Book Title: Bhadrabahuswami
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૦૬ શાસનપ્રભાવક મુનિરાજોને લાગી રહ્યું હતું. દષ્ટિવાદ અંગશાસ્ત્રનું ગ્રહણ ઘણું કઠિન અને દીર્ઘ પણ હતું. આથી મુનિઓની ધીરજ અને સ્વસ્થતા ખૂટવા લાગી. એક એક કરતાં ૪૯ શિક્ષાથી મુનિએ વાચનાને કમ છેડીને ચાલી ગયા. એક માત્ર સ્થૂલિભદ્ર રહ્યા. તેમની ધીરજ ઘણી હતી. તેઓ એકનિષ્ઠાથી અધ્યયનમાં લાગી ગયા હતા. તેમને ક્યારેક એક પદ કે અર્ધ પદ શીખવાનું મળતું તે પણ તેઓ નિરાશ થતા ન હતા. આઠ વર્ષોમાં તેમણે આઠ પૂર્વોનું અધ્યયન કર્યું. આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીની સાધનાનો કાળ લગભગ પૂરો થવા આવ્યો હતો. એ સમયે એક દિવસે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રથમ વખત સ્થૂલિભદ્ર મુનિને કહ્યું કે –“વિનેય! તમને માધુકરી પ્રવૃત્તિ અને સ્વાધ્યાયથેગમાં કોઈ પ્રકારને કલેશ તે નથી થતું ને?” | મુનિ સ્થૂલિભદ્ર વિનમ્ર થઈ કહ્યું કે, “ભગવન્! મને મારી પ્રવૃત્તિમાં કઈ કઠિનતા નથી. હું સંપૂર્ણ સ્વસ્થ મનથી અધ્યયન કરવામાં રત છું. આપશ્રીને એક પ્રશ્ન પૂછું કે મેં આઠ વર્ષમાં કેટલું અધ્યયન કર્યું ને કેટલું અધ્યયન બાકી છે ??? આ પ્રશ્નના સમાધાનમાં આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે –“મુનિ તમે સરસવ જેટલું ગ્રહણ કર્યું છે અને મેરુ જેટલું જ્ઞાન બાકી છે. તમે દૃષ્ટિવાદના અગાધ જ્ઞાનસાગરમાંથી હજુ સુધી એક બિન્દુમાત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.” આ જાણી મુનિ સ્થૂલિભદ્દે જણાવ્યું કે–“પ્રભુ! હું અગાધ જ્ઞાનની વાત પામી હસાહ થયો નથી, પરંતુ મને વાચના અલ્પ માત્રામાં મળી રહી છે. વળી આપના જીવનને સંધ્યાકાળ છે. આટલા અલ્પ સમયમાં હું મેરુ જેટલું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ?” જ્ઞાનાથી સ્થૂલિભદ્રની ચિંતાનું કારણ જાણી આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ આશ્વાસન આપ્યું કે—-“મારી સાધના લગભગ પૂરી થશે આવી છે. પછી તેને રાત-દિવસ યથેષ્ઠ સમય વાચના માટે આપીશ.” | મુનિ સ્થૂલિભદ્રને અધ્યયનકમ ચાલી રહ્યો હતો. આચાર્ય શ્રી ભદ્રબાહુની મહાપ્રાણધ્યાનની સાધના પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બે વસ્તુ સિવાયની દશપૂર્વની વાચના ગ્રહણ કરી લીધી હતી. ‘તિસ્થાગેલિયપઈન્ના” મુજબ સ્થૂલિભદ્રે દશપૂર્વ પૂર્ણ કર્યા હતા, અને અગિયારમા પૂર્વનું અધ્યયન ચાલુ હતું. ધ્યાન-સાધનાને કાળ પૂર્ણ થવાથી આચાર્ય ભદ્રબાહુસ્વામી પાટલીપુત્ર પાછા ફર્યા. એકદા યક્ષા આદિ સાધ્વીઓ આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીને વંદન કરવા માટે આવ્યાં. મુનિ સ્થૂલિભદ્ર એ સમયે એકાંતમાં ધ્યાનરત હતા. આચાર્યશ્રી ભદ્રબાહુ પાસે પિતાના વડીલ બંધુને ન જેવાથી તેમણે પૂછ્યું કે, “ગુરુદેવ! અમારા વડીલ બંધુ સ્થૂલિભદ્ર ક્યાં છે?” શ્રી ભદ્રબહુસ્વામીએ સ્થાન-વિશેષ બતાવ્યું. યક્ષા આદિ સાધ્વીઓ ત્યાં પહોંચી. બહેનોનું આગમન જાણ મુનિ સ્થૂલિભદ્ર કુતૂહલવશ પિતાની શક્તિ બતાવવા માટે સિંહનું રૂપ બનાવી બેસી ગયા. સાધ્વીઓ સિંહને જોઈ ભય પામ્યાં. તેઓ આચાર્ય ભદ્રબાહુ પાસે જઈને પ્રકંપિત સ્વરે બોલ્યા કે, “ગુરુદેવ! આપે જે સ્થાનને સંકેત આપ્યો હતો ત્યાં તે કેસરી સિંહ બેઠે છે. અમને લાગે છે કે અમારા ભાઈને સિંહ ખાઈ ગયે હશે!” શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાને પગથી સમગ્ર પરિસ્થિતિ જાણીને કહ્યું કે, “તે કેસરી સિંહ નથી, પણ તમારા ભાઈ છે. ફરીથી ત્યાં જાઓ, તમને તમારા ભાઈ મળશે. તેમને વંદન કરજે.” Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6