________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તુત સંગ્રહ આ ગ્રન્થમાં છાપવામાં આવેલા દેત્રો તથા ચિત્રો વગેરેના પ્રકાશનના સર્વ હકક પ્રકાશકને જ સ્વાધીન હોવાથી પ્રકાશકની લેખિત મંજૂરી વિના કોઈપણ સંસ્થા અગર વ્યક્તિએ એ નહિ છપાવવા આગ્રહભરી વિનતિ છે. વળી આ અતિ દુર્લભ યંત્રો તથા ચિત્રો પૂજનીય અને વંદનીય છે, તેમજ જ્ઞાન સ્વયં પણ પૂજ્ય છે. એટલે વાંચક અને દર્શક બંને પ્રત્યે નમ્ર વિનંતિ છે કે તેઓ કૃપા કરીને તેની જરાપણ અવગણના ન કરે.
પ્રસ્તુત સંગ્રહમાં “ભૈરવપદ્માવતીકલ્પ મૂળ, ટીકા અને ગુજરાતી ભાષાંતર સહિત આપવામાં આવ્યાં છે અને બીજા ૩૧ પરિશિષ્ટોમાં દેવી પદ્માવતીને લગતાં દરેક પ્રકારનાં સ્તંત્ર તથા મળી આવતા કલ્પ વગેરે આપવા પ્રયત્ન કર્યો છે, છતાં દેવી પદ્માવતીને લગતું વધારાનું મ–સાહિત્ય કોઈપણું મહાનુભાવના જાણવામાં આવે છે તેઓ મારું ધ્યાન તે તરફ ખેંચવા કૃપા કરશે એવી આશા રાખું છે તે અસ્થાને નહિ ગણાય. પદ્માવતી દેવીના સાહિત્ય ઉપરાંત શ્રી મલ્લિષેણસૂરિકૃત “શ્રી સરસ્વતી મન્નકલ્પ', બપ્પભદિસૂરિ વિરચિત “સરસ્વતીકલ્પ', મહામાત્ય વસ્તુપાલ વિરચિત “અંબિકાસ્તુતિ', શ્રી જિનદત્તસૂરિકૃત “શ્રી ચક્રેશ્વરીસ્તોત્ર', પૂર્વાચાર્ય વિરચિત ‘જ્વાલામાલિનીયન્ટ તથા “જ્વાલામાલિનીમ–સ્તવ”, “સૂરિવિદ્યાસ્તોત્ર', શ્રી ભદ્રગુપ્તાચાર્યવિરચિત “અનુભવસિદ્ધ મન્ત્રાવિંશિકા” તથા શ્રી માનદેવસૂરિ કૃત “શ્રી લઘુશાન્તિસ્તવ’ પર શ્રી ધર્મપ્રમોદગણિએ રચેલી ટીકા, જેમાં તેઓએ “લઘુશાન્તિ’ ગર્ભિત મન્નનો ઉદ્ધાર કરેલો છે, તે તરફ મન્ત્રસાહિત્યના શોખીનોનું ધ્યાન ખેંચવાનું યોગ્ય માનું છું. આ ગ્રન્થમાં પ્રગટ થએલી કતિઓમાંથી પ્રેરણા લઈને કોઈ મહાનુભાવ વિધિ અનુસાર મન્ત્રસાધના કરીને જૈનશાસનની રક્ષા કરવા ઉદ્યક્ત થશે તે મારી આ સંગ્રહ પ્રગટ કરવાની મહેનત સફળ થએલી લેખીશ.
આ ગ્રન્થમાં બતાવેલા પ્રયોગોમાં કેટલેક ઠેકાણે મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન વગેરેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તેને દુરુપયોગ નહિ કરવા વાંચકોને મારી નમ્ર અને આગ્રહભરી વિનતિ છે, છતાં પણ કોઈ તેવો દુરુપયોગ કરશે તો તેના પાપના ભાગીદાર હું નથી, કારણ કે આ ગ્રન્થ પ્રગટ કરવાનો મારો ઉદ્દેશ તે માત્ર આવા છિન્નવિછિન્ન થઇ ગએલા મન્વસાહિત્યનો ઉદ્ધાર કરીને એકત્ર કરવાનો છે અને તે કરેલે ઉદ્ધાર શાસનની રક્ષા નિમિત્તે ભવિષ્યમાં કોઈક વખત ઉપયોગમાં આવશે તે છે.
ત્રણ સ્વીકાર આ ગ્રંથમાં છાપવામાં આવેલી બધી કૃતિઓ પૈકીની કોઈપણ કૃતિ કેઈપણ સંસ્થાએ છપાવી હોવાનું મારા ખ્યાલમાં નથી. આ ગ્રંથના સંશોધનાદિ કાર્યમાં નીચે મુજબની હસ્તલિખિત પ્રતાનો ઉપયોગ કરવામાં આવ્યો છેઃ
ભૈરવપદ્માવતીકલ્પની નવ પ્રતા ઉપરથી દક્ષિણવિહારી સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજીએ પ્રેસર્કોપી કરી છે, અને તે નવ પ્રતો પૈકી શ્રી જૈનાનંદ પુસ્તકાલયની પ્રતનો જ સંજ્ઞા તરીકે અને શ્રી આત્મારામજી જ્ઞાનમંદિરની પ્રતને ન સંજ્ઞા તરીકે સંપાદકે ઉલ્લેખ કરેલ છે. આ નવ પ્રતા નીચેના સંગ્રહોમાંથી મળી હતી તે માટે તેઓને આભાર માનું છુંઃ (૧) આચાર્ય મહારાજ
For Private And Personal Use Only