Book Title: Avashyak Niryukti Part 06
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 7
________________ અભૂત એવા જિનશાસનને વંદન.. વંદન વંદન જગતના સર્વ જીવો માટે શરણ લેવા યોગ્ય છે આ જિનશાસન! સૌના સુખનું - આનંદનું એકમેવ કારણ છે આ જિનશાસન ! સર્વ દુઃખો-પાપો અને દોષોનો ખાત્મો બોલાવવાની તાકાત ધરાવે છે આ જિનશાસન ! જિનશાસનના અદૂભૂત-અલૌકિક-અદ્વિતીય પદાર્થોને જેમ જેમ યુક્તિપૂર્વક વિચારીએ તેમ તેમ જિનશાસન પ્રત્યેનો અહોભાવ ઉછળ્યા વિના ન રહે. “હે પ્રભુ ! મને જલ્દીથી જલ્દી મોક્ષ આપો, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી દરેક પળે પળે મારા રોમેરોમે જિનશાસન વ્યાપીને રહો” એવી પ્રાર્થના કર્યા વિના ન રહીએ. - જિનશાસનના અઢળક પદાર્થો જે અનેક આગમગ્રંથોમાં ગૂંથાયેલા છે, તેમાંનું એક મહત્ત્વનું આગમ છે આવશ્યકસૂત્ર. જેની ઉપર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે રૂપ એકલાખ શ્લોકથી પણ વધારે સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યનું સર્જન અનેક મહાપુરુષોએ કર્યું છે. તેમાં પૂજ્યપાદ સૂરિપુરંદર, ૧૪૪૪ ગ્રંથના રચયિતા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત આવશ્યકનિયુક્તિ ટીકાનો ગુર્જરીનુવાદ આ ગ્રંથમાં રજૂ થયો છે. જે અવશ્ય કરવું જ જોઈએ તે આવશ્યક. આત્મકલ્યાણ માટે સામાયિક-ચતુર્વિશતિસ્તવ-વંદનપ્રતિક્રમણ-કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન આવશ્યક છે. આ છએ આવશ્યકમાં સૌથી મહત્ત્વનું આવશ્યક પ્રતિક્રમણ' છે. માટે એ આવશ્યકનો સમૂહ પણ પ્રતિક્રમણ તરીકે ઓળખાય છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવું. આજ સુધી જુદા જુદા અનેક પાપો પ્રત્યે આપણું આક્રમણ ચાલુ છે. હવે પ્રતિક્રમણ કરીએ. પાપો પ્રત્યેનો પૂજારો પેદા કરીએ. પાપો ન કરવાનો નિશ્ચય કરીએ. નિમિત્તો મળે તો તેની સામે ઝઝૂમીએ. અનાદિના કુસંસ્કારોથી ઝુકી જઇને પાપ કરવું જ પડે તો રડતા રડતા કરીએ. થઇ ગયા પછી તે માટે અકરણનિયમ કરવારૂપ પચ્ચખાણ કરીએ.. પ્રતિક્રમણ આવશ્યકમાં પણ મહત્ત્વના શ્રમણસુત્રવડે જુદા જુદા પાપોનો પસ્તાવો કરાય છે. તેમાંના પાંચ ક્રિયાઓ સંબંધી પાપોથી શરુ કરીને તેત્રીસ આશાતના સુધીના પાપોનું વર્ણન આવશ્યક નિર્યુક્તિના આ છઠ્ઠા ભાગમાં કરવામાં આવ્યું છે. આમાં જે પાંચ સમિતિ, અસમાધિને પેદા કરનારા ૨૦ અસમાધિસ્થાનો, ચારિત્રને મલિન કરનારા ર૧ શબલસ્થાનો, મોહનીયકર્મ બંધાવનારા ૩૦ સ્થાનો, સંયમને સુંદર બનાવનારા ૩૨ યોગસંગ્રહસ્થાનો, ગુરુ પારતન્ય પ્રગટાવનારું ૩૩ આશાતનાવર્જન સૌએ મનનપૂર્વક ધ્યાનમાં લેવા જેવું છે. જૈનશાસનના અનેકાંતવાદને સૌએ સમજવા જેવો છે. જ્યારે આપણે કોઈ વાતને જડતાપૂર્વક એકાંતે પકડી લઈએ છીએ ત્યારે આત્મિક પરિણતિનો બગાડો થતાં વાર લાગતી નથી. જૈનશાસનની તમામ વાતોનું રહસ્ય છે કે રાગ-દ્વેષની પરિણતિમાં ઘટાડો થવો જોઇએ. જેના દ્વારા રાગ-દ્વેષ ઘટે તે આરાધના. જેના દ્વારા રાગ-દ્વેષ વધે તે વિરાધના. ભગવાનની એક જ આજ્ઞા છે કે જે રીતે રાગ અને દ્વેષ જલ્દીથી નબળા પડે તે કરવું. અધ્યાત્મમત પરીક્ષામાં કહ્યું છે કે, “ગદ ગદ ગદ્દોલા વિનિન્નતિ, તહ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 442