Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩] ગમનો લાભ કાયમ નહિ લઈ શકનાર સુપાત્ર જીવને પુસ્તકારૂઢ વાણી પણ મહા આલંબનરૂપ થાય.—આમ ઘણા ભાઈઓની પ્રવચનોને પ્રકાશિત કરવાની ભાવના હોવાથી, અને સદભાગ્યે બ્રહ્મચારીભાઈ શ્રી ગુલાબચંદજી જૈને ગુરુદેવની પ્રવચનધારામાંથી યથાશક્તિ જેટલું બની શકે એટલું લખી લીધેલું હોવાથી, તે લખાણને પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનો અમે નિર્ણય કર્યો. આજ તે પ્રકાશન મુમુક્ષુઓ પાસે મૂકતાં અમને હર્ષ થાય છે. આ પુસ્તકમાં કોઈ ન્યાયવિરુદ્ધ ભાવ ન આવી જાય તેની અમે કાળજી રાખી છે. જેમના લખાણ વિના આ પુસ્તકનું અસ્તિત્વ ન હોત તે ભાઈના અમે બહુ ઋણી છીએ. અનાદિકાળથી મોહાગ્નિમાં બળી રહેલા જીવોને આ ગ્રંથ શીતળ સમાધિસુખનો પંથ બતાવો એ અમારી ભાવના છે. આમાંથી ભિન્ન ભિન્ન કોટિના સૌ મુમુક્ષુઓને સૌ સૌની પાત્રતા અનુસાર ઘણું ઘણું મળી રહે એમ છે. સમયસાર આદિ અનેક મહાન શાસ્ત્રોનાં ગંભીર રહસ્યો, વિતરાગ શાસનનાં મૂળભૂત તત્ત્વો, સામાન્ય મનુષ્યને પણ ગ્રાહ્ય થાય એવી અત્યંત અત્યંત સુગમ શૈલીથી આમાં સમજાવવામાં આવ્યાં છે. જે મુમુક્ષુઓ તે મોક્ષદાયક ભાવોને વિચારશે, તે ભાવોની શ્રદ્ધા આત્માના પર્યાયે પર્યાયમાં વણાઈ જાય ત્યાં સુધી પુરુષાર્થ કર્યા જ કરશે તેઓ અનંત દુઃખના કારણભૂત મોહને છેદી અનંત સમાધિસુખને પામશે. જેઠ સુદ ૫ (શ્રુતપંચમી) રામજી માણેકચંદ દોશી-પ્રમુખ, વિ. સંવત્ ૧૯૯૯ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) બીજી આવૃત્તિ (વિ. સં. ૨000) આ શાસ્ત્રની પ્રથમ આવૃત્તિ બહાર પડી કે તુરત જ તે વેચાઈ ગઈ અને જિજ્ઞાસુ જીવોની તેને માટે માગણી ચાલુ રહેવાથી બીજી આવૃત્તિ છાપવાની જરૂર જણાઈ. તેથી આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. પહેલી આવૃત્તિમાં કોઈ કોઈ જગ્યાએ સહેજ શબ્દોમાં અશુદ્ધિ હતી તે આ આવૃત્તિમાં સુધારવામાં આવી છે તથા આ શાસ્ત્રમાં જે જે વિષયો આવે છે તેની “કક્કાવારી સૂચી” આપવામાં આવેલ છે એટલે વાચકને જે વિષય શોધવો હોય તે જલદી શોધી શકે એવી સગવડ થઈ છે. આ શાસ્ત્રમાં આપવામાં આવેલા ભાવો વીતરાગ આજ્ઞાનુસાર વસ્તુસ્વરૂપની યથાર્થ સ્થિતિ પ્રરૂપે છે અને તે વીતરાગી વિજ્ઞાન છે, આગમ, યુક્તિ, સ્વાનુભવથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 457