Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari Author(s): Jinprabhsuri, Yugprabhvijay Publisher: Bhadrankar Jin Prakashan View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'ઉપકારીઓના પવિત્ર ચરણારવિદે વંદના કલિકાલમાં પણ ત્યાગી તપસ્વી સુસંયમી શાસનપ્રભાવક શિષ્યરત્નોના ઘડવૈયા, જેમનો ત્યાગ, તપ ઇન્દ્રિયસંચમ ચોથા આરાના મહાત્માઓની યાદ અપાવે તેવો હતો, જેમણે વિશાળ પ્રમાણમાં કર્મગ્રંથના સાહિત્યનું સર્જન કર્યું હતું એવા સિદ્ધાન્ત મહોદધિ, શાસનપ્રભાવક પ.પુ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા..... ! જેમના પગલે પગલે શાસનપ્રભાવના થતી હતી અને તે પ્રભાવના દ્વારા ‘રામ ત્યાં અયોધ્યા'ની લોકોક્તિને ચરિતાર્થ કરનારા, સત્યની રક્ષા માટે પ્રાણની પરવા વિના ઝઝુમનારા, ગમે તેવા પ્રલોભનો પણ જેમને સત્યમાર્ગથી ચલાવી શક્યા નહોતા, દીક્ષાની મંદ પડેલ જ્યોતને જ્વલંત બનાવનારા, જિનાજ્ઞાગર્ભિત પ્રવચનો દ્વારા અનેક ભવ્યાત્માઓને સન્માર્ગમાં સ્થિર કરનારા એવા પ.પૂ. સ્વ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ...! જાપ અને ધ્યાનનું આલંબન પુરૂ પાડનાર, જેમના રોમરોમમાં નમસ્કાર મહામંત્ર વ્યાપીને રહ્યો હતો, એવા પ્રશાન્તમૂર્તિ અધ્યાત્મયોગી નિસ્પૃહશિરોમણી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ જેમની સેવા ગુરુ ગૌતમની યાદ અપાવે તેવી હતી, જેઓ અગાધ વાત્સલ્યના ધારક હતા. ૧૧ વર્ષ સુધી જેમને સુવિશાળ ગચ્છનું સંચાલન કરેલુ એવા શાસનપ્રભાવક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા....! જેમનું વાત્સલ્ય અગાધ હતું, જેમના નિખાલસતા, સરળતા, ગુણાનુરાગ વિ. ગુણોથી અનેક ભવ્યાત્માઓ ધર્મ સમ્મુખ થતા હતા, એવા વર્ધમાન તપોનિધિ શાશનપ્રભાવક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રધોતનસૂરીશ્વરજી મહારાજ....! ઉપધાન ઉજમણા, છ'રિ પાલિત સંઘ, દીક્ષા મહોત્સવ વિગેરે અનુષ્ઠાનો દ્વારા શાસનની અભૂત પ્રભાવના કરનારા, નિર્દોષ સંયમ અને સમતાંનું આલંબન પુરૂ પાડનારા, અપ્રમત્તતા અને ક્રિયાકુશળતા દ્વારા અનેક ભવ્યાત્માઓને ક્રિયામાર્ગમાં જોડનારા સંસારરૂપ કીચડમાં ફસી ગયેલા મારા જેવા અનેકને બહાર કાઢનારા, એવા મરૂધરદેશોદ્ધારક પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજ....! નિસ્પૃહતા, નિર્દોષ ગોચરી પાણી ગવેષણાની વૃત્તિ, અને સુવિશુદ્ધ સંયમ જીવન જીવવા દ્વારા ચોથા આરાના મહાત્માઓની ઝાંખી કરાવનારા, જેમની ક્રિયાની મસ્તી જોવી એ એક જીવનનો લ્હાવો ગણાતો, જેમનું મારા પર અપરંપાર વાલ્ય હતું એવા પ.પૂ. મુનિરાજશ્રી વારિણવિજયજી મહારાજ. વર્ધમાન તપની ૮૯ ઓળીના આરાધક, સતત સ્વાધ્યાય અને જાપના આરાધક, વડિલબંધુ પ.પૂ. મુનિરાજશ્રી સોમપ્રભાવિજયજી મહારાજ લિ. મુનિ યુગપ્રભ વિજયજી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 678