Book Title: Ayambil Food Details
Author(s): SSC Trust Malad Mumbai
Publisher: SSC Trust Malad Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ તે રીત : બન્ને દાળના પીસેલા લોટમાં હીંગ, મીઠું, કાળામરી, ખાવાના સોડા મિક્સ કરો. પછી ઉકાળેલા પાણીથી લોટને એકદમ ઘટ્ટ બાંધો. પછી લોટને મુલાયમ થઈ જાય એટલો ફૂટે. પછી તેના ગુલ્લા બનાવો. આયંબિલના પાપડ હોવાથી તેલનો ઉપયોગ બીલકુલ કરવો નહિ. જરૂર પડે તો લોટનો જ ઉપયોગ કરીને વણવું. પછી સૂકાય એટલે ગરમ ભઠ્ઠી પર પાપડ સેકવા. ગુલ્લાપણ વાપરી શકાય છે. 30 મકાઈની ધાણી: સામગ્રી : મકાઈ, મીઠું, કડાઈ, ચારણી. રીત : લોખંડની કડાઈમાં મીઠું વધારે પ્રમાણમાં નાખી બરાબર ગરમ થઈ જાય એટલે એમાં મકાઈ (સૂકી) નાખો. બરાબર હલાવતા રહો એટલે થોડી વારમાં મકાઈ છે અને પાણી તૈયાર થશે. ધાણી પૂરી જય એટલે ચાળીને કાઢી લો. જુવારની ધાણી પણ એજ રીતે બનાવી શકાય. - 31 શેકેલા ચણા : . . સામગ્રી : ચણા, મીઠું : મીઠાના પાણીમાં ચણા પલાળી બરાબર પલળી જાય પછી કોથળા પર સૂકવી દો. પછી કડાઈમાં બાલુ (રતી) ગરમ કરો બરાબર ગરમ થાય પછી ચણા એમાં નાખી હલાવતા રહો. ચણા બરાબર શેકાઈ જાય એટલે ચાળી લો. 32 ઘઉંની રાબ: ઘઉંના લોટને તવા પર લાલાશ પડતો રોકી લેવો. પછી તેમાં પ્રમાણસર સુંઠ પાવડર અને મીઠું નાખી પાણીમાં નાખી ઉકાળો ' બરાબર ઉકળે એટલે નીચે ઉતારી લો. 33 ચણાની/ઘઉંની રોટલી : રોટલી - ખાખરા - બાઈ વગેરે સામાન્ય ગૃહિણી જાણતી હોવાથી રીત નથી બતાવી. 34 ગાંઠીયાનું શાક: ઘણાના લોટમાં મીઠું, હીંગ, કાળામરી પ્રમાણસર લઈ પાણીમાં કડક કણક બનાવી. નાની નાની વેલ બનાવી નાના ટુકડા કરી ઉકળતા પાણીમાં પકાવવા. પછી તપેલીમાં થોડે જણાનો લોટ નાખવો જેથી પ્રમાણસર ઘટ્ટ રહે. 35 બલવણ: મીઠાને માટીના વાસણમાં ભરી એમાં થોડું પાણી નાખો. પ્રમાણમાં વધારે ગરમ કરવાથી પાણી બળી જશે અને બલવણ તૈયાર થશે. આયંબિલમાં મસાલા : (1) પાકું મીઠું (2) સિંધાલૂણ (3) બીડલવણ (4) સંચળ (5) હીંગ (6) સુંઠ () મરી (8) કરિયાતાનું પાણી (0 અણાહારી વસ્તુઓ. - રીત : |s.s.c. Trust, Malad (W), B'Day - 400 004. Ph. No. 682 72 69. ss.c. Trust, Malad (W), B'Day - 400 084. Ph. No. 632 2 69. '

Loading...

Page Navigation
1 ... 6 7 8