________________
શ્રમણ ભગવે તે
૧૦૫
સાધુચર્યામાં દૃઢ રહી ચારે મુનિઓએ મરણાંત કષ્ટ સહન કરી સાધુ-આચારને અનન્ય આદર્શ ઉપસ્થિત કર્યો.
( વીરનિર્વાણની બીજી શતાબ્દીના મધ્યકાળમાં પડેલા બાર-બાર વર્ષના ભયંકર દુષ્કાળમાં શ્રી જૈનશાસનને અનેક આપત્તિઓ આવી. ઉચિત ભિક્ષાના અભાવમાં અનેક કૃતસંપન્ન મુનિએ કાળને શરણ બન્યા પૂર્વધરમાં ચૌદ પૂર્વના જ્ઞાની શ્રી ભદ્રબાહુ સિવાય કોઈ ન રહ્યું. તે વખતે શ્રી ભદ્રબાહસ્વામી નેપાળની પહાડીઓમાં મહાપ્રાણ ધ્યાનની સાધના કરી રહ્યા હતા. આથી સંઘને શતરક્ષાની ઘણી ચિંતા થઈ. આગમનિધિની સુરક્ષા માટે સાધુ સમુદાય નેપાળ પહોંચ્યું. સાધુઓએ હાથ જોડી શ્રી ભદ્રબાહસ્વામીને પ્રાર્થના કરી કે, “સંઘનું નિવેદન છે કે આપ ત્યાં પધારી મુનિઓને દૃષ્ટિવાદની જ્ઞાનરાશિને લાભ આપે.” શ્રી ભદ્રબાહુસ્વામીએ પિતાની સાધનામાં વિક્ષેપ સમજી તે વાતનો અસ્વીકાર કર્યો. તેમના આ નિરાશાજનક ઉત્તરથી સાધુઓ પાછા ફર્યા અને સંધને આ વાત જણાવી. સંઘને આથી ક્ષેભ થયે. દષ્ટિવાદની વાચનાને સંભવ આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી સિવાય બીજા કોઈ પાસે ન હતે. સંધ દ્વારા વિશેષ સૂચન લઈ સાધુ સમુદાય ફરે નેપાળ ગયે અને આચાર્ય ભદ્રબાહુને વિનમ્ર સ્વરે કહ્યું કે_“સંઘને એક પ્રશ્ન છે કે જે સંઘની આજ્ઞા ન સ્વીકારે તેમને માટે કયા પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે?”
પૂર્વશ્રતસંપન્ન–તકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પણ આ પ્રશ્ન ઉપર શાસ્ત્રીય વિધાનનું ચિંતન કરતાં ગંભીર બની ગયા. શ્રુતકેવલી ક્યારે પણ મિથ્યા ભાષણ કરતા નથી. આચાર્ય ભદ્રબાહુ યથાર્થ નિરૂપણ કરશે એ સર્વને વિશ્વાસ હતો, ને તેમ જ થયું. આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કહ્યું કે –“જે શ્રમણ સંઘના આદેશને સ્વીકારતા નથી તે સંઘબાહ્ય કરવા યોગ્ય છે.” શ્રી ભદ્રબાહુસ્વામીને ઉત્તર સાંભળી મુનિઓએ કહ્યું કે –“આપે પણ સંઘની વાતને અસ્વીકાર કર્યો છે. આથી આપ પણ એ દંડને મેગ્ય નથી?” ત્યારે આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીએ કહ્યું કે, “હું હમણું મહાપ્રાણ ધ્યાનની સાધનામાં પ્રવૃત્ત છું. આ ધ્યાનની સાધનાથી ૧૪ પૂર્વનું સંપૂર્ણ શ્રત એક મુહૂર્ત માત્રમાં પરાવર્તન કરી શકાય છે. એથી ત્યાં આવવા માટે હું અસમર્થ છું. તેમ છતાં હું સંઘની આજ્ઞાને સન્માનું છું; અને શ્રતનો લેપ ન થાય તે માટે શ્રીસંઘ તેજસ્વી મુનિઓને અહીં મોકલે. હું તેમને પ્રતિદિન આગમની સાત વાચના આપીશ.” )
સાધુઓએ સારું” એમ સંતોષપૂર્વક કહી શ્રી ભદ્રબસ્વામીની વાતને સ્વીકાર કર્યો અને તેમને વંદન કરીને ત્યાંથી પાછા ફર્યા. સંધને તેમની સાથે થયેલી વાતચીત સંભળાવી. આથી સૌ શ્રમણગણ પ્રસન્ન થયા. મહાબુદ્ધિશાળી અને ઉદ્યમવંત શ્રી સ્થૂલિભદ્ર આદિ પ૦૦ મુનિઓ શ્રીસંઘના આદેશથી આચાર્ય શ્રી ભદ્રબાહુ પાસે દૃષ્ટિવાદની વાચના ગ્રહણ કરવા પહોંચ્યા. આચાર્ય શ્રી ભદ્રબાહુ તેમને હંમેશાં સાત-સાત વાચના આપતા હતા. એક વાચના ભિક્ષાચર્યાથી આવતી વખતે, ત્રણ વાચના ત્રિકાળ વેળાએ અને ત્રણ વાચના પ્રતિક્રમણ બાદ રાત્રિકાળમાં આપતા હતા. તેમ છતાં વાચના આપવાને કમ મંદ ગતિથી ચાલી રહ્યો હોય, એવું આવેલા અ, ૧૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org