Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણુભગવંત
૧૦૩ શ્રીયકને એક પ્રસંગ માર્મિક તેમ જ અત્યંત હૃદયદ્રાવક છે. શ્રીયકનું શરીર અત્યંત કેમલ હતું. એકાશન તપ કરવું પણ તેમને માટે કઠિન હતું. એક વાર મેટીબહેન સાધ્વી યક્ષા દ્વારા પ્રેરણા પામીને તેમણે પર્યુષણ પર્વના દિવસોમાં અનુક્રમે પિરિસી, સાપેરિસી અને અવરૂદ્ધનું પચ્ચક્ખાણ કરી ભજનને ત્યાગ કર્યો. તેમ કરતાં સાંજ થવા આવી. મેટીબહેન યક્ષા સાધ્વીએ કહ્યું કે, “ભાઈ મહારાજ ! રાત્રિ નજીક છે. પર્યુષણ પર્વ ચાલી રહ્યાં છે, તેથી ઉપવાસ કરી
” મેટીબહેનના કહેવાથી શ્રીયકે ઉપવાસ કર્યો. રાત્રિમાં ભયંકર વેદના થઈ. સુધા અસહ્ય થઈ છતાં દેવગુરુનું સ્મરણ કરતાં કરતાં શ્રીયક સ્વર્ગવાસી થયા. ભાઈને સ્વર્ગવાસ સાંભળી યક્ષા સાળીને તીવ્ર આઘાત થયે. ભાઈના આ આકસ્મિક કાળધર્મનું નિમિત્ત પિતાને માનતી તે ઉદાસ રહેવા લાગી. મુનિઘાત જેવું ભયંકર પાપ પિતાથી થયું માની તેના પ્રાયશ્ચિત્ત માટે તે સંધ સમક્ષ ઉપસ્થિત થઈ. શ્રીસંઘ યક્ષા સાધ્વીને નિર્દોષ માનતો હતે. તેથી કઈ દંડ આપે નહિ. એનાથી યક્ષા સાધ્વીને સંતોષ ન થયું. તેમણે અન્નજળનો ત્યાગ કર્યો. શ્રીસંઘની સામૂહિક પ્રાર્થનાથી શાસનદેવી પ્રગટ થયાં. તે શાસનદેવી યક્ષા સાધ્વીના મનના સંતાપને દૂર કરવા મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસવામી પાસે લઈ ગઈ. શ્રી સીમંધરસ્વામીએ યક્ષા સાધ્વીને કહ્યું કે, “મુનિ શ્રીયકના મૃત્યુ માટે તમે દેષિત નથી.” વીતરાગ પ્રભુનાં અમૃતમય વચન સાંભળી તેના મનનું સમાધાન થયું. અને જેનશાસનમાં અત્યંત પ્રસિદ્ધ ચાર ચૂલિકાની પ્રાપ્તિ શ્રી સીમંધરસ્વામી પાસેથી ચક્ષા સાધ્વીને થઈ. એ ચાર ચૂલિકામાંથી બે ચૂલિકાઓનું સાજન દશવૈકાલિક સૂત્ર સાથે અને બે ચૂલિકાઓનું સંયોજન..........કરવામાં આવ્યું. એ ચૂલિકાઓ આજે..........અભિન્ન અંગ બની ગયેલ છે.
આચાર્ય સંભૂતિવિજ્યના શાસનકાળમાં આવા અનેક પ્રભાવક સાધુ-સાધ્વીજીઓ થઈ ગયાં. આચાર્ય શ્રી સંભૂતિવિજયસૂરિજી મહારાજ ૪૮ વર્ષના દિક્ષા પર્યાયમાં છેલ્લા ૮ વર્ષ યુગપ્રધાનપદ દીપાવી વીરનિર્વાણ સં. ૧૫૬ માં ૯૦ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા.
