Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ********** in તે કાગળનો ટુકડો ન રહેતા પાંચસો રૂપીયાની નોટ કહેવાય છે ! કાપડના ટુકડાઓ કાપડીયાની દુકાનમાં પગે અથડાતા હોય છે. તેજ કાપડના યોગ્ય વર્ણના ટુકડાઓ ભેગા કરી રાષ્ટ્રીયધ્વજ બનાવવામા આવે, તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વિગેરે, સમસ્ત જનતા તે રાષ્ટ્રીયધ્વજને બહુમાનથી સલામ ભરે છે; રાષ્ટ્રીય ગીત ગાય છે, જેમ ધ્વજ બનતા પહેલા તે કાપડના ટુકડા તરીકે ઓળખાતા હોય છે. પછી તે કપડાના ટુકડા ન રહેતા રાષ્ટ્રીયધ્વજ કહેવાય છે ! તેમ પરમાત્માની પ્રતિમા પૂર્વે પાષાણ રૂપે હતી. તેમાંથી પ્રતિમાકાર પામ્યા પછી તેના ઉપર અંજનશલાકાવિધિ વખતે પ્રાણ પૂરાય છે, માટે પછી તે પત્થરરૂપ ન રહેતા પ્રતિમારૂપ ધારણ કરે છે. માટે ભક્ત આત્માને પ્રતિમામાં પણ સાક્ષાત્ પરમાત્માના દર્શન થાય છે. અર્જુન સાક્ષાત્ ગુરુ દ્રોણાચાર્યને પામીને ધનુર્વિધા નહોતો શીખી શક્યો તેથી અધિક ધનુર્વિધા દ્રોણાચાર્યની પ્રતિમાની ભક્તિ કરીને એકલવ્ય સાધી શક્યો હતો ! For Private And Personal Use Only આપણે પણ પ્રતિમારૂપે રહેલ ભગવાનમાં સાક્ષાત્ ભગવાનના દર્શન કરીને જો ભક્તિ કરીએ, તો મુક્તિ દૂર નથી ! ભક્ત આત્મા પરમાત્માની સુંદર ભક્તિ કરી શકે તે માટે પ.પૂ. મરૂધરદેશોદ્વારક મધુરભાષી-ભવોદધિતારક ગુરૂદેવ આ.ભ. શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજાએ વર્ષો પૂર્વે ‘જિનગુણસ્તવનાવલી' અને ત્યાર બાદ ‘ભદ્રંકરજિનગુણ સ્તવનાવલી' નું સંપાદન કરેલ. તે પુસ્તકોની ઘણી માંગ હોવાથી આઠ વર્ષ પૂર્વે મુનિશ્રી તત્ત્વપ્રભવિજયજીએ ‘શ્રી ભદ્રંકર-જિન-ગુણ-સ્તવન મંજૂષા’ પુસ્તકનું સંપાદન કરેલ જેની બે હજાર નકલો ચપોચપ ઉપડી જતા ને ફરી માંગ ઉભી થતા તે પુસ્તકમાં કેટલાક સુધારા-વધારા અને યથાયોગ્ય સંકલનપૂર્વક મુનિશ્રી અમિતપ્રભવિજયજી, મુનિશ્રી અર્હપ્રભવિજયજી તથા મુનિશ્રી સંયમપ્રભવિજયજીના સુંદર સહયોગથી ‘શ્રી ભદ્રંકર-જિનગુણસ્તવન મંજરી' નું સંપાદન ૫ વર્ષ પૂર્વે થયેલ તેની પણ ૨ વખતમાં ૪૫૦૦ નકલ ખપી જતા હજી લોકોની ઘણી માંગ હોવાથી ફરી આ પુસ્તકમાં કેટલાક સુધારા વધારા કરી સાતમી આવૃત્તિ રૂપે આજે પુનઃપ્રકાશન થઈ રહ્યું છે આ પુસ્તકના આલંબને ભવ્ય જીવો પ્રભુભક્તિમાં તરબોળ બની કર્મનિર્જરાસાધી મુક્તિમાં મ્હાલે એજ શુભેચ્છા મુનિ યુગપ્રભવિજયજી લિ. ઓપેરા જૈન ઉપાશ્રય વિ.સં. ૨૦૫૮ વૈશાખ વદ ૫, તા. ૩૧-૫-૨૦૦૨

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 678