Book Title: Bhadrabahuswami Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શ્રમણુભગવંત ૧૦૩ શ્રીયકને એક પ્રસંગ માર્મિક તેમ જ અત્યંત હૃદયદ્રાવક છે. શ્રીયકનું શરીર અત્યંત કેમલ હતું. એકાશન તપ કરવું પણ તેમને માટે કઠિન હતું. એક વાર મેટીબહેન સાધ્વી યક્ષા દ્વારા પ્રેરણા પામીને તેમણે પર્યુષણ પર્વના દિવસોમાં અનુક્રમે પિરિસી, સાપેરિસી અને અવરૂદ્ધનું પચ્ચક્ખાણ કરી ભજનને ત્યાગ કર્યો. તેમ કરતાં સાંજ થવા આવી. મેટીબહેન યક્ષા સાધ્વીએ કહ્યું કે, “ભાઈ મહારાજ ! રાત્રિ નજીક છે. પર્યુષણ પર્વ ચાલી રહ્યાં છે, તેથી ઉપવાસ કરી ” મેટીબહેનના કહેવાથી શ્રીયકે ઉપવાસ કર્યો. રાત્રિમાં ભયંકર વેદના થઈ. સુધા અસહ્ય થઈ છતાં દેવગુરુનું સ્મરણ કરતાં કરતાં શ્રીયક સ્વર્ગવાસી થયા. ભાઈને સ્વર્ગવાસ સાંભળી યક્ષા સાળીને તીવ્ર આઘાત થયે. ભાઈના આ આકસ્મિક કાળધર્મનું નિમિત્ત પિતાને માનતી તે ઉદાસ રહેવા લાગી. મુનિઘાત જેવું ભયંકર પાપ પિતાથી થયું માની તેના પ્રાયશ્ચિત્ત માટે તે સંધ સમક્ષ ઉપસ્થિત થઈ. શ્રીસંઘ યક્ષા સાધ્વીને નિર્દોષ માનતો હતે. તેથી કઈ દંડ આપે નહિ. એનાથી યક્ષા સાધ્વીને સંતોષ ન થયું. તેમણે અન્નજળનો ત્યાગ કર્યો. શ્રીસંઘની સામૂહિક પ્રાર્થનાથી શાસનદેવી પ્રગટ થયાં. તે શાસનદેવી યક્ષા સાધ્વીના મનના સંતાપને દૂર કરવા મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસવામી પાસે લઈ ગઈ. શ્રી સીમંધરસ્વામીએ યક્ષા સાધ્વીને કહ્યું કે, “મુનિ શ્રીયકના મૃત્યુ માટે તમે દેષિત નથી.” વીતરાગ પ્રભુનાં અમૃતમય વચન સાંભળી તેના મનનું સમાધાન થયું. અને જેનશાસનમાં અત્યંત પ્રસિદ્ધ ચાર ચૂલિકાની પ્રાપ્તિ શ્રી સીમંધરસ્વામી પાસેથી ચક્ષા સાધ્વીને થઈ. એ ચાર ચૂલિકામાંથી બે ચૂલિકાઓનું સાજન દશવૈકાલિક સૂત્ર સાથે અને બે ચૂલિકાઓનું સંયોજન..........કરવામાં આવ્યું. એ ચૂલિકાઓ આજે..........અભિન્ન અંગ બની ગયેલ છે. આચાર્ય સંભૂતિવિજ્યના શાસનકાળમાં આવા અનેક પ્રભાવક સાધુ-સાધ્વીજીઓ થઈ ગયાં. આચાર્ય શ્રી સંભૂતિવિજયસૂરિજી મહારાજ ૪૮ વર્ષના દિક્ષા પર્યાયમાં છેલ્લા ૮ વર્ષ યુગપ્રધાનપદ દીપાવી વીરનિર્વાણ સં. ૧૫૬ માં ૯૦ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા. જેમની પાસે પૂર્વશ્રુત જ્ઞાનને અગાધ ભંડાર હતો તે આગમ રચનાકાર, નિર્યુક્તિ નિર્માતા, નૈમિત્તિક પ્રભાવકપુરૂષ આચાર્યદેવ શ્રીમદ્દ ભદ્રબાહુસ્વામીજી મહારાજ આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામી અર્થ યુક્ત ચૌદ પૂને જાણનારમાં છેલ્લા પૂર્વ-શ્રત ધર તેમ જ સમર્થ નિયુક્તિકાર અને સુપ્રસિદ્ધ ઉવસગ્ગહર સ્તોત્રના રચયિતા હતા. આચાર્ય ભદ્રબાહુના દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ આચાર્યશ્રી યશેભદ્રસૂરિ હતા. શ્રી યશોભદ્રસૂરિ આચાર્ય શ્રી શય્યભવસૂરિના શિષ્ય હતા. શ્રી યશોભદ્રસૂરિના સંભૂતિવિજય અને શ્રી ભદ્રબાહુના મેટા ગુરુભાઈ હતા. શ્રી યશોભદ્રસૂરિ પછી જિનશાસનનું સુકાન શ્રી સંભૂતિવિજયે સાંભળ્યું હતું. આચાર્યશ્રી સંભૂતિવિજય પછી જિનશાસનનું ઉત્તરદાયિત્વ શ્રી ભદ્રબાહુસ્વામીએ સંભાળ્યું હતું. આથી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6