જેમની પાસે પૂર્વશ્રુત જ્ઞાનને અગાધ ભંડાર હતો તે આગમ
રચનાકાર, નિર્યુક્તિ નિર્માતા, નૈમિત્તિક પ્રભાવકપુરૂષ આચાર્યદેવ શ્રીમદ્દ ભદ્રબાહુસ્વામીજી મહારાજ
આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામી અર્થ યુક્ત ચૌદ પૂને જાણનારમાં છેલ્લા પૂર્વ-શ્રત ધર તેમ જ સમર્થ નિયુક્તિકાર અને સુપ્રસિદ્ધ ઉવસગ્ગહર સ્તોત્રના રચયિતા હતા. આચાર્ય ભદ્રબાહુના દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ આચાર્યશ્રી યશેભદ્રસૂરિ હતા. શ્રી યશોભદ્રસૂરિ આચાર્ય શ્રી શય્યભવસૂરિના શિષ્ય હતા. શ્રી યશોભદ્રસૂરિના સંભૂતિવિજય અને શ્રી ભદ્રબાહુના મેટા ગુરુભાઈ હતા. શ્રી યશોભદ્રસૂરિ પછી જિનશાસનનું સુકાન શ્રી સંભૂતિવિજયે સાંભળ્યું હતું. આચાર્યશ્રી સંભૂતિવિજય પછી જિનશાસનનું ઉત્તરદાયિત્વ શ્રી ભદ્રબાહુસ્વામીએ સંભાળ્યું હતું. આથી
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪
પટ્ટપરપરાના ક્રમ પ્રમાણે આચાય શ્રી ભદ્રબાહુરવામી ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પરમાત્માની શ્રમણ પરંપરામાં સાતમાં પટ્ટધર હતા.
શાસનપ્રભાવક
( શ્રી ભદ્રબાહુ · પ્રાચીન ’ગોત્રના હતા. તેમને જન્મ વીરનિર્વાણુ સ. ૯૪ માં થયે હતા. તેમની શરીરસ’ત્તિ ઉત્તમ હતી. તેમની ભુજાએ લાંખી, સુંદર અને સુદૃઢ હતી. લક્ષણુશાસ્ત્ર મુજબ લાંખી ભુજાએ ઉત્તમ પુરુષાને હોય છે. શ્રી ભદ્રબાહુએ આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ પાસે થીનિર્વાણુ સ'. ૧૩૯ માં દીક્ષા ગ્રહણ કરી હતી. ગુરુની પાસે ૧૭ વર્ષ રહી તેમણે આગમાનું ગ ંભીર અધ્યયન કર્યું હતુ. પૂર્વીનું સ`પૂર્ણ શ્રુતગ્રહણ કર્યું હતું. આચાર્ય યશોભદ્રસૂરિ પછી ધર્માંસ'ધનુ' સ’ચાલન શ્રી સંભૂતિવિજય પાસે આવ્યું હતું. આચાર્ય સ ંભૂતિવિજયના શાસનકાળ ૮ વર્ષના હતા. આચાય સભૂતિવિજયના શિષ્ય આચાર્ય સ્થૂલિભદ્ર હતા. આચાયં ભદ્રબાહુસ્વામી શ્રી સ્થૂલિભદ્ર કરતાં સયમપર્યાયમાં મોટા હોવાને કારણે શ્રી ભદ્રબાહુ સ્વામીનું અનુભવજ્ઞાન અધિક પરિપક્વ હતુ, એટલું જ નહિ, તેમની પાસે આગમજ્ઞાન અને પૂર્વ શ્રુતનુ જ્ઞાન અધિક હતું. ચૌદ પૂર્વનુ સાથ જ્ઞાન મેળવી તે ચૌદ પૂના જ્ઞાતા અન્યા હતા. તે વખતે શ્રી સ્થૂલિભદ્ર ૧૧ અગશાસ્ત્રના ધારક હતા. તેમને દષ્ટિવાદ ( ૧૨ મા અંગ )નુ અધ્યયન સંપૂર્ણ બાકી હતું. તે વખતે તેઓ પૂના જ્ઞાતા ન હતા. ગુરુ-શિષ્યની પરંપરાના આધારે આચાય. સ ́ભૂતિવિજય પછી શ્રી સ્થૂલિભદ્રના ક્રમ આવે; પણ યથાયેાગ્ય એવા મહાજ્ઞાની આચાર્ય શ્રી ભદ્રબાહુરવાસીને વીરનિર્વાણુ સં. ૧૫૬ માં શ્રમણનાયકપદ્મનુ' ઉત્તરદાયિત્વ સોંપાયુ. અને જિનશાસન આચાર્ય ભદ્રખાતુ જેવા સામર્થ્યવાન, શ્રુતસ ંપન્ન અને અનુભવસ ંપન્ન વ્યક્તિત્વને પામીને કૃતાર્થ બન્યું.
કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં શ્રી ભદ્રબાહુસ્વામીના ચાર મુખ્ય શિષ્યોને ઉલ્લેખ છે : (૧) સ્થવિર ગાદાસ, (૨) સ્થવિર અગ્નિદત્ત, (૩) ભત્તદત્ત અને (૪) સેમદત્ત. પરિશિષ્ટ પર્વ મુજબ્ દૃઢ આચારના સબલ ઉદાહરણ રૂપ તેમને ખીન્ન ચાર શિષ્ય પણ હતા. તે ચારેયે આચાય શ્રી ભદ્રબાહુ પાસે રાજગૃહીમાં દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા ગ્રહણ કર્યાં પછી ચારે મુનિએએ શ્રતની સાધના કરી; અને વિશેષ સાધનામાં પોતાનું જીવન જોડી દીધું. નિરહંકારી, પ્રિયભાષી, મિતભાષી, ધર્મ પ્રવચનતત્પર અને દયાના ભાંડાર એ મુનિએ આચાય શ્રી ભદ્રબાહુસ્વામીની અનુજ્ઞા લઈ ને એકલવિહારની કઠિન ચર્યા અભિગ્રહપૂર્વક સ્વીકારી પ્રતિમા તપની સાધના કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં ચારેય મુનિ એક વાર રાજગૃહીના વૈભારગિરિ ઉપર આવ્યા. તે ગોચરી માટે રાજગૃહીમાં ગયા. પાછા ફરતાં દિવસને ત્રીજો પ્રહર થઇ ગયા. દિવસના ત્રીજ પ્રહર પછી ભિક્ષાટન અને ગમનાગમન ન કરવાની સાધુચર્યાં મુજબ એક મુનિ ગુફાના દ્વાર પર, ખીજા ઉદ્યાનમાં, ત્રીજા ઉદ્યાનની બહાર અને ચાથા બાહ્ય ભૂભાગમાં રોકાઇ ગયા. હિમઋતુને સમય હતેા. ત્રિ ગાઢ બની. ઠંડીના તરંગા મુનિઓના શરીરને કપાવી રહ્યા. કષ્ટ સહન કરતાં ચારે મુનિ શાંતપણે ઊભા રહ્યા. અત્યંત ઠંડીના કારણે ગુફાના દ્વાર પાસે ઊભેલા મુનિ રાત્રિના પ્રથમ પ્રહરમાં, ઉદ્યાનમાં રહેલા મુનિ બીજા પ્રહરમાં, ઉદ્યાનની બહાર રહેલા ત્રીજા પ્રહરમાં, અને નગરની બાહ્યભૂમિમાં રહેલા મુનિ રાત્રિના ચતુર્થ પ્રહરમાં કાલધર્મ પામ્યા. પેાતાની
2010-04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણ ભગવે તે
૧૦૫
સાધુચર્યામાં દૃઢ રહી ચારે મુનિઓએ મરણાંત કષ્ટ સહન કરી સાધુ-આચારને અનન્ય આદર્શ ઉપસ્થિત કર્યો.
