Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૫] હુતા; આપના અનુભવમુદ્રિત અપૂર્વ અર્થો ટંકણખાર જેવા-શુદ્ધ સુવર્ણ જેવા, જડ-ચેતનના ફડચા કરનારા, શુભ ને શુદ્ધનો સ્પષ્ટ વિભાગ કરનારા, મોક્ષભાવને જ પોષનારા, સમ્યક્ અને ન્યાયયુક્ત છે. આપના શબ્દ શબ્દ વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે; અમે વાક્ય વાક્ય વીતરાગદેવની વિરાધના કરતા હતા, અમારું એક વાક્ય પણ સાચું નહોતું. શાસ્ત્રમાં જ્ઞાન નથી, જ્ઞાનપર્યાયમાં જ્ઞાન છે-એ વાતનો અમને હવે સાક્ષાત્કાર થાય છે. શાસ્ત્રોએ ગાયેલું જે સદ્ગુરુનું માહાભ્ય તે હવે અમને સમજાય છે. શાસ્ત્રોનાં તાળાં ઉઘાડવાની ચાવી વીતરાગદેવે સદ્ગુરુને સોંપી છે. સદગુરુનો ઉપદેશ પામ્યા વિના શાસ્ત્રોનો ઉકેલ થવો અત્યંત અત્યંત કઠિન પરમ કૃપાળુ ગુરુદેવનું જ્ઞાન જેવું અગાધ ને ગંભીર છે તેવી જ તેમની વ્યાખ્યાનશૈલી ચમત્કૃતિભરેલી છે. તેઓશ્રી કહેવાની વાતને એવી સ્પષ્ટતાથી, વિવિધતાથી, અનેક સાદા દાખલાઓ આપીને, શાસ્ત્રીય શબ્દોનો ઓછામાં ઓછો પ્રયોગ કરીને સમજાવે છે કે સામાન્ય મનુષ્યને પણ તે સહેલાઈથી સમજાય છે. અત્યંત ગહન વિષયને પણ અત્યંત સુગમ રીતે પ્રતિપાદિત કરવાની ગુરુદેવમાં વિશિષ્ટ શક્તિ છે. વળી મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી રસમય છે કે જેમ સર્પ મોરલી પાછળ મુગ્ધ બને છે તેમ શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે. સમય ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન પણ રહેતું નથી. સ્પષ્ટ અને રસમય હોવા ઉપરાંત મહારાજશ્રીનું પ્રવચન શ્રોતાઓમાં અધ્યાત્મનો પ્રેમ ઉત્પન્ન કરે છે. મહારાજશ્રી પ્રવચન કરતાં અધ્યાત્મમાં એવા તન્મય થઈ જાય છે, પરમાત્મદશા પ્રત્યેની એવી ભક્તિ તેમના મુખ પર દેખાય છે કે શ્રોતાઓને તેની અસર થયા વિના રહેતી નથી. આધ્યાત્મની જીવંત મૂર્તિ ગુરુદેવના દેહના અણુએ અણુમાંથી જાણે અધ્યાત્મરસ નીતરે છે. એ અધ્યાત્મમૂર્તિની મુખમુદ્રા નેત્રો, વાણી, હૃદય બધાં એકતાર થઈ અધ્યાત્મની રેલછેલ કરે છે અને મુમુક્ષુઓનાં હૃદયો એ અધ્યાત્મરસથી ભિંજાઈ જાય છે. ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવું એ એક જીવનનો લ્હાવો છે. તેમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી અન્ય વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનમાં રસ પડતો નથી. તેમનું વ્યાખ્યાન સાંભળનારને એટલું તો સ્પષ્ટ લાગે છે કે “આ પુરુષ કોઈ જુદી જાતનો છે, જગતથી એ કંઈક જુદું કહે છે, અપૂર્વ કહે છે. એના કથન પાછળ કોઈ અજબ દઢતા ને જોર છે. આવું ક્યાંય સાંભળ્યું નથી.' મહારાજશ્રીના વ્યાખ્યાનમાંથી અનેક જીવો પોતપોતાની પાત્રતા અનુસાર લાભ મેળવી જાય છે. કેટલાકને સત્ પ્રત્યે રુચિ જાગે છે, કોઈ કોઈને સત્સમજણના અંકુર ફૂટે છે. અને કોઈ વિરલ જીવોની તો દશા જ પલટાઈ જાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 457