________________
તદ પયટ્ટીબં, પ્રસા ના વિદ્વાન” અધ્યાત્મસારમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા જણાવે છે કે, “નિનૈત્નડનુમતે ત્રિષિદ્ધ વા ન સર્વથા, વાર્થે ભાવ્યમમેનેત્યેવાડડજ્ઞા પરમેશ્વરી ” ભગવાન જિનેશ્વરે એકાંતે કશાની અનુમતિ નથી આપી કે એકાંતે કશાનો નિષેધ કર્યો નથી. દંભ વિના પ્રવૃત્તિ કરવી, એ જ ભગવાનની આજ્ઞા છે.
પારિસ્થાનિકાસમિતિનું વર્ણન જો ઝીણવટપૂર્વક વિચારીશું તો સમજાશે કે ઘી વગેરે વિગઇઓ કે મીઠાઈ વગેરે ન જ પરઠવાય, તેવો એકાંત નથી. ક્ષેત્રાતીત-કાલાતીત-અશુદ્ધગૃહીત કે વિધિપૂર્વક ગ્રહણ કરીને વિધિપૂર્વક વાપર્યા પછી વધેલો આહાર વિગઈરૂપ કે મિષ્ટરૂપ હોય તો પણ તે વિધિપૂર્વક પરઠવી શકાય. ન જ પરઠવાય તેવો એકાંત પકડી રાખવાથી જો સંક્લેશ થતો હોય, રાગ-દ્વેષ વધતા હોય, પરિણતિ અશુદ્ધ થતી હોય તો તેને વિધિપૂર્વક પરઠવવામાં વાંધો નથી. યાદ રહે કે વસ્તુ કરતાં વ્યક્તિ મહાન છે. વસ્તુને સાચવવા જતાં વ્યક્તિથી દૂર થવા કરતાં વ્યક્તિને સાચવવા વસ્તુને દૂર કરવી લાખ દરજે સારી છે. પુદ્ગલ કરતાં આત્માનું મૂલ્ય હંમેશા વધારે જ છે, તે વાત કદી ય ન ભૂલવી.
આહાર ન જ પરઠવાય એવો એકાંત રાખવામાં સંયમધરો પ્રત્યે દુર્ભાવ થાય, સંક્લેશ થાય, સાધર્મિકવાત્સલ્ય ન સચવાય. તેથી આવો એકાંત ન રાખવો. જો કે આનો અર્થ એવો પણ ન કરવો કે ગમે ત્યારે પરઠવાય, ગમે તેટલું પરઠવાય, ગમે તે વસ્તુ પરઠવાય. ના આ એકાંત પણ બરોબર નથી. વહોરવામાં પૂર્ણ વિવેક રાખવો. વહોરીને લાવ્યા પછી તેને વાપરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો. ન જ પરઠવવું પડે તેની પૂરી કાળજી લેવી. ના છૂટકે પરઠવવાની જ સ્થિતિ પેદા થાય તો એકાંત છોડીને, વિધિપૂર્વક પરઠવવું. પરિણામ નિષ્ઠુર ન બને તે માટે તેનું પ્રાયશ્ચિત્ત લેવાનું ભૂલવું નહિ. આવું આવું તો ઘણું બધું આ ગ્રંથમાંથી જીવનમાં અમલમાં મૂકવા જેવું છે.
તે જ રીતે ભણવું એ સારી વાત છે. સ્વાધ્યાય તો સંયમજીવનનો પ્રાણ છે. સ્વાધ્યાય વિનાનું સંયમ એટલે પ્રાણ વિનાનું કલેવર. ‘કાને ન ો સન્નામો’ અને ‘સાફા સારૂ ' પંક્તિઓ સ્વાધ્યાય ન કરવાની માફી માંગવાનું જણાવે છે, પણ સાથે સાથે સ્વાધ્યાય પાછળ એવા ગાંડા બનવાનું નથી કે જેમાં મર્યાદા ચૂકી જવાય. વિનય વૈયાવચ્ચ ભૂલી જવાય. વિદ્યાગુરુનો અપલાપ કરી બેસાય. અસ્વાધ્યાયનિર્યુક્તિ સ્વાધ્યાયીઓને લાલ લાઇટ બતાડે છે. ભણો-ખૂબ ભણો પણ ગમે તે રીતે ન ભણો. ‘બાને નો સટ્ટાગો’ અને ‘કટ્ટા સન્સાફ' પંક્તિઓદ્વારા અકાળમાં અને અસ્વાધ્યાયમાં કરેલા સ્વાધ્યાયની માફી માંગીને અનેકાંતવાદને સ્પષ્ટપણે જણાવ્યો છે.
સ્વાધ્યાય કરાય પણ ખરા, ન પણ કરાય. સ્વાધ્યાય ન કરીએ તો જેમ પ્રાયશ્ચિત્ત આવે તેમ અમુકકાળે જો સ્વાધ્યાય કરીએ તો પણ પ્રાયશ્ચિત્ત આવે. માટે સ્વાધ્યાય કરવો જ એવો એકાંત ક્યાંય ન પકડાય. જૈનશાસનનો અનેકાંતવાદ આ ગ્રંથમાં ઠેર ઠેર પ્રસરેલો છે. આપણે સૌ આપણી પ્રજ્ઞાને સૂક્ષ્મ બનાવીને, તેને આપણા જીવનમાં વધુમાં વધુ આત્મસાત કરીએ તેવી શુભકામના.
- પૂજ્યપાદ યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસપ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના શિષ્ય, પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળાદ્વારા અનેક પંડિતોને તૈયાર કરતા પંન્યાસશ્રી જિતરક્ષિતવિજયજી મ. સા. ના શિષ્ય મુનિશ્રી આર્યરક્ષિતવિજયજી સ્વાધ્યાયી-સંયમી-અંતર્મુખ સાધક છે. ઘણા વર્ષોથી