( વીરનિર્વાણની બીજી શતાબ્દીના મધ્યકાળમાં પડેલા બાર-બાર વર્ષના ભયંકર દુષ્કાળમાં શ્રી જૈનશાસનને અનેક આપત્તિઓ આવી. ઉચિત ભિક્ષાના અભાવમાં અનેક કૃતસંપન્ન મુનિએ કાળને શરણ બન્યા પૂર્વધરમાં ચૌદ પૂર્વના જ્ઞાની શ્રી ભદ્રબાહુ સિવાય કોઈ ન રહ્યું. તે વખતે શ્રી ભદ્રબાહસ્વામી નેપાળની પહાડીઓમાં મહાપ્રાણ ધ્યાનની સાધના કરી રહ્યા હતા. આથી સંઘને શતરક્ષાની ઘણી ચિંતા થઈ. આગમનિધિની સુરક્ષા માટે સાધુ સમુદાય નેપાળ પહોંચ્યું. સાધુઓએ હાથ જોડી શ્રી ભદ્રબાહસ્વામીને પ્રાર્થના કરી કે, “સંઘનું નિવેદન છે કે આપ ત્યાં પધારી મુનિઓને દૃષ્ટિવાદની જ્ઞાનરાશિને લાભ આપે.” શ્રી ભદ્રબાહુસ્વામીએ પિતાની સાધનામાં વિક્ષેપ સમજી તે વાતનો અસ્વીકાર કર્યો. તેમના આ નિરાશાજનક ઉત્તરથી સાધુઓ પાછા ફર્યા અને સંધને આ વાત જણાવી. સંઘને આથી ક્ષેભ થયે. દષ્ટિવાદની વાચનાને સંભવ આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી સિવાય બીજા કોઈ પાસે ન હતે. સંધ દ્વારા વિશેષ સૂચન લઈ સાધુ સમુદાય ફરે નેપાળ ગયે અને આચાર્ય ભદ્રબાહુને વિનમ્ર સ્વરે કહ્યું કે_“સંઘને એક પ્રશ્ન છે કે જે સંઘની આજ્ઞા ન સ્વીકારે તેમને માટે કયા પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે?”
પૂર્વશ્રતસંપન્ન–તકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પણ આ પ્રશ્ન ઉપર શાસ્ત્રીય વિધાનનું ચિંતન કરતાં ગંભીર બની ગયા. શ્રુતકેવલી ક્યારે પણ મિથ્યા ભાષણ કરતા નથી. આચાર્ય ભદ્રબાહુ યથાર્થ નિરૂપણ કરશે એ સર્વને વિશ્વાસ હતો, ને તેમ જ થયું. આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કહ્યું કે –“જે શ્રમણ સંઘના આદેશને સ્વીકારતા નથી તે સંઘબાહ્ય કરવા યોગ્ય છે.” શ્રી ભદ્રબાહુસ્વામીને ઉત્તર સાંભળી મુનિઓએ કહ્યું કે –“આપે પણ સંઘની વાતને અસ્વીકાર કર્યો છે. આથી આપ પણ એ દંડને મેગ્ય નથી?” ત્યારે આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીએ કહ્યું કે, “હું હમણું મહાપ્રાણ ધ્યાનની સાધનામાં પ્રવૃત્ત છું. આ ધ્યાનની સાધનાથી ૧૪ પૂર્વનું સંપૂર્ણ શ્રત એક મુહૂર્ત માત્રમાં પરાવર્તન કરી શકાય છે. એથી ત્યાં આવવા માટે હું અસમર્થ છું. તેમ છતાં હું સંઘની આજ્ઞાને સન્માનું છું; અને શ્રતનો લેપ ન થાય તે માટે શ્રીસંઘ તેજસ્વી મુનિઓને અહીં મોકલે. હું તેમને પ્રતિદિન આગમની સાત વાચના આપીશ.” )
