Book Title: Atmanand Prakash Pustak 088 Ank 04
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંતુનાશક દવાના કારખાનામાં ગેસ ગળતરને કારણે જે ભયંકર હોનારત સજાઈ એમાં કેટલી વ્યક્તિઓની જાનહાનિ થઈ અને અસંખ્ય લેકેને શારીરિક ખામીઓ, ઈજા કે અન્ય દર્દીને ભેગ થવું પડ્યું એની કથની કાળજા કંપાવે એવી છે. પરંતુ પ્રકૃતિ પર થતા માનવસર્જિત હિંસક આક્રમણથી થતી રજામરેજની હાનિ અપરંપાર છે. કોઈ પણ મોટી આપત્તિઓથી થતા નુકશાનની તુલનામાં આ પ્રકારનું રાજબરોજનું નુકશાન અનેક ગણું વધારે છે. હજારો જીવોની જાતિઓ સશે નેસ્તનાબૂદ થા. ગઈ છે અને હવે પાછી એ ફરી સજીવ બની શકે એવી કોઈ સંભાવના નથી માણસ જાતે પ્રકૃતિ પર કરેલ આક્રમણ એવું ખતરનાક છે કે જે પૃથ્વી પર પાંગરેલા અનેક જીની ભવ્ય અને સનઈ જાતને વિનામ કરવા માટે જવાબદાર છે.
આલબર્ટ સ્વાઇઝરે યથાર્થ રીતે કહ્યું છે કે “મનુષ્ય દૂરદર્શિતા અને અગમચેતીની શક્તિ ગુમાવી બેઠે છે. એથી એ આખરે આ સૃષ્ટિનો વિનાશ જ સર્જવાને છે.” આથી એ સ્પષ્ટ હકીકત છે કે પ્રકૃતિને જેટલી હાની પહોચે છે તેટલી જ હાની માનવસમાજને પણ પહોંચે છે. કારણ કે આપણે પર પરાવલ બનના સિદ્ધાંતનું આચરણ કરતા નથી.
આજના યુગનો વિકાસ વિધ્વંસક છે કેમકે દુનિયામાં એક તરફ માનવવસ્તી ઝડપથી વધી રહી છે જ્યારે બીજી તરફ જીવેની અસંખ્ય જાતિઓ લુપ્ત થતી જાય છે અને પરિણામે પર્યાવરણને સંતુલનમાં વિશેષ અવરોધ પહોંચે છે. આવા સંજોગોમાં આર્થિક વિકાસ કે ગરીબવર્ગનું જીવન ધોરણ સુધરવાનો સંભવ નથી એ હકીકત ભાગ્યે જ કોઈ સમજી શકે છે. તા. ૨૩ ઓકટોબર ૧૯૯૦ ના રોજ જાયેલા સમાર ભમાં પ્રિન્સ ફિલિપે કહ્યું હતું કે લગભગ ૪૦ વર્ષમાં માણસ જાતની વસતી બમણી થઈ જવાને સંભવ છે. આટલી ઠપે થતા વસતીવધારા પ્રત્યે એ મણે ઉડી ચિંતા વ્યક્ત કરી હતી.
મનુષ્યનું કલ્યાણ પ્રકૃતિના કલ્યાણની સાથેસાથ અવેલ છે એવું જ્યારે આપણે સમજશું ત્યારે જ મનુષ્ય જાતિ માટે ઉજળું ભવિષ્ય નિર્માણ થશે. વિશ્વના સકળ પદાર્થોના વિકાસ સાથે મનુષ્યજાતિ વિકાસ સંકળાયેલ છે. સાચો અને દીર્ઘકાલીન વિકાસ સાધવા માટે આ પૃથ્વી ના સજીવ અને અજીવ સૃષ્ટએ સાથે મળીને એક બીજાને ઉપકારક બનવું પડશે. પ્રકૃતિ પર સીપરિતા સ્થાપવાનો નિર્ધક પ્રયાસો છેડીને મનુષ્યજાતિએ પ્રકૃતિ સાથે સુસંવાદિતા જાળવીને જીવતા શીખવું પડશે. આ માટે અહિંસા, જે પરમ ધર્મ છે તેનું આચરણ કરવું પડશે.
જૈન ધર્મ સવ ના પ્રકૃતિદત્ત અધિકારને સ્વીકારે છે. તેમાં પ્રકૃતિવૃષ્ટિ પ્રત્યે વૈરભાવ, ધિક્કાર કે વિરોધના ભાવને લેશ પણ સ્થાન નથી. જૈન ધર્મ સર્વ જીવસૃષ્ટિ અને પ્રકૃતિવૃષ્ટિ માટે પ્રેમ અને સન્માન, કરુણ અને આદરભાવ સહિષ્ણુતા અને દયાભાવ, મંત્રી અને સ્નેહ ક્ષમા અને સમતા કેળવવાનું શીખવે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ “વર્ડ ચાર્ટર ઓન નેચર”ને ૧૯૮૨ના વર્ષમાં, સ્વીકૃતિ આપી છે. એ હકીકત નોંધપાત્ર છે કે આ ચાર્ટરમાં એ સ્પષ્ટ સ્વીકારે છે કે આપણી માનવ-સંસ્કૃતિ પ્રકૃતિસૃષ્ટીનું એક અને અવિભાજ્ય અંગ છે અને એનો સ્વીકાર કરીને એનું સંરક્ષણ કરવું એ આપણે પરમ ધમ છે કેમકે માનવ સમાજે સત્વશીલ જીવન પદ્ધતિને માગે જીવન જીવવાનું છે. ના રાતે વર્લ્ડ ચાર્ટર ઓન નેચર દ્વારા પર સ્પરોપગ્રહ જવાનામના સિદ્ધાંતને સ્પષ્ટ અને સંપૂર્ણ
|| અનુસંધાન ટાઈટલ પેજ X પર જેઓ ]
૬૪/
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only