Book Title: Atmanand Prakash Pustak 088 Ank 04
Author(s): Pramodkant K Shah, Prafulla R Vora
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ અને પર્યાવરણ લેખક : શ્રી એન. સંઘવી મરીનડ્રાઈવ, મુંબઈ એક અત્યંત મહતવની અને અભૂતપૂર્વ ઐતિહાસિક ઘટના તાજેતરમાં જ બની ગઈ. એ મંગલ દિવસ હતો મંગળવારને. ૨૩મી ઓકટોબર ૧૯૯૦ને શુભ દિન, જ્યારે વિશ્વભરના થોડા પ્રબુદ્ધ જેનોએ એકત્ર થઈને વર્લ્ડ વાઈડ ફંડ ફેર નેચરના અધ્યક્ષ ડયુક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપને લંડનના બકિંગહામ પેલેસમાં જૈન તત્વજ્ઞાન અને પર્યાવરણ અને “જૈન ડેકલેરેશન ઓન નેચર” નામની એક પુસ્તિકા સમર્પિત કરી. આ પ્રસંગને કારણે પ્રિન્સ ફિલિપ અને આંતરરાષ્ટ્રીય સ્તરના જૈન મહાનુભાવ વચ્ચે જે ચર્ચા વિચારણા થવા પામી અને એને પરિણામે જુદા જુદા સંમેલને થયા, એની ફલશ્રુતિ તરીકે સકળ જૈન સમાજને એકત્ર થવાની સુવર્ણ તક સાંપડી. જૈન સમાજની એક્તાને એ ગણનાપાત્ર વિજય હતે. આઈ. એસ. એલ. ટી. (ઇન્ટરનેશનલ સેક્રેટ બ્રિટરેચર ટ્રસ્ટ)ના સહયોગમાં જેન તત્વજ્ઞાન વિષયક ગ્રંથને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવાને જે નિર્ણય લેવાય તે ખરેખર આવકારપાત્ર છે. કેમકે એ દ્વારા વિશ્વમરના જૈન અને જૈનેતર સમાજ માં વિશેષ સમજદારી અવતરશે, એટલું જ નહિ પણ જૈન તત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતનું સાચું મૂલ્યાંકન પણ થશે. જૈન ડેકલેરેશન એન નેચર” નામક આ પુસ્તિકા જૈન સંસ્કૃતિ અને તત્વજ્ઞાનના ૩૫ જેટલા નામાંક્તિ પંડિત અને અભ્યાસીઓના સહકાર તથા માર્ગદર્શન દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રકૃતિ ની સુરક્ષા અને પર્યાવરણના સંતુલન તથા સંરક્ષણ પરત્વે જૈન તત્વજ્ઞાનની મૂળભૂત સૈદ્ધાંતિક વિચારને સંક્ષિામાં હું જંગમ નિચે આપવામાં આવ્યો છે. જો કે આઠ-નવ પાનાંની પા નાક પુસ્તિકામાં આ સિદ્ધાંતેની સુચના અને ઉચિતતા અંગે તાર્કિક, સાંસ્કૃતિક, ધામિ અને વૈજ્ઞાનિક દષ્ટિએ સુદીર્ઘ વિચારણા કે વિશ્લેષણ કરવાનું શકય બને તે સ્વાભાવીક છે. તા. ૨૩ ઓકટોબર ૧૯૯૦ના રોજ જાયેલા યાદગાર અને મહત્વના સમારંભમાં ભાગ લેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ ષ્ટિએ પ્રસ્તુત લેખમાં, “જૈન ધર્મ અને પર્યાવરણ” એ વિષય પર જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતના પરિપ્રેક્ષ્યમાં કેટલીક વિચારણા અહિં રજુ કરું છું, આપણે જાણીએ છીએ કે “પર્યાવરણ” એટલે જીવસૃષ્ટિ અને વાતાવરણ વચ્ચેના પરસ્પર સંબંધનું આકલન, એટલે કે જીવસૃષ્ટિ, આબોહવા, ભૂગર્ભ અને બીજી આસપાસની પરિસ્થિતિ વિષયક વિજ્ઞાન, વ્યાપક દષ્ટિએ જોઈએ તે પર્યાવરણમાં ફક્ત માનવ, પશુ-પંખી, જીવજંતુ વનસ્પતિ અને સૂક્ષ્માતિસૂક્ષમ, અપાર અને અનંત જીવસૃષ્ટિને જ સમાવેશ થતો નથી. પણ સાથે સાથે સમગ્ર બ્રહ્માંડ. એનાં તારાંમંડળ તથા સૂર્યમંડળ તેમજ આપણી પૃથ્વી-માતાની પાસેના સૂર્ય, ચંદ્ર અને ગ્રહો તેમજ તેની પાનાં પર્વતો અને મેદાને, સાગરે અને સરોવરો, નદીઓ અને ઝરણાંઓ, જંગલ અને મહાકાંતારે, વૃક્ષ-વનસ્પતિ-પુપ તથા ભૂપૃષ્ઠ અને જલપુષ, વાતાવરણ અને છસૃષ્ટિની અર્થાત્ સવ પ્રકૃતિ પદાર્થો, પૃથ્વી, હવા, અગ્નિ, જળ – એ સર્વના સંપૂર્ણ અસ્તિત્વને પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરી-૧૧] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20