Book Title: Aryarakshitsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 7
________________ શ્રમણભગવંતો એક વખત શ્રી આર્ય રક્ષિતસૂરિ મથુરાનગરીમાં તે ભૂમિના અધિષ્ઠાયક વ્યંતરના મંદિરમાં ઊતર્યા. એવામાં મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીને વંદન કરવા સૌધર્મેન્દ્ર ગયા. તેમણે ભગવંતની દેશના સાંભળી. તે વખતે પ્રભુએ પ્રસંગે પાત્ત તત્ત્વથી નિગદની વાત કહી સંભળાવી. એટલે ઈન્દ્ર પ્રશ્ન કર્યો કે– “હે ભગવન્! વર્તમાનમાં ભરતક્ષેત્રમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કેણ છે?” ત્યારે પ્રભુએ કહ્યું કે–“મથુરાનગરીમાં આર્યરક્ષિતસૂરિ મારી જેમ નિમેદનું સ્વરૂપ સમજાવી શકે છે.” એ સાંભળી ઇન્દ્ર વિસ્મય પામે. ભગવંતના વચન ઉપર જો કે ઈન્દ્રને શ્રદ્ધા હતી, તે પણ આશ્ચર્યને માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ તે ગુરુ પાસે આવ્યા. તે વખતે તેના બંને હાથ ધ્રુજતા હતા. વાળ વેત હતા. શ્વાસને પ્રસાર સ્પષ્ટ જણાતા હતા. આંખમાંથી પાણી ગાળી રહ્યું હતું. એવા રૂપધારી ઇન્દ્ર તેમને નિગેદના જીવોને વિચાર પૂછયો. એટલે સૂરિમહારાજે તેમને યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યું, જે સાંભળી ઇન્દ્ર આશ્ચર્ય પામ્યું. પછી તેમના જ્ઞાનનું માહાત્મ્ય જાણવાની ઇચ્છાથી તેણે પિતાનું આયુષ્ય પૂછયું. ત્યારે શ્રતના ઉપયોગથી ગુરુ ચિંતવવા લાગ્યા કે–આનું આયુષ્યપક્ષ, માસ, વસ, સેંકડે વરસ, હજારે વરસ, સેંકડે પલ્યોપમ કે સાગરોપમથી પણ સમાપ્ત થતું નથી. છેવટે બે સાગરોપમનું તેનું આયુષ્ય જાણવામાં આવતાં ગુરુ બોલ્યા કે –“તમે સૌધર્મેન્દ્ર મારી પરીક્ષા કરવા ઇચ્છે છે?” એટલે મનુષ્ય જોઈ શકે તેવું રૂપ પ્રકાશતાં ઈ યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યું અને પછી તે પિતાને સ્થાને ચાલે ત્યારે સાધુએ આવે ત્યાં સુધીમાં કંઈક ચમત્કાર બતાવવા ઈન્ડે કહ્યું. એટલે રૂપ, દ્ધિના નિદાન કરવાના ભયને લીધે આચાર્યો તેને નિષેધ કર્યો. તથાપિ કાંઈ ચિહ્ન રૂપે કરી બતાવ, એમ આચાર્યના કહેવાથી તેણે ઉપાશ્રયનું દ્વાર વિપરીત કરી દીધું. પછી સ્વસ્થાને ગયે. એવામાં મુનિએ આવ્યા. તેઓને દ્વાર ન જડ્યું. ગુરુએ તેઓને દ્વાર બતાવ્યું. સાધુએ આશ્ચર્ય પામ્યા. ગુરુએ તેઓને ઇન્દ્રનું યથાસ્થિત નિવેદન કરીને નિશંક કર્યા પછી આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એવામાં એક નાસ્તિકવાદી મથુરામાં આવ્યો. તેને ગેછામાહિલમુનિએ વાદમાં જીતી લીધું. એટલે શ્રીસંઘે તેમને ત્યાં જ ચોમાસું કરાવ્યું. હવે આર્યરક્ષિતસૂરિએ પિતાના પદે કેણ યોગ્ય છે તેને વિચાર કર્યો, ત્યારે દુર્બળિકા પુષ્પમિત્ર ઉપર તેમનું મન ગયું. તે વખતે આચાર્ય મહારાજના જે સંબંધી હતા તેમણે ફલ્યુરક્ષિતને સૂરિપદે લાવવાનો વિચાર કર્યો અને ગચ્છના આધિપત્યમાં ગેછામાહિલને સ્થાપવાનો વિચાર રજૂ કર્યો. આથી ત્યાં ત્રણ કુંભ લાવવામાં આવ્યા. ગુરુમહારાજે તેમાં અડદ, તેલ અને ઘી અલગ અલગ ભર્યા, અને પછી ખાલી કર્યા. તેમાં અડદ બધા બહાર નીકળી આવ્યા, તેલ કંઈક રહી જવા પામ્યું, અને ઘી તે ઘણું ચે ટેલું રહ્યું. પછી ગુરુમહારાજે કહ્યું કે –“આ ઉદાહરણ જુઓ. દુર્બળિકા પુષ્પમિત્રમાં હું અડદના કુંભની જેમ નિર્લેપ છું, બંધુ ફલ્યુરક્ષિતમાં તેલના કુંભની જેમ કંઈક સલેપ છું અને માતુલ પર ધૃતકુંભની જેમ વધારે લિપ્ત છું. માટે મારા પદ પર દુર્બલિકા પુષ્પમિત્ર જ યોગ્ય છે.” તેમનું આ વચન અન્ય મુનિઓએ માન્ય કર્યું. પછી ગુરુએ સૂરિમંત્રપૂર્વક દુર્બલિકા પુષ્પમિત્રને પિતાના પદ પર સ્થાપન કર્યા. નૂતન સૂરિને ગચ્છના શ્ર. ૨૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8