Book Title: Bhadrabahuswami Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 5
________________ શ્રમણભગવંત ૧૦૭ આચાર્ય ભદ્રબાહુના આદેશથી બહેને ફરીથી તે સ્થાને પહોંચી. વડીલ બંધુ મુનિ સ્થૂલિભદ્રને જે પ્રસન્ન થઈ. સર્વ બહેનોએ વંદન કરી કહ્યું કે, “ભાઈ મહારાજ! અમે પહેલાં અહીં આવ્યાં હતાં, પણ આપ હતા નહિ. અહીં કેસરી સિંહ બેઠે હતે.” મુનિ સ્થૂલિભદ્રે કહ્યું કે, “સાધ્વીઓ ! મેં જ એ વખતે સિંહનું રૂપ ધારણ કર્યું હતું.” પરસ્પર વાર્તાલાપ થયે. ભાઈ મહારાજ શ્રીયકના સમાધિમરણની ઘટના સ્થૂલિભદ્રને જણાવી. સ્થૂલિભદ્રને ખેદ થયે. યક્ષા વગેરે સાધ્વીઓ સ્વસ્થાને પાછી ફરી અને સ્થૂલિભદ્ર વાચના ગ્રહણ કરવા માટે આચાર્ય ભદ્રબહુસ્વામી પાસે આવ્યા. સ્થૂલિભદ્રને જોઈ આચાર્ય ભદ્રબાહુએ તેમને કહ્યું કે, “વત્સ! જ્ઞાનને અહંકાર વિકાસમાં બાધક છે. તમે શક્તિનું પ્રદર્શન કરી અપાત્ર ઠર્યા છે. આગળની વાચના માટે હવે તમે યેચ નથી રહ્યા.” આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા આગમવાચના ન મળવામાં કારણભૂત પિતાની ભૂલ તેમને સમજાઈ તે માટે ગાઢ પશ્ચાતાપ થયે. શ્રી ભદ્રબાહસ્વામીનાં ચરણોમાં પડી તેમણે ક્ષમાયાચના કરી અને કહ્યું કે, “આ મારી પ્રથમ ભૂલ છે. ફરીથી આવી ભૂલ કરીશ નહિ. આપ મારી ભૂલને ક્ષમા આપી વાચના આપો.” તેમની આ પ્રાર્થના આચાર્ય ભદ્રબાહુએ સ્વીકારી નહિ. મુનિ સ્થૂલિભદ્ર ફરીથી નમ્ર નિવેદન કર્યું કે, “પ્રભો! પૂર્વજ્ઞાનને વિચ્છેદ થવાને છે પણ હું પૂર્વના વિચ્છેદન નિમિત્ત ન બનું. માટે આપને વાચા આપવા માટે પ્રણામપૂર્વક પુનઃ નમ્ર વિનંતિ કરી રહ્યો છું.” સ્થૂલિભદ્રને વાચા આપવા માટેની વિનંતિ સ્વીકાર કરવા સંઘ પણ વારંવાર વિનંતિ કરી. સર્વની ભાવના જોયા પછી, સમાધાનના સ્વરમાં દૂરદર્શ આચાર્યશ્રી ભદ્રબાહસ્વામી બેલ્યા કે, “હે ગુણસંપન્ન મુનિવરે! સ્થૂલિભદ્રની માત્ર ભૂલને કારણે વાચના આપવાનું સ્થગિત કરતા નથી. વાચના ન આપવાનું બીજું પણ રહસ્ય છે. તે એ છે કે, મગધની રૂપલક્ષ્મી કેશા ગણિકાના બાહુપાશને તેડનાર અને અમાત્યપદના આમંત્રણને ઠુકરાવી દેનાર સ્થૂલિભદ્ર શ્રમણ સમુદાયમાં અદ્વિતીય છે. એમના જેવા પ્રતિભાસંપન્ન કેઈ નથી. એમના પ્રમાદને જોઈને મને લાગે છે કે હવે સમુદ્ર પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગ્યું છે. ઉચ્ચકુલેત્પન્ન પુરુષોમાં અનન્ય, શ્રમણ સમાજના ભૂષણ, ધીરગંભીર, દઢ મનેબલી, પરમ વિરક્ત આર્ય શૂલિભદ્ર જેવી વ્યક્તિને પણ જ્ઞાનમદ આકાંત કરવામાં સફળ થયા છે, તે આગળ એના કરતાં પણ મંદ સત્ત્વવાળા સાધકે થશે. આથી પાત્રતાના અભાવમાં જ્ઞાનદાન કરવું તે જ્ઞાનની અશાતના છે. ભવિષ્યમાં બાકીની વાચનાઓ આપવામાં કોઈ પ્રકારના લાભની સંભાવના નથી. વાચના સ્થિગિત કરવાથી આર્ય શૂલિભદ્રને પિતાના પ્રમાદને દંડ મળશે, અને ભવિષ્યમાં સાધુઓ માટે ઉચિત માર્ગદર્શન થશે.” શ્રી સ્થૂલિભદ્દે ફરી વાર પિતાની ભાવના મૃતધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સમક્ષ રજૂ કરતાં કહ્યું કે, “હવે પછી હું ક્યારેય અન્ય રૂપ કરીશ નહિ. આપ કૃપા કરી બાકીના ચાર પૂર્વોનું જ્ઞાન આપી મારી ઇચ્છા પૂર્ણ કરે.” મુનિ સ્થૂલભદ્રના અત્યંત આગ્રહથી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ તેમને બાકીના ચાર પૂર્વેનું જ્ઞાન અપવાદ સાથે મૂલસૂત્રથી આપ્યું. આથી શ્રી, સ્થૂલિભદ્રને શ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા દશ પૂર્વેનું જ્ઞાન અર્થ સાથે અને બાકીના ચાર પૂર્વોનું જ્ઞાન ફક્ત મૂળથી પ્રાપ્ત થયું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6