સાધુઓએ સારું” એમ સંતોષપૂર્વક કહી શ્રી ભદ્રબસ્વામીની વાતને સ્વીકાર કર્યો અને તેમને વંદન કરીને ત્યાંથી પાછા ફર્યા. સંધને તેમની સાથે થયેલી વાતચીત સંભળાવી. આથી સૌ શ્રમણગણ પ્રસન્ન થયા. મહાબુદ્ધિશાળી અને ઉદ્યમવંત શ્રી સ્થૂલિભદ્ર આદિ પ૦૦ મુનિઓ શ્રીસંઘના આદેશથી આચાર્ય શ્રી ભદ્રબાહુ પાસે દૃષ્ટિવાદની વાચના ગ્રહણ કરવા પહોંચ્યા. આચાર્ય શ્રી ભદ્રબાહુ તેમને હંમેશાં સાત-સાત વાચના આપતા હતા. એક વાચના ભિક્ષાચર્યાથી આવતી વખતે, ત્રણ વાચના ત્રિકાળ વેળાએ અને ત્રણ વાચના પ્રતિક્રમણ બાદ રાત્રિકાળમાં આપતા હતા. તેમ છતાં વાચના આપવાને કમ મંદ ગતિથી ચાલી રહ્યો હોય, એવું આવેલા અ, ૧૪
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શાસનપ્રભાવક
મુનિરાજોને લાગી રહ્યું હતું. દષ્ટિવાદ અંગશાસ્ત્રનું ગ્રહણ ઘણું કઠિન અને દીર્ઘ પણ હતું. આથી મુનિઓની ધીરજ અને સ્વસ્થતા ખૂટવા લાગી. એક એક કરતાં ૪૯ શિક્ષાથી મુનિએ વાચનાને કમ છેડીને ચાલી ગયા. એક માત્ર સ્થૂલિભદ્ર રહ્યા. તેમની ધીરજ ઘણી હતી. તેઓ એકનિષ્ઠાથી અધ્યયનમાં લાગી ગયા હતા. તેમને ક્યારેક એક પદ કે અર્ધ પદ શીખવાનું મળતું તે પણ તેઓ નિરાશ થતા ન હતા. આઠ વર્ષોમાં તેમણે આઠ પૂર્વોનું અધ્યયન કર્યું. આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીની સાધનાનો કાળ લગભગ પૂરો થવા આવ્યો હતો. એ સમયે એક દિવસે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રથમ વખત સ્થૂલિભદ્ર મુનિને કહ્યું કે –“વિનેય! તમને માધુકરી પ્રવૃત્તિ અને સ્વાધ્યાયથેગમાં કોઈ પ્રકારને કલેશ તે નથી થતું ને?”
| મુનિ સ્થૂલિભદ્ર વિનમ્ર થઈ કહ્યું કે, “ભગવન્! મને મારી પ્રવૃત્તિમાં કઈ કઠિનતા નથી. હું સંપૂર્ણ સ્વસ્થ મનથી અધ્યયન કરવામાં રત છું. આપશ્રીને એક પ્રશ્ન પૂછું કે મેં આઠ વર્ષમાં કેટલું અધ્યયન કર્યું ને કેટલું અધ્યયન બાકી છે ??? આ પ્રશ્નના સમાધાનમાં આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે –“મુનિ તમે સરસવ જેટલું ગ્રહણ કર્યું છે અને મેરુ જેટલું જ્ઞાન બાકી છે. તમે દૃષ્ટિવાદના અગાધ જ્ઞાનસાગરમાંથી હજુ સુધી એક બિન્દુમાત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.” આ જાણી મુનિ સ્થૂલિભદ્દે જણાવ્યું કે–“પ્રભુ! હું અગાધ જ્ઞાનની વાત પામી હસાહ થયો નથી, પરંતુ મને વાચના અલ્પ માત્રામાં મળી રહી છે. વળી આપના જીવનને સંધ્યાકાળ છે. આટલા અલ્પ સમયમાં હું મેરુ જેટલું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ?” જ્ઞાનાથી સ્થૂલિભદ્રની ચિંતાનું કારણ જાણી આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ આશ્વાસન આપ્યું કે—-“મારી સાધના લગભગ પૂરી થશે આવી છે. પછી તેને રાત-દિવસ યથેષ્ઠ સમય વાચના માટે આપીશ.”
