Book Title: Atmanand Prakash Pustak 088 Ank 04
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સુયોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો પ્રકૃતિના પર્યાવરણનું સંતુલન જાળવી રાખવામાં તેમજ પ્રકૃતિના વાતાવરણની સુરક્ષા કરવામાં ઘણું સહાય મળી શકે એનું પ્રતિ દિન કરવાને અહીં મારો નમ્ર પ્રયાસ છે, સર પ્રથમ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાતો કયા કયા છે તે વિશે સંક્ષિપ્ત વિચારણું રજૂ કરું છું.
જૈન ધના એક મૂળભૂત સિદ્ધાંત અહિંસા છે, જેન ધર્મ જ બધા એક એવા ધમ છે જેણે અહિંસા વિશે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચારણા કરેલી છે. જેને ધર્મની એવી માન્યતા છે કે સર્વ આવેમાં આત્મા વસે છે અને સર્વ આત્માઓ સમાન છે પદ્રિવાળા મોટા છો કે ફકત એકેન્દ્રિવાળા સૂક્ષ્મ જીવો – સર્વ જીવવા ઈચ્છે છે.
જૈન ધર્મનું એક ઉદાત્ત સૂત્ર છે “અહિંસા પરમો ધમળ એટલે જૈન ધર્મ અનુસાર કેઈ પણ જીવને ઇજા કરવી, તેને દુરુપયોગ કરે, તેના પર જુલમ કરે, તેમને ગુલામ બનાવવા, તેમનું અપમાન કરવું, તેમનું દમન કરવું, દુ:ખ આપવું અથવા તેમને જાન લેવો એ હિંસા છે. આ કારણથી જેનો જીવદયામાં માને છે એટલે કે સર્વ કો પ્રત્યે સમાદર અર્થાત સવ" જીવસૃષ્ટિ પ્રત્યે કર્યું અને દયાભાવ રાખે છે.
જૈન ધર્મનું એક વિશિષ્ટ સૂત્ર છે: “પર સ્પરોપગ્રહ છવાના”. જેમાં એક ગહન સનાતન સત્ય પ્રગટ થયું છે.
નાના કે મોટાં, દરિદ્રનો નાને કે માટે વિકાસ ધરાવતાં સર્વ પર સ્પરના આધારે તેમજ પર સ્પરાવલંબન વડે એકબીજા સાથે સંકળાયેલા છે. હવે પછી આ લેખમાં આ સૂત્રને “પરસ્પરાવલંબન સિદ્ધાંત” તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે,
પર સ્પરાવલ બનના અનિવાર્ય બંધનને કારણે આ સૃષ્ટિ અને તેના અર્થ નિવાસીઓ પ્રત્યે હદયપૂર્વકની મત્રી વિકસાવવી જરૂરી છે. આપણે તેમને ફક્ત પરિચય સાધવો એટલું જ પૂરતુ તથી પરંતુ તેમની સાથે ગાઢ સંબંધ સ્થાપ અને તેમના પ્રત્યે આદરભાવના કેળવવી એ પણ અત્યંત આવશ્યક છે કારણ કે જેમ બીજા છ આપણા પર આધાર રાખે છે તેમ આપણે પણ બીજા સર્વ જીવા પર નિર્ભર છીએ. પર્યાવરણનો કેઈપણ પ્રકારના દુરુપયોગ કે તેના પર ગુજારેલી હિંસા વહેલી કે મેડી માનવ સમાજ સામે પ્રતિકાર કરીને ખતર ઉલો કરી શકે છે. આ દષ્ટિએ પર સ્પરાવલંબનનો સિદ્ધાંત ફકત આદેશ જ નથી પણ માનવજાત માટે એક ચેતવણી રૂપ સંદેશ પણ છે. આ સિદ્ધાંત છે અને જીવવા દે” એટલું જ સૂચવતા નથી પણ “જીવવા દે જેથી આપણે જીવી શકીએ” એવો બોધપાઠ પણ આપે છે.
સૃષ્ટિના સકળ રચનાતંત્રમાં ઐકય અને સંવાદિતા છે. એકબીજા સાથેનો અવિચ્છિન્ન સંબંધ અને એકસૂત્રતા છે. સ્વયં સંપૂર્ણતા છે. ચેતનાને ઉત્ક્રાંતિ અને માનવ-તંત્રને સાંસ્કૃતિક વિકાસ વિશ્વની એકરાગતા અને સામ્યભાવ સાથે સુસંકલિત છે. સર્વ જીવોના પર સ્પરાવલંબનના અવાજમ સિદ્ધાંતને અપનાવવા માટે આપણે સહઅસ્તિત્વની ભાવનાને અવશ્ય ચરિતાર્થ કરવી પડશે.
જૈન ધર્મના અહિંસા, જીવદયા અને પરસ્પરાવલંબન જેવા કેટલાક સિદ્ધાની વિચારણા બાદ હવે આપણે પર્યાવરણ સંતુલન તથા પર્યાવરણ સંરક્ષણની જાળવણી માટે આ સિદ્ધાંત વાસ્તવમાં કેટલા વ્યવહારુ છે તે પણ જોઈ લઈએ.
આ માનદ પ્રકાશ
For Private And Personal Use Only