી મંત્રમય સામગ્રી તેને લગતા પાંસઠ યંત્રો સાથે, તથા કેટલીક મુખ્યત્વે કરીને શાસનની રક્ષા કરવાવાળી મહાપ્રાભાવિક પદ્માવતીદેવીને લગતી તથા સરસ્વતી, અંબિકા, ચક્રેશ્વરી, જ્વાલામાલિની તથા લક્ષ્મીદેવીને લગતી પ્રસ્તુત ગ્રંથમાં રજૂ કરી છે; બાકીની હવે પછી પ્રસિદ્ધ થનાર “મહામાભાવિક નવસ્મરણ મંત્રમંત્રાદિ સંગ્રહ' નામના ગ્રંથમાં સેંકડે ચિત્રો તથા યંત્ર સાથે મુખ્યત્વે ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. હું આશા રાખું છું કે જાહેર જનતા મારા આ સાહસને વધાવી લેશે અને મને બીજા અમૂલ્ય ગ્રંથોનું પ્રકાશન કરવા પ્રેરણા કરશે જ. પ્રસ્તુત ગ્રંથમાં મુખ્યત્વે કરીને જૈનશાસનનું રક્ષણ કરવાવાળી મહાચમત્કારિક શ્રી પડ્યા વતીદેવીનાં મંત્ર, યંત્રો, કલ્પ તથા નાનીમોટી ૩૨ કૃતિઓનો સંગ્રહ કરવામાં આવ્યું છે. તે કતિઓની રચના કરનાર મહાપુરુષોની તેમજ મંત્રની પ્રાચીનતા સંબંધીના ઉલ્લેખો વગેરેની માન્યવર ઝવેરી મોહનલાલ ભગવાનદાસ સૈલિસિટરે આ સાથે આપેલી અંગ્રેજી પ્રસ્તાવનામાં વિસ્તારથી સમીક્ષા કરેલી હોવાથી તે તરફ વાચકોનું ખાસ ધ્યાન ખેંચવાની રજા લઉં છું. મંત્ર મંત્ર એટલે અમુક પ્રકારના અક્ષરોની સંકલના. જેમ આકર્ષણશીલ વિદ્યુતના સમાગમથી તણખો ઉત્પન્ન થાય છે તેમ જુદા જુદા સ્વભાવવાળા અક્ષરોની યથાયોગ્ય રીતે સંકલના-ગૂંથણી કરવાથી કોઈ અપૂર્વ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. એ તો જાણીતી વાત છે કે મહાપુએ ઉચ્ચારેલા સામાન્ય શબ્દોમાં પણ અદ્દભુત સામર્થ્ય રહેલું છે, તે પછી ઉદ્દેશપૂર્વક વિશિષ્ટ વર્ગોની સંકલનથી યોજેલા પદોના સામર્થની તો વાત જ શી ? આવા પદના–મંત્રપદોના રચયિતા જેટલે અંશે સંયમ અને સત્યતાના પાલક હોય તેટલે અંશે તેમાં વિશિષ્ટતા સંભવે છે; તેથી જ મંત્રની ભાષામાં પરિવર્તન કરવામાં આવે, અર્થાત તગત અર્થ અન્ય ભાષા દ્વારા રજૂ કરવામાં આવે તે તે પરિવર્તન મંત્રની ગરજ સારી શકે નહિ. મંત્ર ઘણા જ પ્રકારના હોય છે. કેટલાક યોગ સાધનાને માટે અને કેટલાક રોગોની શાંતિ માટે ઉપયોગી હોય છે, કેટલાક લક્ષ્મીની પ્રાપ્તિ માટે હોય છે અને કેટલાક દુશ્મનો નાશ કરવા માટે હોય છે. કેટલાકોનું એવું માનવું છે કે પ્રાચીન સમયમાં જે મિત્રો હતા તેમને નાશ થઈ ગએલો છે અને જો તેમ ન માનવામાં આવે તે આજકાલ તે મંત્રના અધિષ્ઠાયક દેવ તેમના આરાધકે ને પ્રત્યક્ષ કેમ નથી થતા ? કારણ કે આ પુણ્યભૂમિ ભારતમાં હજારો નહિ પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 307