________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ શ્રી સિદ્ધિ સુરિશ્વરજીનો સંગ્રહ, અમદાવાદ; (૨) શ્રી જૈનાનંદ પુસ્તકાલય, સુરત; (૩) શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિર, વડોદરા, (૪) શેઠ આણંદજી કલ્યાણજીને ભંડાર, લીંબડી, (૫) ફોફલિયાવાડાનો સંધનો ભંડાર, પાટણ; (૬) સ્વ. શ્રી અમરવિજયજી શાસ્ત્રસંગ્રહ, સિનોર; (૭-૮) લુહારની પિળના જૈન ઉપાશ્રયનો ભંડાર, અમદાવાદ; (૯) પન્યાસજી શ્રી પ્રીતિવિજયજીશાસ્ત્રસંગ્રહ, અમદાવાદ.
“અદ્ભુતપદ્માવતીકલ્પ'ની પ્રત પ્રવર્તકજી કાંતિવિજયજીના પ્રશિષ્ય શ્રી જશવિજયજીના સંગ્રહની, ‘પદ્માવતીવ્રતાઘાપનની પ્રત આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરિશ્વરજીના સંગ્રહની, ‘પદ્માવતીસહસ્રનામની પ્રત પાટણના વાડી પાર્શ્વનાથના ભંડારની, શ્રી જિનદત્તસૂરિ કૃત “ચકેશ્વરીતુતિ'ની પ્રત સ્વર્ગસ્થ શ્રી હિમાંશવિજયજીના સંગ્રહની, અને બાકીની વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિર, સ્વ. ગુરુદેવ શ્રી અમરવિજયજીશાસ્ત્રસંગ્રહ તથા પાટણ બિરાજતા પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના સંગ્રહની પ્રતોનો ઉપયોગ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યો છે. જે પ્રતે આપવા માટે તે તે સંગ્રહાના કાર્યવાહકોનો હું આભાર માનું છું.
આ ગ્રંથમાં છાપવામાં આવેલાં આઠ ત્રિરંગી ચિત્ર પૈકીના દેવી પદ્માવતીના એક ચિત્ર સિવાયનાં સાત ચિત્રોનો બ્લેક શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડના વહીવટકર્તા શ્રીયુત જવણચંદ સાકરચંદ ઝવેરી તરફથી મને મળ્યા છે તે માટે તેઓશ્રીનો તથા સંસ્થાના બીજા કાર્યવાહકોનો પણ આભાર માનું છું. વળી ગ્રન્થમાં છપાવેલાં બધાં યે યંત્રો તથા ચિત્રોની આકૃતિઓ વયેવૃદ્ધ ગુદેવ શ્રી જયસિંહસૂરીશ્વરજીએ પોતાની પાંસઠ વર્ષની ઉમરે પિતાના જ હાથે ચીતરીને આપવા માટે તથા મુદ્દાઓની સમજુતી અને “ભૈરવપદ્માવતી કલ્પના ગુજરાતી ભાષાંતરમાં આવતા તાંત્રિક શબ્દની સમજુતી મને આપવા માટે હું તેઓશ્રીને જેટલો આભાર માનું એટલો ઓછો છે.
વળ પ્રસ્તુત ગ્રન્થ સ્વર્ગસ્થ નામધેય પ્રાતઃસ્મરણીય શ્રી મોહનલાલજી મહારાજને તેટલા જ માટે સમર્પિત કરવામાં આવેલો છે કે મારા જાણવા પ્રમાણે વિદ્યમાન સંગી સાધુઓમાં તેઓશ્રી મન્ત્રશાસ્ત્રની બધી બાબતોના છેલા જ જાણકાર હતા અને પ્રસ્તુત ગ્રન્થમાં જોઇતી માહિતી અને સમજુતી આપનાર પૂજ્ય શ્રી જયસિંહસૂરીશ્વરજીના તેઓ દાદાગુરુ થાય, તથા આ બધી બાબતોની સમજુતી પણ તેઓશ્રી પાસેથી ગુરુપરંપરાએ તેઓશ્રીને પ્રાપ્ત થએલી છે.
આ પુસ્તકના ટાઇટલનું, ઑકોનું, મૂળ સંસ્કૃત મેંટરનું, તથા બ્લેક છાપવાનું કામકાજ સુંદર રીતે કરી આપવા માટે “કુમાર પ્રિન્ટરીના સંચાલક શ્રી બચુભાઈ રાવતને, પરિશિષ્ટો તથા ગુજરાતી ભાષાંતરનું છાપકામ કરી આપવા માટે ‘શારદા મુદ્રણાલય’ના વ્યવસ્થાપકાનો, સંપાદનનું કામ કરી આપવા માટે પ્રો. અભ્યકરો, સંશાધનાદિ કાર્યમાં સહાય આપવા માટે વિર્ય મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી તથા શ્રી ચતુરવિજયજનો, મન્ટો તથા ચિત્રો માટે આચાર્ય મહારાજ શ્રી જયસિંહસૂરીશ્વરજીનો તથા અગાઉથી ગ્રાહક તરીકે નામ નોંધાવી ઉત્તેજન આપનાર પૂજ્ય મુનિ મહારાજે તથા સદ્ગહસ્થોને અત્રે આભાર માનું છું.
ભાદરવા સુદી પંચમી (મહામાંગલ્ય પંચમી) વિ. સં. ૧૯૯૩ વડોદરા: નવી પથર ચાલ
સારાભાઇ મણિલાલ નવાબ
For Private And Personal Use Only