Book Title: Bhadrabahuswami
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૪ પટ્ટપરપરાના ક્રમ પ્રમાણે આચાય શ્રી ભદ્રબાહુરવામી ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પરમાત્માની શ્રમણ પરંપરામાં સાતમાં પટ્ટધર હતા. શાસનપ્રભાવક ( શ્રી ભદ્રબાહુ · પ્રાચીન ’ગોત્રના હતા. તેમને જન્મ વીરનિર્વાણુ સ. ૯૪ માં થયે હતા. તેમની શરીરસ’ત્તિ ઉત્તમ હતી. તેમની ભુજાએ લાંખી, સુંદર અને સુદૃઢ હતી. લક્ષણુશાસ્ત્ર મુજબ લાંખી ભુજાએ ઉત્તમ પુરુષાને હોય છે. શ્રી ભદ્રબાહુએ આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ પાસે થીનિર્વાણુ સ'. ૧૩૯ માં દીક્ષા ગ્રહણ કરી હતી. ગુરુની પાસે ૧૭ વર્ષ રહી તેમણે આગમાનું ગ ંભીર અધ્યયન કર્યું હતુ. પૂર્વીનું સ`પૂર્ણ શ્રુતગ્રહણ કર્યું હતું. આચાર્ય યશોભદ્રસૂરિ પછી ધર્માંસ'ધનુ' સ’ચાલન શ્રી સંભૂતિવિજય પાસે આવ્યું હતું. આચાર્ય સ ંભૂતિવિજયના શાસનકાળ ૮ વર્ષના હતા. આચાય સભૂતિવિજયના શિષ્ય આચાર્ય સ્થૂલિભદ્ર હતા. આચાયં ભદ્રબાહુસ્વામી શ્રી સ્થૂલિભદ્ર કરતાં સયમપર્યાયમાં મોટા હોવાને કારણે શ્રી ભદ્રબાહુ સ્વામીનું અનુભવજ્ઞાન અધિક પરિપક્વ હતુ, એટલું જ નહિ, તેમની પાસે આગમજ્ઞાન અને પૂર્વ શ્રુતનુ જ્ઞાન અધિક હતું. ચૌદ પૂર્વનુ સાથ જ્ઞાન મેળવી તે ચૌદ પૂના જ્ઞાતા અન્યા હતા. તે વખતે શ્રી સ્થૂલિભદ્ર ૧૧ અગશાસ્ત્રના ધારક હતા. તેમને દષ્ટિવાદ ( ૧૨ મા અંગ )નુ અધ્યયન સંપૂર્ણ બાકી હતું. તે વખતે તેઓ પૂના જ્ઞાતા ન હતા. ગુરુ-શિષ્યની પરંપરાના આધારે આચાય. સ ́ભૂતિવિજય પછી શ્રી સ્થૂલિભદ્રના ક્રમ આવે; પણ યથાયેાગ્ય એવા મહાજ્ઞાની આચાર્ય શ્રી ભદ્રબાહુરવાસીને વીરનિર્વાણુ સં. ૧૫૬ માં શ્રમણનાયકપદ્મનુ' ઉત્તરદાયિત્વ સોંપાયુ. અને જિનશાસન આચાર્ય ભદ્રખાતુ જેવા સામર્થ્યવાન, શ્રુતસ ંપન્ન અને અનુભવસ ંપન્ન વ્યક્તિત્વને પામીને કૃતાર્થ બન્યું. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં શ્રી ભદ્રબાહુસ્વામીના ચાર મુખ્ય શિષ્યોને ઉલ્લેખ છે : (૧) સ્થવિર ગાદાસ, (૨) સ્થવિર અગ્નિદત્ત, (૩) ભત્તદત્ત અને (૪) સેમદત્ત. પરિશિષ્ટ પર્વ મુજબ્ દૃઢ આચારના સબલ ઉદાહરણ રૂપ તેમને ખીન્ન ચાર શિષ્ય પણ હતા. તે ચારેયે આચાય શ્રી ભદ્રબાહુ પાસે રાજગૃહીમાં દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા ગ્રહણ કર્યાં પછી ચારે મુનિએએ શ્રતની સાધના કરી; અને વિશેષ સાધનામાં પોતાનું જીવન જોડી દીધું. નિરહંકારી, પ્રિયભાષી, મિતભાષી, ધર્મ પ્રવચનતત્પર અને દયાના ભાંડાર એ મુનિએ આચાય શ્રી ભદ્રબાહુસ્વામીની અનુજ્ઞા લઈ ને એકલવિહારની કઠિન ચર્યા અભિગ્રહપૂર્વક સ્વીકારી પ્રતિમા તપની સાધના કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં ચારેય મુનિ એક વાર રાજગૃહીના વૈભારગિરિ ઉપર આવ્યા. તે ગોચરી માટે રાજગૃહીમાં ગયા. પાછા ફરતાં દિવસને ત્રીજો પ્રહર થઇ ગયા. દિવસના ત્રીજ પ્રહર પછી ભિક્ષાટન અને ગમનાગમન ન કરવાની સાધુચર્યાં મુજબ એક મુનિ ગુફાના દ્વાર પર, ખીજા ઉદ્યાનમાં, ત્રીજા ઉદ્યાનની બહાર અને ચાથા બાહ્ય ભૂભાગમાં રોકાઇ ગયા. હિમઋતુને સમય હતેા. ત્રિ ગાઢ બની. ઠંડીના તરંગા મુનિઓના શરીરને કપાવી રહ્યા. કષ્ટ સહન કરતાં ચારે મુનિ શાંતપણે ઊભા રહ્યા. અત્યંત ઠંડીના કારણે ગુફાના દ્વાર પાસે ઊભેલા મુનિ રાત્રિના પ્રથમ પ્રહરમાં, ઉદ્યાનમાં રહેલા મુનિ બીજા પ્રહરમાં, ઉદ્યાનની બહાર રહેલા ત્રીજા પ્રહરમાં, અને નગરની બાહ્યભૂમિમાં રહેલા મુનિ રાત્રિના ચતુર્થ પ્રહરમાં કાલધર્મ પામ્યા. પેાતાની Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6