Book Title: Atma Darshan Geeta Author(s): Buddhisagar Publisher: Sagargaccha Jain Sangh Sanand View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના આત્મદર્શન ગીતા” આમાં આત્મા, દર્શન અને ગીતા આ ત્રણે શબ્દો ઉપર મોટા મોટા મહાકાય ગ્રંથ અને તેની પાછળ કંઈ મહાપુએ ચિંતન મનન કરી અનેકવિધ વિચારણા કરી છે. ભારતના તમામ દર્શનેએ “આત્મદર્શન”ની પાછળ ખૂબ પરિશ્રમ કર્યો છે. અને તેને પામવા ભક્તિ, જ્ઞાન, ક્રિયા વિગેરે અનેક માર્ગે જીવન વિતાવી આત્મદર્શન પામવા પ્રયત્ન કર્યો છે. અને આ બધા માર્ગોનું સાફલ્ય આત્મદર્શન પામવામાં માનવામાં આવ્યું છે. પૂર્વકાળમાં રાજપાટ છેડી રાજર્ષિઓ થયા ઉંડા ચિંતન કર્યા. આ બધા પ્રયત્ન આત્મ દર્શનની સાધનાનો છે. અને આત્મ દર્શનની પ્રાપ્તિમાં બધી જ પ્રાપ્તિ માનવામાં આવી છે. જૈનશાસનમાં થયેલા મહાપુએ અનેકવિધ ભક્તિસાહિત્ય અને તવસાહિત્ય રચ્યું છે. તે બધાની પાછળ આત્મદર્શનની ભાવના છે. આ આત્મદર્શન જેને જીવનમાં લાધે તે ચક્રવર્તિ દેવેન્દ્ર કે કોઈપણ જગતના માનવી કરતાં અત્યંત સુખી અને મસ્ત હોય છે. આ ગ્રંથમાં આત્મદર્શનનું સ્વરૂપ આત્મદર્શન કેમ પમાય. આત્મદર્શન વિણ જીવ કેવા અનર્થ પામે છે. વિગેરે વિસ્તૃત સ્વરૂપ યોગનિષ્ઠ ગુરૂદેવ બુધિસાગરસૂરીશ્વરજી મહારાજે આપ્યું છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં ૧૮૦ શ્લેકબદ્ધ શ્વેકપ છે. તેનું ગુજરાતી ભાષામાં વિવરણ થાય તે સૌ કોઈને ઉપયોગી થાય તે અમૂલ્ય ગ્રંથ છે. આ ગ્રંથનું વિવરણ પૂ. આચાર્ય ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે અતિ વિસ્તૃતપણે કર્યું છે, અને તેમાં તેમણે આપેલ અનેક ગ્રંથના સાક્ષીપાઠ તેમનું વિસ્તૃત વાંચન અને મનન સાથે ગુરૂદેવના કરેલા ગ્રંથને જગત ભોગ્ય બતાવવાની પૂર્ણ તમન્ના તેમાં જણાયા વિના રહેતી નથી. આ ગ્રંથ વાંચકે વાંચે અને આત્મદર્શનની ઝાંખી કરી પરિશ્રમને સફળ બનાવે. મતિમંદના પ્રેસ દેષ કે દષ્ટિદેષથી થયેલ ક્ષતિ બદલ ક્ષમા યાચી વિરમું છું. લી. પ્રકાશક For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 356