Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામી સંક્ષિપ્ત પરિચય પરમ પૂજ્ય અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામીનો શુભ જન્મ વિ. સં. ૧૯૪૬ ના વૈશાખ સુદ બીજ ને રવિવારના દિવસે સૌરાષ્ટ્રના ઉમરાળા ગામમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં થયો હતો. તેઓશ્રીનાં માતુશ્રીનું નામ ઉજમબાઈ અને પિતાશ્રીનું નામ મોતીચંદભાઈ હતું. જ્ઞાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક હતા. બાળવયમાં તેઓશ્રીના વિષે કોઈ જોષીએ કહ્યું હતું કે આ કોઈ મહાપુરુષ થશે. બાળપણથી જ તેઓશ્રીના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા અને નેત્રોમાં બુદ્ધિ ને વીર્યનું તેજ દેખાતું. તેઓશ્રીએ ઉમરાળાની જ નિશાળમાં અભ્યાસ કર્યો હતો. જોકે નિશાળમાં તેમજ જૈનશાળામાં તેઓશ્રી પ્રાયઃ પ્રથમ નંબર રાખતા તો પણ નિશાળમાં અપાતા વ્યાવહારિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહિ અને તેમને ઊંડે ઊંડે એમ રહ્યા કરતું કે “હું જેની શોધમાં છું તે આ નથી.' કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું, અને એકવાર તો, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળ મહાત્મા સત્ના વિયોગે ખૂબ રડ્યા હતા. નાની વયમાં જ માતા-પિતા કાળધર્મ પામવાથી તેઓશ્રી આજીવિકા અર્થે તેમના મોટાભાઈ ખુશાલભાઈ સાથે પાલેજમાં ચાલુ દુકાનમાં જોડાયા. ધીમે ધીમે દુકાન સારી જામી. વેપારમાં તેમનું વર્તન પ્રામાણિક હતું. એક વાર (લગભગ ૧૬ વર્ષની વયે) તેમને કોઈ કારણે વડોદરાની કોર્ટમાં જવું પડ્યું હતું. ત્યાં તેઓશ્રીએ અમલદાર સમક્ષ સત્ય હકીકત સ્પષ્ટતાથી જણાવી દીધી હતી. તેમના મુખ પર તરવરતી નિખાલસતા, નિર્દોષતા ને નીડરતાની અમલદાર પર છાપ પડી અને તેમણે કહેલી સર્વ હકીકત ખરી છે એમ વિશ્વાસ આવવાથી બીજા આધાર વિના તે સર્વ હકીકત સંપૂર્ણપણે માન્ય રાખી. પાલેજમાં તેઓશ્રી કોઈ કોઈ વખત નાટક જોવા જતા, પરંતુ અતિશય આશ્ચર્યની વાત તો એ છે કે નાટકમાંથી શૃંગારિક અસર થવાને બદલે કોઈ વૈરાગ્યપ્રેરક દેશ્યની ઊંડી અસર તે મહાત્માને થતી અને તે કેટલાય દિવસ સુધી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 457