| મુનિ સ્થૂલિભદ્રને અધ્યયનકમ ચાલી રહ્યો હતો. આચાર્ય શ્રી ભદ્રબાહુની મહાપ્રાણધ્યાનની સાધના પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બે વસ્તુ સિવાયની દશપૂર્વની વાચના ગ્રહણ કરી લીધી હતી. ‘તિસ્થાગેલિયપઈન્ના” મુજબ સ્થૂલિભદ્રે દશપૂર્વ પૂર્ણ કર્યા હતા, અને અગિયારમા પૂર્વનું અધ્યયન ચાલુ હતું. ધ્યાન-સાધનાને કાળ પૂર્ણ થવાથી આચાર્ય ભદ્રબાહુસ્વામી પાટલીપુત્ર પાછા ફર્યા. એકદા યક્ષા આદિ સાધ્વીઓ આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીને વંદન કરવા માટે આવ્યાં. મુનિ
સ્થૂલિભદ્ર એ સમયે એકાંતમાં ધ્યાનરત હતા. આચાર્યશ્રી ભદ્રબાહુ પાસે પિતાના વડીલ બંધુને ન જેવાથી તેમણે પૂછ્યું કે, “ગુરુદેવ! અમારા વડીલ બંધુ સ્થૂલિભદ્ર ક્યાં છે?” શ્રી ભદ્રબહુસ્વામીએ સ્થાન-વિશેષ બતાવ્યું. યક્ષા આદિ સાધ્વીઓ ત્યાં પહોંચી. બહેનોનું આગમન જાણ મુનિ સ્થૂલિભદ્ર કુતૂહલવશ પિતાની શક્તિ બતાવવા માટે સિંહનું રૂપ બનાવી બેસી ગયા. સાધ્વીઓ સિંહને જોઈ ભય પામ્યાં. તેઓ આચાર્ય ભદ્રબાહુ પાસે જઈને પ્રકંપિત સ્વરે બોલ્યા કે, “ગુરુદેવ! આપે જે સ્થાનને સંકેત આપ્યો હતો ત્યાં તે કેસરી સિંહ બેઠે છે. અમને લાગે છે કે અમારા ભાઈને સિંહ ખાઈ ગયે હશે!” શ્રી ભદ્રબાહુસ્વામીએ જ્ઞાને પગથી સમગ્ર પરિસ્થિતિ જાણીને કહ્યું કે, “તે કેસરી સિંહ નથી, પણ તમારા ભાઈ છે. ફરીથી ત્યાં જાઓ, તમને તમારા ભાઈ મળશે. તેમને વંદન કરજે.”
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંત
૧૦૭ આચાર્ય ભદ્રબાહુના આદેશથી બહેને ફરીથી તે સ્થાને પહોંચી. વડીલ બંધુ મુનિ સ્થૂલિભદ્રને જે પ્રસન્ન થઈ. સર્વ બહેનોએ વંદન કરી કહ્યું કે, “ભાઈ મહારાજ! અમે પહેલાં અહીં આવ્યાં હતાં, પણ આપ હતા નહિ. અહીં કેસરી સિંહ બેઠે હતે.” મુનિ સ્થૂલિભદ્રે કહ્યું કે, “સાધ્વીઓ ! મેં જ એ વખતે સિંહનું રૂપ ધારણ કર્યું હતું.” પરસ્પર વાર્તાલાપ થયે. ભાઈ મહારાજ શ્રીયકના સમાધિમરણની ઘટના સ્થૂલિભદ્રને જણાવી. સ્થૂલિભદ્રને ખેદ થયે. યક્ષા વગેરે સાધ્વીઓ સ્વસ્થાને પાછી ફરી અને સ્થૂલિભદ્ર વાચના ગ્રહણ કરવા માટે આચાર્ય ભદ્રબહુસ્વામી પાસે આવ્યા. સ્થૂલિભદ્રને જોઈ આચાર્ય ભદ્રબાહુએ તેમને કહ્યું કે, “વત્સ! જ્ઞાનને અહંકાર વિકાસમાં બાધક છે. તમે શક્તિનું પ્રદર્શન કરી અપાત્ર ઠર્યા છે. આગળની વાચના માટે હવે તમે યેચ નથી રહ્યા.”
આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા આગમવાચના ન મળવામાં કારણભૂત પિતાની ભૂલ તેમને સમજાઈ તે માટે ગાઢ પશ્ચાતાપ થયે. શ્રી ભદ્રબાહસ્વામીનાં ચરણોમાં પડી તેમણે ક્ષમાયાચના કરી અને કહ્યું કે, “આ મારી પ્રથમ ભૂલ છે. ફરીથી આવી ભૂલ કરીશ નહિ. આપ મારી ભૂલને ક્ષમા આપી વાચના આપો.” તેમની આ પ્રાર્થના આચાર્ય ભદ્રબાહુએ સ્વીકારી નહિ. મુનિ સ્થૂલિભદ્ર ફરીથી નમ્ર નિવેદન કર્યું કે, “પ્રભો! પૂર્વજ્ઞાનને વિચ્છેદ થવાને છે પણ હું પૂર્વના વિચ્છેદન નિમિત્ત ન બનું. માટે આપને વાચા આપવા માટે પ્રણામપૂર્વક પુનઃ નમ્ર વિનંતિ કરી રહ્યો છું.” સ્થૂલિભદ્રને વાચા આપવા માટેની વિનંતિ સ્વીકાર કરવા સંઘ પણ વારંવાર વિનંતિ કરી. સર્વની ભાવના જોયા પછી, સમાધાનના સ્વરમાં દૂરદર્શ આચાર્યશ્રી ભદ્રબાહસ્વામી બેલ્યા કે, “હે ગુણસંપન્ન મુનિવરે! સ્થૂલિભદ્રની માત્ર ભૂલને કારણે વાચના આપવાનું સ્થગિત કરતા નથી. વાચના ન આપવાનું બીજું પણ રહસ્ય છે. તે એ છે કે, મગધની રૂપલક્ષ્મી કેશા ગણિકાના બાહુપાશને તેડનાર અને અમાત્યપદના આમંત્રણને ઠુકરાવી દેનાર સ્થૂલિભદ્ર શ્રમણ સમુદાયમાં અદ્વિતીય છે. એમના જેવા પ્રતિભાસંપન્ન કેઈ નથી. એમના પ્રમાદને જોઈને મને લાગે છે કે હવે સમુદ્ર પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવા લાગ્યું છે. ઉચ્ચકુલેત્પન્ન પુરુષોમાં અનન્ય, શ્રમણ સમાજના ભૂષણ, ધીરગંભીર, દઢ મનેબલી, પરમ વિરક્ત આર્ય શૂલિભદ્ર જેવી વ્યક્તિને પણ જ્ઞાનમદ આકાંત કરવામાં સફળ થયા છે, તે આગળ એના કરતાં પણ મંદ સત્ત્વવાળા સાધકે થશે. આથી પાત્રતાના અભાવમાં જ્ઞાનદાન કરવું તે જ્ઞાનની અશાતના છે. ભવિષ્યમાં બાકીની વાચનાઓ આપવામાં કોઈ પ્રકારના લાભની સંભાવના નથી. વાચના સ્થિગિત કરવાથી આર્ય શૂલિભદ્રને પિતાના પ્રમાદને દંડ મળશે, અને ભવિષ્યમાં સાધુઓ માટે ઉચિત માર્ગદર્શન થશે.”
શ્રી સ્થૂલિભદ્દે ફરી વાર પિતાની ભાવના મૃતધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સમક્ષ રજૂ કરતાં કહ્યું કે, “હવે પછી હું ક્યારેય અન્ય રૂપ કરીશ નહિ. આપ કૃપા કરી બાકીના ચાર પૂર્વોનું જ્ઞાન આપી મારી ઇચ્છા પૂર્ણ કરે.” મુનિ સ્થૂલભદ્રના અત્યંત આગ્રહથી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ તેમને બાકીના ચાર પૂર્વેનું જ્ઞાન અપવાદ સાથે મૂલસૂત્રથી આપ્યું. આથી શ્રી, સ્થૂલિભદ્રને શ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા દશ પૂર્વેનું જ્ઞાન અર્થ સાથે અને બાકીના ચાર પૂર્વોનું જ્ઞાન ફક્ત મૂળથી પ્રાપ્ત થયું.
