Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭] રહેતી. કોઈ કોઈ વખત તો નાટક જોઈને આવ્યા પછી આખી રાત વૈરાગ્યની ધૂન રહેતી. એક વાર નાટક જોયા પછી “શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ” એ લીટીથી શરૂ થતું કાવ્ય તેમણે બનાવ્યું હતું. સાંસારિક રસનાં પ્રબળ નિમિત્તોને પણ મહાન આત્માઓ વૈરાગ્યનાં નિમિત્ત બનાવે છે. આ રીતે પાલેજની દુકાનમાં વેપારનું કામકાજ કરતાં છતાં તે મહાત્માનું મન વેપારમય કે સંસારમય થયું નહોતું. તેમનો અંતર્યાપાર તો જુદો જ હતો. તેમના અંતરનો સ્વાભાવિક ઝોક હંમેશા ધર્મ અને સત્યની શોધ પ્રતિ જ રહેતો. ઉપાશ્રયે કોઈ સાધુ આવે કે તેઓ તે સાધુની સેવા તેમજ તેમની સાથે ધાર્મિક વાર્તાલાપ માટે દોડી જતા અને ઘણો સમય ઉપાશ્રય ગાળતા. ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. તેમનું ધાર્મિક જીવન અને સરળ અંતઃકરણ જોઈને તેમના સંબંધીઓ તેમને “ભગત' કહેતા. તેમણે તેમના મોટાભાઈ ખુશાલભાઈને સ્પષ્ટ જણાવી દીધું હતું કે “મારું વેવિશાળ કરવાનું નથી; મારા ભાવ દીક્ષા લેવાના છે' ખુશાલભાઈએ તેમને ઘણું સમજાવ્યા કે-“ભાઈ, તું ન પરણે તો ભલે તારી ઇચ્છા; પરંતુ તે દીક્ષા ન લે. તારે દુકાને ન બેસવું હોય તો ભલે તું આખો દિવસ ધાર્મિક વાંચનમાં ને સાધુઓના સંગમાં ગાળ, પણ દીક્ષાની વાત ન કર.” આમ ઘણું સમજાવવા છતાં તે મહાત્માના વૈરાગી ચિત્તને સંસારમાં રહેવાનું પસંદ પડ્યું નહિ. દીક્ષા લીધા પહેલાં તેઓશ્રી કેટલાય મહિનાઓ સુધી આત્માર્થી ગુરુની શોધ માટે કાઠિયાવાડ, ગુજરાત ને મારવાડમાં અનેક ગામો ફર્યા, સાધુઓને મળ્યા પણ ક્યાંય મન ઠર્યું નહિ. ખરી વાત તો એ હતી કે પૂર્વ ભવની અધૂરી મૂકેલી સાધનાએ અવતરેલા તે મહાત્મા પોતે જ ગુરુ થવાને યોગ્ય હતા. આખરે બોટાદ સંપ્રદાયના હીરાચંદજી મહારાજના હાથે દીક્ષા લેવાનું નક્કી થયું અને સં. ૧૯૭૦ ના માગશર સુદ ૯ ને રવિવારને દિવસે ઉમરાળામાં મોટી ધામધૂમથી દીક્ષા મહોત્સવ થયો. દીક્ષા લઈને તુરતજ મહારાજશ્રીએ શ્વેતાંબર શાસ્ત્રોનો સખત અભ્યાસ કરવા માંડયો; તે એટલે સુધી કે આહારાદિ શારીરિક આવશ્યકતાઓમાં વખત જતો તે પણ તેમને ખટકતો. લગભગ આખો દિવસ ઉપાશ્રયના કોઈ એકાંત ભાગમાં અભ્યાસ કરતાં તેઓ જોવામાં આવતા. ચારેક વર્ષમાં લગભગ બધાં શ્વેતાંબર શાસ્ત્રો તેઓ વિચાર- પૂર્વક વાંચી ગયા. તેઓ સંપ્રદાયની રીત પ્રમાણે ચારિત્ર પણ કડક પાળતા. થોડા જ વખતમાં તેમની આત્માર્થિતાની, જ્ઞાનપિપાસાની અને ઉગ્ર ચારિત્રની સુવાસ કાઠિયાવાડમાં ફેલાઈ, તેમના ગુરુની મહારાજશ્રી પર બહુ કૃપા હતી. મહારાજશ્રી પ્રથમથી જ તીવ્ર પુરુષાર્થી હતા. કેટલીક વખત તેમને કોઈ ભવિતવ્યતા પ્રત્યે વલણવાળી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 457