Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates -: પ્રસ્તાવના : આત્મસિદ્ધિ શાસ્ત્ર” ના કર્તા શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ વિ. સં. ૧૯૨૪ ના કાર્તિક સુદ પૂર્ણિમાના શુભ દિવસે સૌરાષ્ટ્રમાં વવાણિયા બંદરમાં મહેતા રાવજીભાઈ પંચાણને ત્યાં થયો હતો. તેઓશ્રી વીતરાગના મહાન ઉપાસક અને આત્મજ્ઞાની હતા. બાલ્યાવસ્થામાં જ તેમને જાતિસ્મરણશાન થયું હતું, નિવૃત્તિ માટે તેમની તીવ્ર ઝંખના હતી. ૩૩ વર્ષના અલ્પ આયુકાળમાં પણ તેમણે ગુજરાત-કાઠિયાવાડમાં અધ્યાત્મનો પ્રચાર કર્યો હતો. તેમનાં વૈરાગ્ય નીતરતાં, તત્ત્વજ્ઞાનમય લખાણો દ્વારા હજુ પણ તેમનો મહા ઉપકાર મુમુક્ષુઓ પર વર્તી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીનાં જ્ઞાન અને વૈરાગ્યદશા સંબંધે આ પ્રવચનોમાં ઘણું કહેવામાં આવ્યું છે તેથી આ સ્થળે વિશેષ જણાવવા જરૂર નથી. તે પરમ પૂજ્ય, મહા ઉપકારી, અતિ અલ્પસંસારી, આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિ. સં. ૧૯૫ર ના આસો વદી એકમના રોજ રચ્યું હતું. તેમાં આત્માની સિદ્ધિનો માર્ગ તેઓશ્રીએ દર્શાવ્યો છે. “આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે, તે ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે-આ છ પદની જો જીવ જ્ઞાની પુરુષના અભિપ્રાયે શ્રદ્ધા કરે અર્થાત્ જ્ઞાની પુરુષ જેને “યથાર્થ શ્રદ્ધા” તરીકે સ્વીકારે એવી સર્વ તરફથી અવિરુદ્ધ શ્રદ્ધા કરે તો સમ્યગ્દર્શનને પામી-પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્નતા અનુભવી, ઇષ્ટ-અનિષ્ટ વૃત્તિઓથી વિરમી, સર્વ દુઃખથી મુક્ત થાય.” આ, આત્મસિદ્ધિ શાસ્ત્રનું તાત્પર્ય છે. પૂર્વોક્ત છ પદ શ્રીમદે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એવા સચોટ ન્યાયથી ને સરળ ભાષામાં સમજાવ્યાં છે કે સામાન્ય બુદ્ધિના મુમુક્ષુને પણ તે પદોની સ્થળ સમજણ તો સહેલાઈથી થઈ જાય. તેમણે છ પદો ઉપરાંત, તે પદોની શ્રદ્ધા કેવા જીવને ન થાય, કેવા જીવને થાય, તે શ્રદ્ધા થવામાં સદગુરુનો સંગ ને આશ્રય કેવા અનન્ય ઉપકારી છે, તે સદ્દગુરુ કેવા લક્ષણે ઓળખાય-વગેરે મુખ્ય પ્રયોજનભૂત બાબતો અદ્ભુત સંકલનાથી અને સ્પષ્ટતાથી સમજાવી છે. માત્ર ૧૪૨ દોહરામાં શાસ્ત્રકર્તાએ આખો મોક્ષમાર્ગ સમાવી દીધો છે. ખરેખર શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્ર રચી મુમુક્ષુઓ પર મહા ઉપકાર કર્યો છે. * આ આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના અંતેવાસી (સાયલાનિવાસી) ભાઈશ્રી સોભાગભાઈની માગણીથી તેમનાં અને પરિણામે સર્વ મુમુક્ષુઓના સહ્નોધાવતાર અર્થે નડિયાદ મુકામે લખ્યું હતું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 457