Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio Author(s): Nandlal B Devluk Publisher: Arihant Prakashan View full book textPage 9
________________ દાનવીર, શૂરવીર અને ધર્મવીરના ત્રિવેણી સંગમસમા, મહાજન પરંપરાના તેજસ્વીતારક શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડી જેમના વહાલભર્યા અમીસિંચનથી ભારતભરમાં સેંકડો સાર્વજનિક સંસ્થાઓ પ્રસ્થાપિત, નવપલ્લવિત અને પ્રવૃત્તિમાન બની રહી છે. સર્વ પ્રકારની સંકીર્ણતા કે સાંપ્રદાયિકતાને ભેદીને માનવધર્મના ઉચ્ચ સોનેરી મહાશિખર સુધી પહોંચીને માનવતાને ચોગરદમ મહેકાવનાર, સૌજન્ય, સાહસ અને સંકલ્પબળના સહારે મહામાનવનું અદ્વિતીય સ્થાન શોભાવી રહેલા, ગાર્ડીસાહેબ ! પંચાણુ વર્ષની ઉંમરે પણ આપની સ્વસ્થ અને સેવાસભર જીવનધારા સમકાલીન સમાજ માટે યાદગાર સંભારણું બની રહી છે. સર્વધર્મ અને જીવદયાના પરમ પ્રેમી, પરમાર્થી વર્તમાનયુગના ભામાશા સન્માનનીય શ્રેષ્ઠીવર્ય, સંસ્કૃતિપૂજક અને દ્રષ્ટિપૂત વ્યક્તિત્વ શ્રી દિપચંદભાઈ ગાર્ડી સૂચિત ગ્રંથ શ્રેણીના સાડાચાર દાયકાથી પરમ શુભેચ્છક રહ્યા છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 820