Book Title: Aryarakshitsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૫૬ શાસનપ્રભાવક કર્યા વિના મને આજ્ઞા આપે કે જે અભ્યાસથી તમને સંતોષ થાય તે કરું. બીજા કાર્યનું મારે શું પ્રયજન છે?” એ સાંભળી માતા રુદ્રમાએ કહ્યું-“હે વત્સ! તરફથી પ્રગટ થતા ઉપદ્રવને નષ્ટ કરનારા આત્મકલ્યાણકારી અને અન્ય મતાવલંબીઓના જાણવામાં ન આવેલ એવા જિનભાષિત બારમા અંગ દૃષ્ટિવાદને અભ્યાસ કર.” દષ્ટિવાદનું નામ પ્રથમ વાર જ સાંભળી આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે_“સર્વ તીર્થોમાં શિરોમણિ એવી હે માતા! મને તેના અધ્યાપક બતાવ, કે જેથી હું સત્વરે અભ્યાસ શરૂ કરું.” ત્યારે રુકમા કહેવા લાગી કે—“વિનયના સ્થાનભૂત હે વત્સ! તું સાવધાન થઈને સંભળ. અબ્રહ્મ અને પરિગ્રહના ત્યાગી, મહાસત્ત્વવંત, પિતાના અંતરમાં પરમાર્થ બુદ્ધિ ધરાવનાર, અજ્ઞાનના નિધાન એવા જૈનાચાર્ય તેસલિપુત્ર એ ગ્રંથના જ્ઞાતા છે. તે અત્યારે તારા શેરડીના વાડામાં છે. તે છે નિર્મળમતિ ! તેમની પાસે તું એ ગ્રંથને અભ્યાસ કર, કે જેથી તારા ચરિત્રથી મારી કુક્ષિ શીતળ થાય.” એ પ્રમાણે સાંભળી, “પ્રભાતે જઈશ” એમ કહીને અભ્યાસની ઉત્કંઠામાં તેણે એ રાત પસાર કરી. પ્રભાત થતાં તે બહાર નીકળ્યા. એવામાં અર્ધમાગે તેના પિતાને એક બ્રાહ્મણમિત્ર તેને સન્મુખ થયે. તે આર્ય રક્ષિત માટે શેરડીના સાડા નવ સાંઠા સ્કર્ધ પર લઈને આવતે હતો. તેણે નમસ્કાર કરતાં આર્ય રક્ષિતને નેહથી આલિંગન આપ્યું અને કહ્યું કે—“તું પાછા ઘેર ચાલ.” ત્યારે આર્ય રક્ષિત બોલ્યા કે “માતાના આદેશથી હું જઈને સત્વરે પાછા આવીશ. તમે હમણાં મારા બંધુને સંતુષ્ટ કરવા ઘરે જાઓ.” એમ કહી તે આદરપૂર્વક ઈક્ષવાડા તરફ ચાલ્યો. જતાં જતાં આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે “અહો! આ શ્રેષ્ઠ દઢ નિમિત્તથી એ ગ્રંથના સાડા નવ અધ્યાય અથવા પરિચ્છેદ અવશ્ય પામી શકીશ, પણ તે કરતાં અધિક તે નક્કી ન જ પામું.” પછી પ્રભાત સમયે ત્યાં મુનિઓના સ્વાધ્યાયધ્વનિના શબ્દો સાંભળતાં ઉપાશ્રયનાં દ્વાર પાસે બેસી ગયા. ત્યાં જેનામતના વિધિથી તે તદ્દન અજ્ઞાત હોવાથી “હવે શું કરવું?” તેને ખ્યાલ ન આવવાથી જડ જેવો બની ગયે. એવામાં આચાર્ય તસલિપુત્ર મહારાજને વંદન કરવા આવતા હશ્નર નામે શ્રાવક તેના જેવામાં આવ્યું. તેની પાછળ રહીને તે મહામતિ આર્યરક્ષિત પણ વંદન આદિ કર્યું. તે સમયે લક્ષણાથી આચાર્ય મહારાજે તેને નવીન જાણું સ્નેહથી પૂછ્યું કે –“હે ભદ્ર! તને ધર્મની પ્રાપ્તિ કયાંથી થઈ?” ત્યારે ક્રૂર શ્રાવકને બતાવતાં તે બેલ્યા આ ઉત્તમ શ્રાવકથી જ. એમ બોલ્યા ત્યાં એક મુનિએ તેને ઓળખી લીધા અને જણાવ્યું કે–“ગઈ કાલે રાજાએ મહત્સવપૂર્વક જેને નગરમાં પ્રવેશ કરાવ્યો તે આ સેમદેવ પુરહિત અને રુદ્રમાને પુત્ર છે. એ ચાર વેદોનો જાણકાર છે. એનું આગમન અહીં સંભવતું નથી, છતાં અહીં કેમ આવેલ છે તે સમજાતું નથી.” વ્યાકુળતા રહિત આર્ય રક્ષિતે માતાનું કથન સંભળાવ્યું, જે સાંભળતાં ગુરુ ચિંતવવા લાગ્યા કે—“આ વિપ્ર કુલીન અને આસ્તિક છે. એને માર્દવગુણ કુળને અનુચિત છે, પણ એમાં સુકૃતાચાર સંભવિત હેવાથી એ જૈનધર્મને ઉચિત છે.” પછી શ્રતમાં ઉપયોગ દેતાં, પૂર્વના પાઠને ઉચિત તથા શ્રી વાસ્વામી સૂરિ પછી તેને ભાવિ પ્રભાવક સમજીને આચાર્ય મહારાજ બોલ્યા કે–“હે ભદ્ર! જૈન દીક્ષા વિના દષ્ટિવાદ અપાય નહિ. કારણ કે વિધિ સર્વત્ર સુંદર હોય છે. ” Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8