2010_04
Page #6
--------------------------------------------------------------------------
________________ શાસનપ્રભાવક આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના ચારેય શિષ્યના સ્વર્ગવાસ પછી તેમની શિષ્ય પરંપરા આગળ વધી શકી ન હતી. આચાર્યશ્રી સંભૂતિવિજ્ય પછી શિષ્ય પરંપરાને વિસ્તાર શ્રી સ્થૂલિભદ્રથી થ. આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામી શ્રુતકેવલી હતા. તેમ જ આગમજ્ઞાનને પ્રજાને હતા. 45 આગમાં છેદ આગમનું મહત્ત્વનું સ્થાન છે. આચારશુદ્ધિ માટે વિભિન્ન પ્રકારનાં પ્રાયશ્ચિત્ત સંબંધી વિધિવિધાન મુખ્યપણે આ સૂત્રોમાં બતાવેલ છે. છેદ નામને પ્રાયશ્ચિત્તના આધારે પ્રાયઃ તેનું નામ છેદસૂત્ર થયેલ છે. (1) દશા” તસ્કંધ, (2) બૃહત્કલ્પ, (3) વ્યવહારશુત, (4) નિશીથ -આ સાર છેદસૂત્રોની રચના આચાર્ય ભદ્રબાહુસ્વામીની માનવામાં આવી છે. આચાર્યશ્રી ભદ્રબાહુ 45 વર્ષ સુધી ગૃહસ્થજીવનમાં રહ્યા. તેમને 17 વર્ષ સુધી સામાન્ય અવસ્થાને સાધુપર્યાય હતે અને 14 વર્ષ પર્યત યુગપ્રધાનપદ વહન કર્યાનો સમય હતા. તકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુવાળી વીરનિર્વાણ સં. ૧૭૦માં સ્વર્ગવાસ પામ્યા. ચૌદ પૂર્વની અર્થવાચનાની દષ્ટિએ તેમની સાથે શ્રતકેવલીને વિછેદ થ. ચરમ ચતુર્દશ પૂર્વધર, કોશાપ્રતિબંધક કામવિજેતા આચાર્યપ્રવર શ્રીમદ્ સ્થૂલિભદ્રસૂરિજી મહારાજ કામવિજેતા આચાર્ય શ્રી ધૂલિભદ્રજીને શ્વેતાંબર પરંપરામાં અત્યંત ગૌરવમય સ્થાન આપવામાં આવે છે. તેઓ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના શાસનના આડમાં પટ્ટધર હતા. દુષ્કાળને કારણે તૂટતી સુતશંખલાને સુરક્ષિત રાખવાનું શ્રેય આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજીની સુતીક્ષણ પ્રતિભાને ફાળે જાય છે. આચાર્ય સ્થૂલિભદ્રસ્વામીના ગુરુ આચાર્ય સંભૂતિવિજ્ય હતા. મુનિશ્રી ધૂલિભદ્રજીએ આચાર્ય સંભૂતિવિજય પાસેથી 11 અંગનું અધ્યયન કર્યું હતું. બાર વર્ષના દુષ્કાળ પછી ૧૨મા દષ્ટિવાદ અંગનું અધ્યયન આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પાસે કર્યું હતું. શ્રી જિનશાસનના સંચાલનને ભાર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી પછી તેમના ઉપર આવ્યા હતા. આર્ય શૂલિભદ્ર બ્રાહ્મણપુત્ર હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. તેમનો જન્મ રિનિર્વાણ સં. ૧૧૬માં પાટલીપુત્રમાં થયો હતો. ત્યારે પાટલીપુત્ર મગધની રાજધાની હતું. શ્રી સ્થૂલિભદ્રના પિતાનું નામ શકતાલ અને માતાનું નામ લક્ષ્મી હતું. શકવાલને નવ સંતાન હતાં. સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્ર અને યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદિન્ના, સણા, વેણા અને રેણા નામે સાત પુત્રીઓ હતી. લિભદ્રના પિતા શકહાલ હ્મા નંદ રાજાના મહાઅમાત્ય હતા. તેમના બુદ્ધિકૌશલ્યથી નંદસામ્રાજ્યની યશકીતિ ચારે તરફ ફેલાઈ હતી. સ્થૂલિભદ્રની માતા લક્ષમી. ધર્મપરાયણ, સદાચારસંપન્ન અને શીલાલંકારધારિણી નારીરત્ન હતી. બુદ્ધિશાળી પિતાનાં સંતાન પણ બુદ્ધિસંપન્ન હોય એમાં આશ્ચર્ય નથી. શકહાલનાં બધાં સંતાને બુદ્ધિસંપન્ન હતાં. સાતે પુત્રીઓની તીવ્ર મરણશક્તિ આશ્ચર્યકારક હતી. પહેલી પુત્રી એક વારમાં, બીજી પુત્રી છે 2010_04