Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ વિરલ ગુણોના સંગમ સરીખા કુમારપાળ વિ. શાહ ચિરંજીવી હો ! કુમારપાળભાઈનો જન્મ ઉત્તર ગુજરાતના પ્રાચીન ગામ વિજાપુરમાં થયો. કોઈ એક કટોકટીની પળે આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લીધી અને ભવિષ્યના રાજમાર્ગની કેડી ત્યાંથી કંડારાઈ. કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિના સમયે તેમને ક્યાં ક્યાં જવું પડ્યું છે. આંધ્રના વાવાઝોડા વખતે આંધ્રમાં, બાંગલાદેશના શરણાર્થીઓને સહાય કરવા બંગાળમાં, મચ્છુ નદીમાં ઘસમસતાં પૂર આવ્યાં ત્યારે મોરબીમાં. અનેક જ્ઞાનશિબિરો માટે કોચીન, કર્ણાટકમાં, તીર્થોદ્ધાર માટે રાજસ્થાનમાં, હમણાં કચ્છના ગોઝારા ભૂકંપ વખતે કચ્છમાં ઘૂણી ધખાવીને બેસી ગયા. એમણે બધે જ ધર્મધજા લહેરાવી, જીવનનાં થોડાં વર્ષોમાં એમણે ઘણાં વિરાટ કામો કર્યાં. અંતરંગ જીવન અને બહિરંગ જીવન બિલોરીકાચ જેવું. નિષ્કલંક રાખી લીધેલાં વ્રતો શોભાવ્યાં. ગુણોની સુગંધથી તરબતર એની ઉજ્જવળ જીવનગાથા છે. આવી ગાથાને ધન્ય છે. તેઓ મુક્ત ધર્મના અનુરાગી છે. સંસારી છતાં વળગણ વિનાના તેઓ પરિવ્રાજક છે. કુમારપાળભાઇ ! હા, તમે જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં વૈયાવચ્ચધામો ઉભા કર્યાં. જે જે કામ હાથ ધર્યા તેમાં અણિશુદ્ધ રીતે સાંગોપાંગ પાર ઉતર્યાં. તમારી પ્રેરક જીવનધારા નજરે નિહાળીને ધન્યતાઅનુભવીએ છીએ... સંપાદક Education Davate & FASHELLS

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 820