________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
મંત્રવાદીએ હતા. આર્ય સ્થૂલભદ્ર જેવા સ્થવિર પણ કારણ વિના આ શિક્તના ઉપયાગ કરવાથી શિક્ષાને પાત્ર થયા હતા. અને આવા સખત પ્રતિબંધના કારણથી જ બૌદ્દોની માફક જનમાં આ મંત્રવાદથી આચારમાર્ગમાં વિકૃતિ થવા પામી નથી. બીજું એ પણ કારણ છે કે જ્યારે ખીજા ક્ષેાકા ઐહિક કુળની આશાથી જ મંત્ર અને વિદ્યાએ જપતા ત્યારે પણ જૈનાચાયૅને આમાં મુખ્ય ઉદ્દેશ કર્મનિર્જરાના હતા. સૂરિમંત્રનું અનુષ્ટાન જે લગભગ પ્રત્યેક જૈનાચાર્યને કરવું પડતું તેના પણ ફલાદેશ કર્મનિર્જરાને લગતા જ હતા. બૌદ્ધ અને ખાસ કરીને શાક્ત લોકોના મંત્રવાદથી જૈનાના મંત્ર અને વિદ્યાએ તદ્દન પવિત્ર અને નિર્દોષ વિધિસાધ્ય હોવાથી પણ મંત્રવાદ જૈન આચારામાં વિકૃતિ ઉત્પન્ન કરી શક્યા નથી.
શ્રીદેવતાધિષ્ઠિત તે વિદ્યા અને પુરુષદેવતાધિષ્ઠિત તે મંત્ર, અથવા જેનેા પાઠ કરવા માત્રથી જ કાર્યની સિદ્ધિ થાય તે મંત્ર અને જપ હેમાદિવિધિ સાધ્ય તે વિદ્યાઃ એમ મે પ્રકારે મંત્ર અને વિદ્યાને ભેદ જૈન ગ્રંથકારાએ બતાવ્યા છે. જૈનાની માન્યતા પ્રમાણે હજારા વિદ્યાએ છે, જેમાં નીચે લખેલી સેળ વિદ્યાએ મુખ્ય છેઃ ૧ રહિણી, ૨ પ્રજ્ઞપ્તિ, ૩ વજ્રશૃંખલા, ૪ વજ્રાંકુશી, ૫ અપ્રતિચક્રા, ૬નરદત્તા, ૭ કાલી, ૮ મહાકાલી, ૯ ગૌરી, ૧૦ ગાંધારી, ૧૧ મહાવાલા, ૧૨ માનવી, ૧૩ વૈરુટ્યા, ૧૪ અચ્છુપ્તા, ૧૫ માનસી અને ૧૬ મહામાનસી. આ સાળ વિદ્યાએની અધિષ્ઠાયક સાળ દેવીએ પણ એ જ નામની માનેલી છે, જે વિદ્યાદેવીએના નામથી એળખાય છે. એ વિદ્યાદેવીઓની પ્રાચીન તાડપત્ર પરની પ્રતિકૃતિએ માટે જુએ ‘જૈનચિત્રકલ્પદ્રુમ’ નામના ગ્રંથમાં ચિત્ર નં. ૧૬થી ચિત્ર નં. ૭૧ સુધી.
આન્નાયગ્રન્થા
શું એ અફસાસના વિષય નથી કે આ રત્નપ્રસૂતા ભારતભૂમિમાં ઉત્પન્ન થયા છતાં પણ પૂર્વાચાર્યા વિરચિત અને સંગ્રહિત ઉત્તમેાત્તમ મંત્રાપ્રાયના ગ્રંથેની કાંઇપણ દરકાર નહિ રાખતાં પ્રમાદજન્ય ધાર નિદ્રામાં સૂતાં સૂતાં તે રત્નાને આપણે હાથમાંથી ગુમાવી રહ્યા છીએ? જો આપણામાં પ્રમાદ ન હોત તે ‘વિદ્યાનુવાદ’ આદિ મહામૂલ્ય ગ્રંથા આપણા હાથમાંથી નાશ પામ્યા હોત ? વિદ્યાપ્રવાદની વાત તો દૂર રહી પણ પ્રસ્તુત ગ્રંથમાં છપાએલ ‘ભૈરવપદ્માવતીકલ્પ'ની યે ટીકા સહિતની સંપૂર્ણ વ્રત પણ ગુજરાતના ભંડારામાંથી એક યા બે મળી શકી. વળી ‘અદ્ભુતપદ્માવતીકલ્પ'ની પ્રત માટે ઘણી તપાસ કરવા છતાં બીજી એક પણ પ્રત ન મળી શકવાથી તે કલ્પ અધૂરા જ છાપવા પડયા છે. જો આ વિષય પરત્વે આપણી ઉપેક્ષાવૃત્તિ ન હેત તે હમ્બરા વિદ્યાએમાંથી આજે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ આન્નાયના ગ્રંથા મળતા હેત? અને તે આપણને વારસામાં મળેલા આ વિયના બધા યે ગ્રંથૈા સાચવી રાખ્યા હોત તે! શું એવા સંભવ પણ હતા કે આપણું આ પ્રકારે અધઃપતન થાત? એક બાજુ આપણે પોતાની પાસેના આ વિષયના અમૂલ્ય ગ્રંથાને નાશ થવા દીધા અને બીજી બાજુ આપણામાં આ વિષયનું જ્ઞાન જે અવિચ્છિન્ન પરપરાએ ગુરુગમથી ઊતરી આવતું હતું તેના હાસ થતા ગયેા તથા તે તરફના અજ્ઞાનને લીધે ત્રીજી બાજુ ‘મંત્રવિદ્યા’ના પ્રચાર એ પાપ છે એવા અવાજો ઉઠાવનાર કેટલીક વ્યક્તિઓએ સમાજને ભડકાવી મૂક્યા. આવા સમયમાં નવીન ગ્રંથરત્નેની શોધ અને સંચય થઇ શકે એમ આશા તે। કયાંથી જ રાખી શકાય ?
For Private And Personal Use Only