________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલેગામમાં નિમાએલ ઐક્ય સમિતિ. માલેગામ મુકામે તા. ૧૧-૪-૪૧ ના રોજ મળેલી સભામાં વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજમાં ઐકય સ્થાપવા માટે નીચેના સભ્યોની એક સમિતિ નીમવામાં આવી હતી. તેમણે વખતોવખત મુંબઈમાં મળી આ કાર્ય ત્રણ માસમાં પાર પાડવું એમ ઠરાવવામાં આવ્યું છે. આ સમિતિમાં પાંચ સભ્યોને વધારો કરવાની સત્તા પ્રમુખને આપવામાં આવી છે.
પ્રમુખ-શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, અમદાવાદ ઉપપ્રમુખ-શેઠ અમૃતલાલ કાલીદાસ, મુંબઈ માનદ્ મંત્રીઓ-રાવસાહેબ શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. અને શેઠ જીવતલાલ પ્રતાપશી.
તથા મુંબઈ, સુરત, અમદાવાદ, માલેગામ, ભાવનગર, યેવલા, બાલાપુર, મંચર વિગેરે ગામના આગેવાન ગૃહરાને સભાસદ તરિકે આ એકય સમિતિમાં નીમવામાં આવેલ છે.
નવા દાખલ થયેલા માનવંતા સભાસદે. (1) રાયચંદ્રભાઈ વનમાળીદાસ વિજ્ઞાનશાસ્ત્રી
અમદાવાદ (૨) શાહ મનસુખલાલ ગિરધરલાલ ભાવનગર (હાલ અમદાવાદ)
(૩) શાહ મણિલાલ મોહનલાલ . . ભાવનગર | (૪) શાહ જીવરાજ પરશોતમદાસ
લાઈફ મેમ્બર. વાર્ષિક મેમ્બર
ભાઈશ્રી નાગરદાસ વલભજીને સ્વર્ગવાસ, ભાઇ શ્રી નાગરદાસ થોડા દિવસની બિમારી ભેગવી તા. ૨૨-૧૨-૪૦ ના રોજ પંચત્વ પામ્યા છે. તેઓ સ્વભાવે મિલનસાર, માયાળુ અને દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. આ સભાના તો તેઓ ઘણા વખતથી સભાસદ હતા. તેઓના સ્વર્ગવાસથી આ સભાને તો એક લાયક સભાસદની ખોટ પડી છે. તેઓના સુપુત્ર જયંતિલાલભાઈને દિલાસો દેવા સાથે તેઓના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે. - 1 : - - -
છે : " કર્મ ગ્રંથ ભાગ ૧-૨ સ પૂર્ણ ૧. સટીક ચાર કર્મગ્રંથ શ્રીમદેવેન્દ્રસૂરિવિરચિત-પ્રથમ ભાગ રૂા. ૨-૦-૦ ૨. શતકનામાં પાંચમે અને સપ્તતિકાભિધાન છઠ્ઠો કર્મગ્રંથ, દ્વિતીય ભાગ રૂા. ૪-૦-૦
ઘણી જ કાળજીપૂર્વક તેનું સંશોધન અમારી પ્રસ્તુત આવૃત્તિમાં સાવધાનપણે સંપાદક મહાપુરુષોએ આ બંને ગ્રંથમાં કર્યું છે અને રચના-સંકલના વિદ્વત્તાપૂર્ણ કરવામાં આવેલ છે. જે ગ્રંથ જોયા પછી જ જણાય તેવું છે. બાકી તેની સાથે ગુજરાતી ભાષામાં આપેલ પ્રસ્તાવનામાં વિગતો, ગ્રંથકારનો પરિચય, વિષયસૂચિ, કર્મગ્રંથને વિષય કયા ગ્રંથમાં છે તેની સુચિ, પારિભાષિક શબ્દના
સ્થાનદર્શક કેષિ, શ્વેતાંબરીય કર્મતત્ત્વ વિષય શાસ્ત્રોની સૂચિ, કર્મવિષયના મળતાં ગ્રંથા, છે ફર્મગ્રંથાન્તર્ગત વિષય દિગબરી શાસ્ત્રોમાં કયા કયા સ્થળે છે તેને નિર્દે શ વગેરે આપવામાં આવેલ હોવાથી અભ્યાસીઓ માટે ખાસ ઉપયોગી થયેલ છે, જે પ્રથમ બહાર પડેલ કર્મગ્રંથ કરતાં અધિકતર છે. | ઊંચા એટ્રીક કાગળ ઉપર સુંદર ટાઈપ અને મજબૂત તથા સુંદર બાઈડીંગમાં બંને ભાગે પ્રકટ થયેલ છે. કિંમત બંનેના રૂા. ૬ --૦-૦. પટેજ જુદુ.
For Private And Personal Use Only